Entertainment

લીલા હોય કે શર્વરી : અન્યના રોલ અનન્યાને કેમ મળે?

ફિલ્મમાં કામ કરવું હોય તો શું કેવું પડે? એ સવાલના જવાબમાં તમે કહેશો એક્ટિંગ કરતા શીખવું પડે, તે આવડે એટલે ઑડિશન આપવા (ધક્કા ખાવા) જવું પડે. અને આ બધામાં નસીબ સારું હોય તો ફિલ્મમાં તમારી આવડત અનુસાર રોલ મળે. પણ આ પ્રોસેસ બધા માટે સરખી નથી હોતી, અમુક કલાકારો પાસે સારી સવલતો હોય છે જે પોતાની આવડત કરતા ઓળખનાં દમ પર કામ મેળવી લેતા હોય છે. અને આ જ કારણ છે, ઇન્ડસ્ટ્રીમાં નેપૉકિડ્સ નામના કલાકારોને ફિલ્મ મળવાનું. આવું હમણાં થઇ રહ્યું છે તેમ નથી. દરેક ઇન્ડસ્ટ્રીનાં, દરેક લોકોને આ નેપોકિડ્સનો સામનો કરવો પડે છે. બોલિવૂડમાં એક પછી એક સફળતાની સીડીઓ ચડી રહેલી અનન્યાનું કરિયર હાલ નવી ઊંચાઈએ જઈ રહ્યું છે. સ્ટુડન્ટ્સ ઓફ ધ યરથી લોન્ચ થયા બાદ હાલ કરેલી કેસરી-2, CTRL, કોલ મી બૅ જેવી હટકે ફિલ્મો કરીને પોતાની નવી ઓળખ બનવાની કોશિશ કરી છે. આ ફિલ્મો તેની પાછલી ફિલ્મોથી ઘણી અલગ હતી, આમ તે પોતાનાં કિરદારમાં ઈમ્પોર્ટસ હોવું જોઈએ, ખાલી ડાન્સ કરવા કે રોમાન્સ કરવાથી કામ નહી ચાલે તેવું સમજી ચૂકેલી અનન્યા હવે અલગ ફિલ્મો અને અલગ કિરદારો કરવાનું પસંદ કરી રહી છે. અને હાલ થોડાં સમય પહેલા જ એક સાથે મજેદાર ફિલ્મો તેણે સાઈન કરી છે. જે તેનાં કરિયરમાં નવા રંગ જરૂર ભરશે પણ સાથે જ આ ફિલ્મ જે રીતે મળી તેનાથી તેના પર દાગ પણ લાગ્યા છે. ડ્રિમગર્લ એક્ટ્રેસ અનન્યા પર આરોપ લાગ્યા છે કે તે બીજી એક્ટ્રેસોની ભૂમિકા છીનવી લેવામાં માહેર છે! અને હાલ તેને મળેલી બે બિગ બેનર ફિલ્મનાં પ્રોજેક્ટ્સ પણ તેની માટે નહોતા પણ તેણે એને છીનવી લીધા છે!
તો ‘ટૉક ઓફ ધ ટાઉન’ એ છે કે હોરર ફિલ્મ બનાવતા મેડોક પ્રોડક્શન હાઉસની ફિલ્મોની સતત સફળતા પછી અનન્યા મેડોક સાથે ફિલ્મ કરવા માટે ઉત્સુક હતી અને જ્યારથી જાનહ્વી કપૂરને પરમસુંદરી મળી છે ત્યારથી અનન્યા ખૂબ પ્રયાસ કરી રહી હતી કે તેને આ બેનરની કોઈ ફિલ્મ મળે. શ્રદ્ધા કપૂર(સ્ત્રી), રશ્મિકા (થામા) ઓલરેડી આ યુનિવર્સનો હિસ્સો બની ગઈ છે. અહીં એન્ટ્રી મેળવવા પાર્ટીઓમાં હાજરી આપવાથી લઈને કોલ અને મેસેજ,(ચૂગલી) તે બધું જ કરી રહી છે. અંતે તે કન્ફ્રર્મ થયેલી એક્ટર્સને બદલે મેડોક હેઠળ 2 પ્રોજેક્ટ્સ મેળવવામાં તે સફળ રહી છે.
તે બે પ્રોજેક્ટમાંનો એક તે બ્લોકબસ્ટર ફિલ્મ મુંજ્યા પછી શર્વરી આ બીજી ઝોમ્બી ફિલ્મ માટે નક્કી હતી પરંતુ આ પ્રોજેક્ટ હવે અનન્યા પાસે છે! પણ આ પહેલી વાર નથી કે અનન્યાએ શર્વરીને રિપ્લેસ કરી હોય, તું મેરી મેં તેરા નામની આવી રહેલી ફિલ્મ પણ અનન્યા એ આ રીતે મેળવી હતી.
બીજો પ્રોજેક્ટ તે સાઉથની શ્રીલીલાનો છે. આ ફેન્ટસી ફિલ્મ માટે તે પહેલી પસંદગી હતી… ગોસિપ અનુસાર અનન્યા લાંબા સમયથી આ ફિલ્મ માટે લોબિંગ કરી રહી હતી અને આખરે શ્રીલીલાને બદલે તેને મળી છે, જોકે આ પ્રોજેક્ટ માટે શ્રીલીલાએ તો પહેલાથી જ કોન્ટ્રાકટ પણ સાઇન કરી દીધો હતો! ટોલિવૂડની ઉભરતી સ્ટાર શ્રીલીલા બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માંગે છે, અને વરુણ ધવન સાથે રોમેન્ટિક ફિલ્મમાં બીજા નંબરના રોલ માટે તેની ભૂમિકા અંગે વાત ચાલી હતી જોકે, પોતાના સંબંધોનો ઉપયોગ કરી તેણે આ પ્રોજેક્ટ પર ચર્ચા કરવા માટે ડેવિડ ધવન અને વરુણ ધવન સાથે મુલાકાત કરી.
આવો આરોપ અગાઉ પણ અનન્યા સામે લાગ્યો હતો જ્યારે પતિ પત્ની ઔર વોમાં તાપસી, તો ડ્રીમગર્લ-2માં નુસરત ભરુચા અને એક રોમકોમમાં સાન્યા મલ્હોત્રાની જગ્યા તેણે લીધી હતી. કેટલાક સોર્સ તો કહે છે કે હવે પાંડેની નજર એક નવી અભિનેત્રીની પાછળ પણ છે જેણે પાંડે અટકનાં હીરો સાથે બ્લોકબસ્ટર ડેબ્યૂ કર્યું છે. જો કે આવા આરોપ મોટા ભાગનાં એક્ટર્સ પર લાગતા રહે છે. એમ પણ જ્યારે એક સાથે 2-3 મોટા બેનરની ફિલ્મો સાઈન કરવામાં આવે ત્યારે ખાસ. અને આવું પહેલાથી ચાલે છે પોતાને મનગમતા રોલ મેળળવા ચાલ ચાલવી પડતી હોય છે, પિતા ચંકી આ રમત જલ્દી સમજી ન શક્યા, અનન્યા આ ખેલની ખિલાડી જલ્દી બને તો હજી ઘણી ફિલ્મો મેળવી શકે છે. પણ એ સાથે સારું કામ કરતાં રહેવું પણ એટલું જરૂરી જેટલું જરૂરી મોટા પ્રોજેક્ટ મળેવવા. •

Most Popular

To Top