રાષ્ટ્રિયકરણમાં બેંકો તેમજ વિમાની સેવાનો વહીવટ લીધો ત્યારથી અવદશા શરૂ થઇ. બોડી બામણીનું ખેતર (ચીભડા ચોર) અમલદારો, આઇએસ અધિકારીઓ અને વહીવટી તંત્ર પરનો કાબૂ ગુમાવી દીધો. અશિક્ષિત સાંસદો અને પ્રધાનો આઇએસ અધિકારીઓ, તેઓને આંગળીના ટેરવે નચાવવા લાગ્યા. બેંકોના અધિકારીઓ અને રાજકર્તાઓની દખલગીરીથી અબજોની ઉદ્યોગકારોને આંખ બંધ કરીને લોન આપવા માંડી, રાજકારણીઓ, પ્રધાનો, સાંસદો અને બેંક અધિકારીઓની મીલી ભગતથી બેંકોનું ઉઠમણું થવા લાગ્યું. પક્ષો અને વિપક્ષોના ચૂંટણી ફંડનો ફાળો, આ લોન ઘટકોએ વિના રોકટોક બિન્ધાસ્ત આપવા લાગ્યા. લોકશાહી લોકો વડે નહિ, પણ સત્તાધીશ અમલદારો દ્વારા ચાલવા લાગી.
અડાજણ – મીનાક્ષી શાહ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
જયાં રાજા વેપારી ત્યાં પ્રજા ભિખારી
By
Posted on