Comments

કયાં છે સમાચાર??

સમાચાર એટલે શું? તાજેતરની કોઇ ઘટના કે બદલાયેલી પરિસ્થિતિ વિશેની માહિતી. આ વ્યાખ્યામાં હજુ કંઇક ખૂટે છે. સમાચારને ગાળીને રજૂ કરવાની ક્રિયા. ઓછી રસપ્રદ, ઓછી મહત્વની કે ઓછી સંબંધ જણાતી બાબતોને સમાચાર સંપાદકો કે સર્જકોને જે વધુ મહત્વની લાગે, વધુ રસપ્રદ લાગે કે વધુ સંબંદ્ધ લાગે તે બાબત જોવાની સમાચાર પહેલા પાનેથી અંદરના પાને જાય અને પછી એવી જ ઘટનાઓ આવતી રહે અને તે પછી સમાચાર નથી રહેતા.

બી.બી.સી.ની દસ્તાવેજી ફિલ્મના બીજા ભાગમાં આપણે જેને બીફ લિચીંગ કહીએ છીએ તેવી હિંસાની શ્રેણી વિશે મેં જે કંઇ કહ્યું તે વિશે સરકાર વ્યથિત છે. મારા દાયકાઓના પત્રકારત્વમાં મે બીફ લિચીંગની વાત સાંભળી નથી. આ પ્રકારની હિંસા 2015 પછી આવી. ગુલાબી ક્રાંતિ સામે વાત કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રવચન આપ્યા અને પછી મહારાષ્ટ્ર અને હરિયાણાથી શરૂઆત કરી ભારતીય જનતા પક્ષના શાસન હેઠળના એક પછી એક રાજયોએ ગૌ માંસ કબ્જામાં રાખવાનો ગુનો ગણતા હિંસાનો દૌર શરૂ થયો. પ્રશ્ન એ છે કે આ હિંસાના દૌરનો અંત આવ્યો છે?

તા. છઠ્ઠી ફેબ્રુઆરીએ એક સમાચાર આવ્યા હતા કે આસામમાં ટોળાને હાથે સ્થાનિકોની વિરોધને પગલે ધરપકડ મરનાર એક મુસલમાન હતો જેના પર એક ગાયને ચોરવાનો આરોપ હતો. આ સમાચાર ન્યૂઝ ચેનલોને મહત્વના નહીં લાગ્યા અને તેના પર તેમણે ચર્ચા વિવાદને પણ સ્થાન નહીં આપ્યું. આવું કરવા માટે તેમને સમજાવવાનો પણ અર્થ નથી કારણ કે પત્રકારોને હવે આ પ્રકારની ઘટના મહત્વની રસપ્રદ કે સંબદ્ધ લાગતી પણ નથી. તેજ દિવસે મોટા મથાળે એક બીજા સમાચાર બહાર આવ્યા હતા કે હરિયાણાના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં ગાયો કતલના કાપવા હેઠળ નિર્દોષ છૂટનારાઓનો દર 94 ટકા છે. મતલબ કે લઘુમતીઓને શિકાર બનાવવા માટે પોલીસોનો ઉપયોગ કરવામાં આવે છે.

વધુ એક સમાચાર ગુજરાતમાંથી આવ્યા છે જેને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. 22 વર્ષના એક યુવકને આજીવન કેદની સજા કરવામાં આવી કારણ કે તે ઢોરની હેરાફેરી કરતો હતો. આ સમાચાર સાથે સજા કરતા ન્યાયાધીશના અવતરણો મુકવામાં આવ્યા છે. તેમાંનુ એક હતું ધર્મ ગાયમાંથી જન્મે છે. જે દિવસે ગાયની કતલઅટકી જશે તે દિવસ પૃથ્વી પરની સમસ્યાઓ અટકી જશે. અંગ્રેજી માધ્યમોમાં આ સમાચાર બહાર આવવાને આટલી વાર લાગી તેનું કારણ એ છે કે આ સમાચાર બાબતમાં નિર્ણય લેવાનું કામ ગુજરાતી અને સ્થાનિક પત્રકારોને સોંપવામાં આવ્યું હતું પણ કારણ ગમે તે હોય, તેમણે આમાં રસ નહીં લીધો.

આ સમાચારના હેવાલ અપાય તો ય અંદરના પાને અપાય કારણ કે ફરી એકવાર આવી વાત તો સમાચાર નથી બનતી. આવા તમામ કિસ્સાઓમાં મહત્વની બાબત કાયદાઓમાં છે જેમાં સાબિતીની જવાબદારી ઉલટાવી નાંખવામાં આવી છે. રાજય નિર્દોષતાને બદલે ગુનાની ધારણા કરે છે. સદરહુ 22 વર્ષના યુવાન બાબતમાં કાયદો કહે છે કે સરકારના પ્રમાણપત્ર વિના કોઇ પણ શખ્સ ગાયની હેરાફેરી કરતો પકડાયો તો તેને ગુનેગાર ગણવામાં આવશે અને સંબંધિત અધિકારીને સંતોષપ્રદ લાગે નહીં તેવી રીતે સાબિત ન થાયતો ગાયને કતલ માટે લઇ જવાની હોવાનો અપરાધ ગણાશે. અહીં મહત્વની વાત ન્યાયાધીશના નિરીક્ષણો નહીં પણ એ હકીકત છે જેને આધારે ચુકાદો યથાર્થ લાગે છે. આપણે ખાસ કરીને હેરાનગતિ માટે કાયદા કરીએ તો તેના પરિણામથી આપણને આશ્ચર્ય નહીં થવું જોઇએ.

2016માં ફરી એકવાર મુસલમાન સામે વાછરડાની કતલ કરી દીકરીના લગ્નના ભોજનના ભાગ રૂપે પીરસવાનો આરોપ હતો. આવી ઘટના બની હોવાનું પોલીસો સાબિત નહીં કરી શકયા પણ તેમણે સાબીત કરવાની જરૂર નથી. કાયદો એવું કહે છે કે આરોપી એવું સિદ્ધ કરે કે દિવસો, સપ્તાહો કે મહિનાઓ પહેલા જે માંસ ખવાયું હતું તે ગૌમાંસ ન હતું. અલબત્ત તે આ સાબિત નહીં કરી શકયો અને તેથી ન્યાયાધીશે તેને દસ વર્ષની સજા કરી પછી હાઇકોર્ટે તે રદ કરી એટલું જ કહ્યું કે અમે ન્યાય પ્રશંસા બુદ્ધિ વાપરીએ છીએ. બની શકે કે હાઇકોર્ટને જે કંઇ થઇ રહ્યું હતું તેનાથી ખંચકાટ કે અસુવિધા થતી હતી. ફરી એક વાત કે જે ન્યાયાધીશે તેને સજા કરીને કાયદાનું પાલન કરતો હતો.

નિશાન બનાવી નુકશાન પહોંચાડવા માટે બનાવાયેલા અને વાહિયાત કાયદા પર પત્રકારો ચર્ચા કરે છે? કેમ? હવે કંઇ રસપ્રદ ન રહ્યું હોય તેવી આ ઘટનાઓ છે એવું લખાતું હશે. આપણે અન્યો પર ઘાતકીપણું અને વાહિયાતપણું લાદવામાં શુરા પુરા છીએ. આપણા સમાજ અને લોકશાહી માટે તે શું કહે છે? જવાબ સરળ નથી. આપણા સામાજિક તાણાવાણાને નુકશાન નથી એવું નથી. લઘુમતી પર થઇ રહેાલ આક્રમણથી આપણો સોશ્યલ મિડીયા જાગૃત છે. અંત એ જ આવાવનો છે જે મેં વારંવાર લખ્યું છે. છેલ્લા થોડા વર્ષોથી જે કંઇ બની રહ્યું છે તે બનતું રહેશે પણ આપણે તેના વિશે ઓછું અને આછું સાંભળીશું કારણ કે તે હવે સમાચાર જ કયાં રહ્યા છે?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top