ચીજ-અવસ્થા કે વ્યક્તિ, જ્યાં સુધી પાસે હોય ત્યાં સુધી કિંમત સમજાતી નથી. જ્યારે ઉકલી જાય કે હાથમાંથી છૂટી જાય ત્યારે જ એના મોલ સમજાય. (વાઈફનું પણ એવું જ..! એ કોણ બોલ્યું..? સખણા રહો ને યાર..? હું બચપણની વાત કરું , ત્યાં કડછો શેનો હલાવો..? ) હંઅઅઅઅ તો હું એમ કહેવા જતો હતો કે, મા જાય એટલે મોસાળ જાય, એમ જુવાની આવે એટલે બચપણની પથારી ફરવા માંડે.’બચપણમાં પહેરેલી લંગોટી બ્રાન્ડેડ હતી કે દેશી, એ યાદ નથી. પણ મસ્તી આજે પણ મગજની બખોલમાં છે. વૃંદાવનમાં રાધા-કૃષ્ણ સાથે રાહડો ખેલેલા હોય એમ, આજે પણ બચપણ ભુલાતું નથી.
હવે પાકા ઘડે કાંઠા નહિ ચઢે એટલે, બાકી ઊંધા માથે ગલોટિયાં ખાવાની ચળ તો આજે પણ ઉપડે..! પણ, મોંઢામાંથી નીકળેલો શબ્દ ને બંદૂકમાંથી છૂટેલી ગોળી, પાછી Return થતી નથી એમ, બચપણ સૂકું હોય કે લીલું, ગીયું તે ગીયું, એની ‘બચપણ-બાવની’કોઈ સાંભળતું નથી. આ તો એક વાત..! હાયલ્લ્લા, નાના હતા ત્યારે, કેવું કાલુ-કાલુ બોલતા? બાળકનો ગાલ જાણે મંદિરનો ઘંટ હોય એમ કોઈ પણ મચેડીને લાલ કરી જતું. બાળક એટલે, ‘સારે તીરથ ધામ તુમ્હારે ચરણોમેં…! નહિ કોઈ આંધી નડે કે ઉપાધિ..! ફાઈવ સ્ટાર હોટલના શાહી પલંગમાં પડ્યા હોય એમ, સમાધિસ્થની ભૂમિકામાં ઘોડિયામાં પડી, ઘૂઘરો હલાવ્યા કરવાનો. “ચાલે રે ચાલે, (ફલાણો) જ ચાલે”એમ, મગજમાં એક જ ખુમારી ચાલે, તેલ પીવા જાય દુનિયા, આપણી જમાવટ આપણે નહિ છોડવાની. છોલે ભગો દાજી..!
સમય સમયની વાત છે મામૂ..! હવે તો બચપણ પણ પાછળ ગયું ને, આપણે મગર-મચ્છ જેવા થઇ ગયા. નાના હતા ત્યારે, ચોકલેટ-લખોટી-માચીસનાં ખોખા કે કોડીઓથી ખિસ્સા ભરેલા રહેતા ત્યારે અંબાણી પરિવારના નબીરા હોય એમ ફરતા. આજે તો ગાંધીજીના ફોટાવાળી નોટથી ખિસ્સા ફાટ-ફાટ થાય, તો પણ લુખ્ખા ને લુખ્ખા ..! ઉપરથી કહે, ‘અમે તો ખારપાટમાં ખેતી કરતા હોય એવી જિંદગી જીવીએ છીએ બોલ્લો…!’તારા કપાળમાં કાંદા ફોડું..! મગર-મચ્છ થવા કરતાં તો, ભીંતે ચોંટેલી પલવડીના અવતાર સારા. પલવડી મગર-મચ્છની બાલ્યાવસ્થા. પણ છૂપી પોલીસ જેવી..! ભીંતે ચોંટીને જીભ લપકારતી તાગ જ લેતી હોય..! બાળકને મોહ-માયા-લોભ-મત્સર કે છેડતી જેવા કોઈ વાવાઝોડા અસર નહિ કરે. પણ ક્રોધાયું થયું તો રાવણને પણ હંફાવે ..!
ભલે ને બાજુમાં ‘મિસ-વર્લ્ડ’કેમ ના રહેતી હોય? ડોકિયાં કરવા પણ નહિ જાય.’પછી મિસ-વર્લ્ડ’આવીને ભલે બચીઓથી નવડાવી જાય. નો પ્રોબ્લેમ..! કોઈ અસર નહિ..! ચહેરો હસતો રાખીએ તો જ આ લાભ મળે..! હસતા ચહેરાવાળાને ઘણા બેનીફીટ છે યાર..? બાકી, શેર બજાર ઊંચું જાય કે, ફસકી પડે, સોનું આસમાને પહોંચે કે પાતાળમાં..! ટ્રમ્પ ટેરીફ વધારે કે ઘટાડે, વકફ બોર્ડનો પ્રશ્ન ચગે કે હલ થાય, એ બધું તેલ પીવા જાય. બાળકનું રૂંવાડું પણ નહિ ફરકે..! એને તો હું ભલો, ને મારો ઘૂઘરો ભલો ને મારું ઘોડિયું ભલું..! એક જ પડીકીમાં બાલ્દી ભરીને સફેદી આવી જાય એમ, ઘોડીએ નાંખો એટલે અડધા હાલરડામાં નસકોરાં બોલાવતો થઇ જાય..! તેમ છતાં નહિ ઘોંટાયો તો, Z-Plus જેવી ગૃહ-સેના ઘોડિયા ફરતે ગોઠવાયેલી જ હોય.
એ એવાં અઘોરી હાલરડાં કાઢે કે, મગજની નસ ખેંચી નાંખે. બાળક પણ વિચારે કે, આવા ભેદી હાલરડાં સાંભળવા કરતાં તો ઘોંટાય જવું સારું..! ને બીજી સેકન્ડે પાંખવાળી ઊડતી પરીનાં સ્વપ્નાં જોવા માંડે. ધીંગા-મસ્તી કે ઢોલ-થપાટ કરવાનો જે આનંદ બાળપણમાં આવે, તે પછી Let fee charge ભરો તો પણ ઘડપણમાં નહિ આવે..! ગમે એટલાં તોફાન કરો, પોલીસ બાળકોના ‘વરઘોડા’કાઢતી નથી..! ઈમરજન્સીમાં ‘મિસ વર્લ્ડ’ના સાડલા ઉપર સુઉંઉઉસુઉઉઉ થઇ જાય કે બીજું કંઈ… તો પણ માફ..! માત્ર ‘હીહીહીહી’જ કરવાનું ને..? “છોરું કછોરું થાય, માવતર કમાવતર થતી નથી..!”મોજ આવે તેમ જીવવાનું ને લંગોટીમાં ફક્કડ રહેવાનું. ભલે ને વ્હોટશેપનો મેસેજ forward કરતા હોય એમ, એક બીજાના હાથે લોકો ઊંચકી ઊંચકીને ફેરવ્યા કરે..? what goes your father? આને કહેવાય બાળલીલા..!
બાકી, બાળકમાંથી બાપ થયા એટલે, ખલ્લાસ..! એને ઊંઘાડવા કોઈ હાલરડાં ગાવા નહિ આવે ને વધારે ઊંઘવાનો થયો તો, તરત ગોદડાં ખેંચાવા માંડે. ભૂલમાં જો ભગવાન દર્શન આપે ( ભૂલમાં એટલા માટે કે, આપણા confidential report ની ખબર આપણને જ હોય ને..? આ તો એક ચોખવટ..!) ને વરદાન માંગવાનું કહે તો કહી દઉં કે, ‘હે પ્રભુ, તું મને બાળક બનાવી દે..! દૂધની બોટલમાંથી મળતી મીઠાશ ‘Fast-food’માં મળતી નથી. ઘુઘરામાંથી રણકતો નાદ ઘોંઘાટિયા સંગીતમાંથી મળતો નથી. આ તો, ઘરમાંથી પગ કાઢો એટલે, “ઓલ્લું લાવજો..પેલ્લું લાવજો’” નાં પ્રભાતિયાં ચાલુ જ થઇ જાય..! ખુદ કવિ કૈલાસ પંડિતે પણ સમર્થન આપ્યું છે કે….
ક્યાં ખોવાયું બચપણ મારું ? ક્યાંકથી શોધી કાઢો…
મીઠાં મીઠાં સપનાંઓની દુનિયા પાછી લાવો …
મોટર બંગલા લઇ લો મારા, લઇ લો વૈભવ પાછો …
પેન લખોટી ચાકના ટુકડા મુજને પાછાં આપો …
લાસ્ટ બોલ
ઉનાળાની બપોર હોય, શિક્ષક ઈતિહાસ ભણાવતા હોય, ત્યારે નિશાળમાં ઊંઘવાની જે મઝા આવે, એ ઘરના છત્તર પલંગમાં પણ નહિ આવે. આવી જ એક ગરમીમાં શિક્ષકે ભણાવતા હતા કે, “કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે.”
એક બાજુ શિક્ષક કુતુબ મિનાર ભણાવે, ને બીજી બાજુ ચમનિયું નસકોરાં બોલાવે..!
શિક્ષકે ચમનિયાને રંગે હાથ પકડ્યો. પછી પૂછ્યું, ‘બોલ, મેં હમણાં શું ભણાવ્યું?’
ચમનિયું કહે, “દિલ્હીમાં કૂતરું બીમાર છે..!”
તારા કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.