Charchapatra

ટ્રમ્પનું ટેરિફ યુદ્ધ ક્યાં જઈ અટકશે

આ આખી દુનિયા સ્વાર્થની દુનિયા છે, શાસક હોય કે વેપારી પોતાને અનુસાર દુનિયા ચલાવવા માંગે છે તેમ હમણાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની રીતે દુનિયા ચલાવવા માંગે છે તેના દેશના ફાયદા માટે જે નિર્ણય લે તે તેમનો અધિકાર છે અને બધાજ દેશો તેના લાભ માટે પ્રયત્નો કરતા હોય છે પણ અમેરિકા જે નિર્ણય લે તેનાથી દુનિયામાં ઉથલપાથલ થાય છે, અત્યારે ટ્રમ્પ ટેરિફથી આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે, ભારત સહિત આખી દુનિયાના સ્ટોક માર્કેટ કડડભૂસ થયા છે, અમેરિકન શેર માર્કેટ ખુદ તુટી રહ્યું છે, આ મહામંદીનાં એંધાણ છે, વેપારમાં શાણપણ જરુરી છે પણ ટ્રમ્પ આખી દુનિયા સામે શીંગડા ભેરવી એક સાથે ઘણાં આર્થિક યુદ્ધનો મોરચો ખોલીને અમેરિકાને પણ નુકસાન કરી રહ્યા છે, આ ટેરિફ વોરમાં મોટા ભાગના દેશો અમેરિકન ટેરિફના જવાબમાં ટેરિફ લગાવી રહ્યા છે આ અમેરિકા, ચીન, યુરોપની લડાઈમાં નબળા દેશોની પ્રજાનો ખો નીકળી જશે, પહેલા કોરોનાની કળ વળી નથી ત્યાં રશિયા-યુક્રેન યુધ્ધ, ઈઝરાયેલ-મધ્ય-પૂર્વ યુધ્ધનો માર હજુ ચાલુ છે ત્યાં આ ટ્રમ્પ ટેરિફ પડતા ઉપર પાટુ જેવો ઘાટ થયો છે. આફતમાં પણ અવસર શોધનાર ભારત તક ઝડપશે એવી આશા છે.
સુરત     – મનસુખ ટી.વાનાણી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top