મનુષ્યનું જીવન આજે ખૂબ તનાવભર્યું અને અશાંત બની ગયું છે. કુદરત તો શુધ્ધ વાયુ- ઓકિસજન- નીર- ખોરાક આપે છે, પણ માણસે એને બુધ્ધિમત્તાથી વિકૃત બનાવી દીધું છે. આજે રશિયા અને યુક્રેનની લડાઇ અનેક શસ્ત્રોથી ખેલાઇ રહી છે. એમાં ભારી માત્રામાં કેમિકલ જે નુકસાનકારક છે તેના વડે અમુક રેન્જ સુધી હવામાન દૂષિત બને છે. અત્યારે એકદમ આધુનિક એવું વેકયુમ શસ્ત્ર જ વપરાઇ રહ્યું છે કે વપરાવાનું છે તે માનવજિંદગી માટે ઘણું જ ખતરનાક છે. જેનાથી આજુબાજુનો ઓકિસજન ઓછો થઇ જાય છે. ત્યાંની આસપાસ રહેલા જીવો માણસો ઓકિસજનની ઓછપથી મૃત્યુની સમીપ અથવા મૃત્યુ જ પામે છે. માનવીની આ શોધ કેટલી ખતરનાક છે તે સમજાય છે.
1945-46 માં નાગાસાકી-હિરોશિમામાં ફેંકાયેલા બોમ્બથી લાખો માણસો મૃત્યુ પામ્યાં હતાં. બચી ગયેલાં તે વિકલાંગ અને બિમાર બની જીવેલાં, આ દર્દનાક હતું. ભોપાલની ગેસ દુર્ઘટનામાં પણ આવાં ઝેરી રસાયણોથી માનવજિંદગી બરબાર થયેલી. કોરોના એ માનવીની જ દેન છે. કોરોનાએ આખા વિશ્વને લપેટમાં લીધેલું. અનેકોનાં મૃત્યુ થયેલાં. અચાનક આ રોગે વિશ્વને હંફાવેલું એ યુધ્ધની ખુવારીથી શું ઓછું હતું ?! રશિયા-યુક્રેનની લડાઇ પણ વિશ્વને માટે ખતરનાક છે. આની અસર બધા પર પડી છે. ભારત પોતાનાં વિદ્યાર્થીઓને પરત લાવવા (યુક્રેનથી) તનતોડ પ્રયાસ ગંગા ઓપરેશન દ્વારા કરી રહ્યું છે તે સરાહનીય છે. યુરોપના લગભગ બધા જ દેશો અને રશિયા-અમેરિકા સંડોવાયા છે. આમ જનતાને પ્રભાવિત ખરાબ રીતે કરી રહ્યાં છે. જીવનું રક્ષણ કરવું જરૂરી બન્યું છે. મોંઘવારી વધવાની ખંડેરોના ઢગલા અને ભયભીત જીવન બની રહ્યું છે. શાંતિ સ્થપાય એ પ્રયત્ન જરૂરી બની રહ્યા છે.
સુરત – જયા રાણા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.