નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) માટે છેલ્લો તબક્કાના ચૂંટણી પ્રચારનો સમય સમાપ્ત થઈ ગયો છે. ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન 1 જૂન, 2024ના રોજ થશે. મતદાન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ધ્યાન અવસ્થામાં રહેશે. વડાપ્રધાને પોતાના ધ્યાન માટે એ જ જગ્યા પસંદ કરી હતી જ્યાં વર્ષો પહેલા સ્વામી વિવેકાનંદ (Swami Vivekananda) ધ્યાનમાં બેઠા હતા, તેમજ વિકસિત ભારતનું સ્વપ્ન સેવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કન્યાકુમારી પહોંચ્યા બાદ ભગવતી અમ્માન મંદિરમાં પ્રાર્થના કરી હતી. ત્યાર બાદ વડાપ્રધાન એક હોડીમાં બેસીને દરિયાકિનારાથી લગભગ 500 મીટર દૂર દેશના દક્ષિણ છેડે સ્થિત કન્યાકુમારીના પ્રખ્યાત વિવેકાનંદ રોક મેમોરિયલમાં 45 કલાકનું ધ્યાન શરૂ કર્યું હતું. ગુરુવારે સાંજથી 1 જૂન સુધી ચાલશે. આ સમય દરમિયાન વડાપ્રધાને મૌનવ્રત પણ ધારણ કર્યું હતું.
45 કલાક સુધી અન્ના ત્યાગ
પીએમ મોદીએ વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન શરૂ કર્યું હતું ત્યારે પીએમના શેડ્યૂલ મુજબ તેઓ 45 કલાક સુધી અન્નનો ત્યાગ કરશે. આ ધ્યાનાવસ્થા દરમિયાન તેઓ માત્ર પ્રવાહી આહારનું સેવન કરશે. આ સાથે જ વડાપ્રધાન ધ્યાન દરમિયામ ખંડમાંથી બહાર આવશે નહીં અને મૌનવ્રતનું રહેશે. તેઓ 1 જૂનની સાંજ સુધી ધ્યાન ખંડમાં ધ્યાન કરશે.
ચુસ્ત સુરક્ષા તૈનાત
પીએમ મોદીની આ મુલાકાતને ધ્યાનમાં રાખીને ધ્યાનખંડની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. તેમના રોકાણ દરમિયાન ત્રણ હજાર પોલીસકર્મીઓ ધ્યાન સ્થળે તૈનાત રહેશે. આ સાથે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ પણ કડક તકેદારી રાખશે. આ પહેલીવાર છે જ્યારે વડાપ્રધાને આ સ્મારક પર રોકાણ કર્યું હતું. આ સ્મારક સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ તરીકે બનાવવામાં આવ્યું છે. તેમજ આ સ્મારક સમુદ્રની મધ્યમાં આવેલું છે.
સ્વામી વિવેકાનંદે આ જ સ્થળે વિકસિત ભારતનું સ્વપ્ન જોયું હતું
જે સ્મારકની વડાપ્રધાન મોદીએ ધ્યાન માટે પસંદ કરી છે, તે સ્મારક સ્વામી વિવેકાનંદની યાદમાં બનાવવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદે દેશનો પ્રવાસ કર્યા પછી 1892 ના અંતમાં ત્રણ દિવસ સુધી સમુદ્રની નીચે આ ખડકો પર ધ્યાન કર્યું હતું અને વિકસિત ભારતનું સ્વપ્ન જોયું હતું. આ કારણે આ જગ્યાનું નામ વિવેકાનંદ રોક મેમોરિયલ રાખવામાં આવ્યું હતું. જણાવી દઇયે કે વિવેકાનંદ ખડક પર વિવેકાનંદ સ્મારક બનાવવા માટે લાંબો સંઘર્ષ થયો હતો. એકનાથ રાનડેએ આ સંઘર્ષમાં મોટી ભૂમિકા ભજવી હતી.