ઉનાળામાં વેકેશન મોજ મસ્તી અને ખુલ્લા ગ્રાઉન ભરેલા રહેતા હતા અને સોસાયટીમાં આખો દિવસ શોર બકોર ઉનાળાનું વેકેશન માણતાં હતાં. હવે આ હિટ વેવ, ઉનાળાનો તાપ પહેલાં કરતાં બમણા ગરમી મજા બગાડી નાખી. બપોરનો ટાઈમ, ઘરમાંથી નીકળવું મુશ્કેલ થઇ ગયું. ઝાડ-ફૂલ-હરિયાળી જાણે લુપ્ત થઇ ગયાં. કોંક્રિટ જંગલ અને જંગલ ઉપર AC ના છોડ લાગી ગયા એવી અનુભૂતિ થાય છે. આ કોંક્રિટ જંગલની પરિસ્થિતિ માનવસર્જીત છે. ભેજ અને ગરમી ભેગાં થાય એટલે પરિસ્થિતિ વધુ ગંભીર બને. ગ્રીન ઝોન વધારો વિસ્તૃત વૃક્ષારોપણ કરીને ઓકસીજન ઝોન બનાવો. દરેક ઘરની બહાર એક ઝાડ હોવું જોઈએ તો જ આવનારી પરિસ્થિતિનો સામનો કરી શકીશું. નહીંતર અર્થકવેક, બેફામ વરસાદ, સાયકલોન અને ગરમીનું પ્રમાણ વધતું જ જશે. નદી, તળાવ સૂકાતાં જશે. પર્યાવરણનું ધ્યાન રાખો. પર્યાવરણ તમારું ધ્યાન રાખશે. વૃક્ષ જે છે તેનું જતન કરો. તેના પર ઘા ન કરો. નહીંતર માનવજીવન મુરઝાઈ જશે.
સુરત – તુષાર શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
