બોલવું સહેલું છે અનુસરવું ખૂબ અઘરું છે. હાલમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને આખા દિવસના વિષયોના પુસ્તકો, નોટબુક, લંચબોક્ષ, પાણી જે જરૂરી છે તેનું વજન આશરે 3થી 4 કીલો થવાની ય છે. શું આ ભાર મૂક્ત ભણતર છે?! આટલું વજન લઈ વાહનમાંથી ઉતરી શાળાએ આટલું વજન પીઠ પાઠળ ઉપાડી વાંકી કમરે જવાનું, તેમાં જો પોતાનો કલાસરૂમ ત્રીજા માળે હોય તો આટલું વજન લઈ ત્રણ માળનાં દાદર ચઢવાના!! વધુમાં હાલના પાઠય પુસ્તકોમાં જ જવાબ લખવાની જોગવાઈ હોય પાઠયપુસ્તક મોટું અને વજનદાર હોય, ઉપરાંત સાથે દરેક ભાષાનું વ્યાકરણ પુસ્તક અગલ… એટલે એક જ વિષયનાં ત્રણથી ચાર પુસ્તક- નોટબુક થાય. જે વજન વધારાનું કારણ છે.
દિવસનાં ઓછામાં ઓછા ચાર વિષયનાં જ પુસ્તકો લઈએ તો પણ સોળ પુસ્તકો થાય!! હાલની યોજના મુજબ પાઠય પુસ્તકમાં જ જવાબ લખવાનાં હોય આવા પુસ્તકો બીજા વર્ષે અન્ય વિદ્યાર્થીને વપરાશમાં આવતા નથી. સામાન્ય વર્ગ માટે પણ ભાર રૂપ ભણતર થયું. ખાનગી કરણની આ ઉપલબ્ધી છે. સરકારી તંત્ર ઉપરાંત વાલીઓ પણ આ બાબતે એટલા જ જવાબદાર છે. પોતાના સંતાનને પ્રેમ અને શાંતિથી સાંભળવા તેમની તકલીફ જેવી કે શાળાએ થી આવતા થાકી જવું આનંદમાં ન રહેવું કમરના દુખાવાની ફરિયાદ તેમજ અન્ય શૈક્ષણિક ફરિયાદ પર વિચારી યોગ્ય જણાય તો એકમ થઈ યોગ્ય જગ્યાએ રજૂઆત કરવી વાલીએ સજાગ રહેવાની જરૂર છે.
અમરોલી – બળવંત ટેલર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે