ભારત બૌધ્ધિક સંપત્તિના આંતરરાષ્ટ્રીય આંકમાં 55 દેશોમાં 42મા ક્રમે છે એમ ભારતની સૌથી પ્રતિષ્ઠિત સમાચાર સંસ્થા પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા પી.ટી.આઇ.એ. આ સપ્તાહમાં હેવાલમાં જણાવ્યું હતું. આ ક્ષેત્રે ભારત શું કરે છે તે પ્રયત્નોની સમાચારમાં પ્રશંસા કરવામાં આવી હતી, પણ ભારત 2021માં 40 મા સ્થાને હતું અને 2014માં 25મા સ્થાને હતું તેમાં તેનું આટલું પતન કેમ થયું તે આ સમાચારમાં જણાવાયું નથી. આ ક્ષેત્રે આપણે મોટી કામગીરી કરતા હોઇએ તો આપણો દેખાવ આટલો ભૂંડો કેમ? તેની વાત આ સમાચારમાં નથી કરી.
સ્માર્ટ સિટીના અંકની 2018માં યાદી બનાવવાની શરૂઆત થઇ હતી તે સમયે આપણી પાસે મુંબઇ, દિલ્હી, હૈદ્રાબાદ અને બેંગ્લુરુ એમ ચાર શહેર હતાં. સ્માર્ટ સિટી નક્કી કરવા માટે આરોગ્ય અને સુરક્ષા, અવસર, અવરજવરની સરળતા અને શાસન મહત્ત્વનાં છે. બેંગ્લુરુ 79મા સ્થાને હતું તે 93મા સ્થાને ગયું. મુંબઇ 78મા સ્થાને હતું તે દિલ્હી 68મા સ્થાન પરથી 89મા સ્થાને ગયું હતું અને હૈદ્રાબાદ 97મા સ્થાનેથી 92મા સ્થાને ગયું છે. ઇકોનોમિસ્ટના વૈશ્વિક જીવન પાત્ર અંકમાં ભારતનું દિલ્હી 110માંથી 118મા સ્થાને ગયું છે અને મુંબઇનું સ્થાન 115 પરથી ખસીને 124મા સ્થાને ગયું છે. જયાં આપણે ઉજળા દેખાવા માટે તલપાપડ હોઇએ છીએ ત્યાં એટલે કે ડેવોસ જેવા સ્થાને આપણે આ પછડાટ ખાઇએ છીએ.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ગ્લોબલ કમ્પેટેટિવનેસ ઇન્ડેકસ ભારત 40મા સ્થાન પરથી 68મા સ્થાને ગયું છે. જાતીય તફાવતના આંકમાં ભારતનું સ્થાન 114મું હતું તે 135 પર ગયું છે. ભારતનું ડિજિટલ નેટવર્ક કેટલું સસ્તું અને મહાન છે એમ આપણને કહેવાય છે પણ જે નથી કહેવાતું તે એ છે કે ઇન્ટરનેટ બંધ રાખવામાં ભારત વૈશ્વિક નેતા છે અને મોટા ભાગના સરકાર પ્રતિબંધ લાદેલા આ ઇન્ટરનેટ શટડાઉન લોકશાહીની માતાને ખોળે થાય છે. કાયદા શાસનના અંકમાં ભારત 66મા સ્થાને હતું તે 75મા સ્થાને છે.
તેનું કારણ સતત સરકારી સંસ્થાઓનો દુરુપયોગ અને વિરોધીઓને પતાવી દેવાનું કામ નિયમિત થયું હોવાના હેવાલ છે અને ભારતીય જનતા પક્ષના શાસન હેઠળનાં રાજયોમાં પોલીસો જે રીતે વિરોધ પક્ષના નેતાઓ પર હુમલા કરે છે. પવન ખેરા અને જિજ્ઞેશ મેવાણી તેના તાજેતરના દાખલા છે. અન્ય રાજયોમાં વિરોધ કરનારાઓને જામીન પર છોડવા પડે છે. આનાથી આપણને આશ્ચર્ય નથી થતું. ઉપખંડમાં આવી જ અંધાધૂંધી ચાલતી રહે છે. પરિસ્થિતિ કથળી રહી છે. વાણી સ્વાતંત્ર્યની વાતો થાય છે. પણ જયારે ટવીટર પરના પ્રતિબંધ ઉઠાવવાની માંગ એક જ વર્ષમાં હજારો પર પહોંચી ગઇ છે.
દેશની સૌથી મોટી લોકશાહીમાં સરકારની ખાસ કરીને વડા પ્રધાનની ટીકા હવે અસહ્ય બનતી જાય છે. ધંધો કરવાની સવલત વિશે તમે કયારેય સાંભળ્યું છે? ભારત ગ્લોબલ ઇકોનોમિક ફોરમની બજારનું નિયંત્રણ કરનારી ઇન્ડેકસમાં 120મા સ્થાને હતું તે 131મા સ્થાને પહોંચી ગયું છે. આવું ન થવું જોઇએ એવું કહેનાર કોઇ પત્રકાર આનો જવાબ નથી માંગતો. અગાઉ નિષ્ફળ રાજયોની ઇન્ડેકસ તરીકે ઓળખાતા અને હવે ફ્રેગાઇલ સ્ટેટસ ઇન્ડેકસ તરીકે ઓળખાતા ઇન્ડેકસ પર ભારત 2014થી સતત નીચે ગયું છે. આપણે સામાજિક સંગઠન અર્થતંત્ર અને રાજનીતિથી તમામ ક્ષેત્રે આપણું પતન થયું છે.
વર્લ્ડ બેંકના ધંધો કરવાની સરળતાના ઇન્ડેકસમાં સરકાર એકની એક વાત ગાયા કરે છે પણ તેમાં પણ વર્ષથી આપણે માટે ગરબડ થઇ છે. કારણ કે એવું જણાયું છે કે કેટલાક દેશો માહિતીમાં ઘાલમેલ કરે છે. જો કે ભારત પર શક નથી પણ એમાં પત્રકારોએ બીજી એક સમસ્યા બતાવી છે. ચોક્કસ કદથી વધુ મોટી માત્ર લિસ્ટેડ કંપનીઓ માટે જ અને બે શહેરો પૂરતી આ ઇન્ડેકસ છે અને મૂલ્યાંકન સાથે સ્હેજસાજ ફેરફાર કરી મૂલ્યાંકન વધારી શકાય છે. શું વાત કરીએ? આ યાદી પર પણ ભારતનું સ્થાન લાંબા સમયથી પડયું છે અને તેને મેં મારા એક પુસ્તક માટે લીધું છે અને પ્રત્યેક આવૃત્તિ માટે મારે માહિતીમાં ફેરફાર કરવા પડે છે. સાચી વાત તો એ છે કે રોજેરોજ કામગીરીનું મૂલ્યાંકન કરવું પડે છે પણ એવું કયાં થાય છે? પત્રકારોને કયાં ઊંડો અભ્યાસ કરવામાં રસ છે? ભારત જરૂરી પશ્ચાદ્ભૂ અને વિચાર વગર કયાંક ગોઠવાયું છે તેમ કહેવું અને સાચી વાત છુપાવવી રહી?
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.