આખા વિશ્વમાં સૌથી વધુ વસ્તી ભારતમાં છે. ભારત વિશ્વનું સૌથી મોટું બજાર બનવા જઈ રહ્યું છે. તેવું આ” The great power of Index 2024.મુજબ ૧૯ દેશોમાં ભારત ત્રીજું મોટું બજાર બનવાની હોડમાં છે. GDP દર એટલો વધી જશે કે જાપાન પાછળ રહી જશે. આ દાવો વાંચી એક ખ્યાલ કે સત્ય ફળશે કે અસત્ય બની જશે? માનવ સપનાં? આવા અનેક સવાલના જવાબ ભારતની હાલની પરિસ્થિતિ મુજબ સ્વાસ્થ્ય, આરોગ્ય બાબત ઘણી નબળી દેખાઈ રહી છે.બે વર્ષથી સતત ટીબીના કેસ વધી રહ્યા છે. અધૂરામાં પૂરું આજનાં વિદ્યાર્થીઓ કહો બાળકો કહો યુવા કહો કે વૃદ્વ કહો ડગલે ને પગલે હાર્ટ ફેલ સમાચાર મળી રહ્યા છે. શું આ મોટું બજાર? તેમાં પણ ગુજરાતમાં મોટો ધંધાનો કીમિયો પકડ્યો. તો શું બહારની ટેકનોલોજી અને યુવા શ્રમ લાવવો પડશે.
જ્યાં આરોગ્યની ચાવી નબળી હોય ત્યાં આયાતી ટેકનોલોજી લાવવી પડે છે.હાલમાં જ આપણે સ્પેન જોડે આવું જ કર્યું તે સત્ય નથી? ભારતની ધરતી પર અસ્વાસ્થ્યનાં બજારો લાગી જશે.જાપાન ભૂકંપથી ઘેરાયેલો દેશ છે.ત્યાંની હેલ્થ અને વ્યક્તિની જીવન જીવવાની ક્ષમતા કરતાં આપણી નબળી છે. જે દેશ સ્વાસ્થ્યમાં મજબૂત તે જ વિશ્વમાં સારો વિકાસ કરી શકે છે. હાલની આપણી પરિસ્થિતિ રસ્તાના ખાડા પૂરવાના ઝઘડા તેમજ મસ્જિદની નીચે મંદિર શોધવામાં જ સમય વેડફાઈ રહ્યો છે.દરેક મોટાં નગરોની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે તેવા હાલ ભ્રષ્ટ નેતાઓનાં કર્મ કરતૂતથી ઊભી થઈ છે. સત્યને વળગેલો વર્ગ દિવસે દિવસે ઘટતો જાય છે. જે ખોટ પુરાય તો ભારત આગળ નીકળી શકે છે.
તાપી – હરીશ ચૌધરી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.