Charchapatra

વિકાસ કઇ તરફ જઇ રહ્યો છે ?!

વિકાસ-વિકાસમાં જમીન ખલાસ (1) બુલેટ ટ્રેઇન ચાહે હજારો હેકટર ફળદ્રુપ્ત જમીન બરબાદ, ઉપરાંત હાલમાં મળતા સમાચાર મુજબ બુલેટ ટ્રેઇનના સુરતના અંત્રોલી સ્ટેશનના વિકાસ જેવી કે પારકીંગની સુવિધા તેમજ આજુ બાજુના વિસ્તારમાં વિકાસ માટે આ સ્ટેશન ફરતે 909 હેકટર વિસ્તારમાં સુડા દ્વારા પાંચ T.P સ્કીમ મંજુર, સ્ટેશન માટે પારકીંગની સુવિધા જરૂર છે પણ ત્યાં T.P સ્કીમની શુ જરૂરત? ડાયમન્ડ હબ ખાલી પડયું છે! (2) લિગ્નાઇટ કોલ પ્રોજેકટમાં આખુ મુંજવાલ ગામ જાય એવી સ્થિતિ, કામરેજના ઘલા, માંડવી તાલુકાનું મુંજવાલ, શેસવાડ બૌધાન ગામની 1600 હેકટ જમીન જશે.

(3) સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે તથા તેના વિકાસ માટે તથા ત્યાં પહોંચવા માટે ડબલ લેઇન રોડ બનાવવામાં જમીન ઉપરાંત હજારો વૃક્ષોનું છેદન જેમાં હજારો ગરીબ ખેડૂતોએ જમીન ગુમાવી (4) કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના રિપોર્ટ મુજબ ગુજરાતના દરિયા કાંઠે પ765-કી.મી.નું ધોવાણ થયું જે દરિયામાં મૂર્તિઓનું પધરાવવી ઉપરાંત નદીઓમાંથી આવતો આવો જ કચરો ઉપરાંત આ સ્થિતિ માટે ઔદ્યોગિક ગેરકાયદે માયનીંગ, વૃક્ષોનું છેદન જવાબદાર છે. સૌરાષ્ટ્રના 534 ગામોમાં 7 લાખ હેકટ જમીનમાં ખારાશ તથા 6690 જમીનનું ધોવાણ. આ મુજબ જમીન ઘટતા અનાજ ઉત્પાદન ઘટતા ભારતમાં સામાન્ય પરિવારનો ત્રિમાસિક ખર્ચ 2024 ના વર્ષે જે આંકડો 42000 હતો તે વધીને 56000 રૂપિયા થયો છે. આ બતાવી આપે છે કે સામાન્ય પરિવારને જીવન જીવવું આકરું થઇ રહ્યું છે.
અમરોલી          – બળવંત-ટેલર     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top