52 વર્ષની મારી ઉંમર છે. ઊર્દૂ મીડિયમમાં ભણયો છું. અને નવ વર્ષ સુધી ધાર્મિક શિક્ષણ મેળવ્યું છે અને ગુ.મિ. જેવી ‘મહાશાળા’નો એક અદનો વિદ્યાર્થી છું. પુષ્કળ વાંચન કર્યું છે. અરબી, ઊર્દૂ, ફારસી, હિંદી અને ગુજરાતી સારી રીતે જાણું છું. થોડીક અંગ્રેજી પણ આઝકલ કેટલાક શબ્દોને યોજનાબધ્ધ રીતે પ્રચલિત કરવામાં આવી રહ્યા છે. દા.ત. અશરાફ (અર્થાત ઉચ્ચ વર્ગના મુસ્લિમો) અજલાફ (મધ્યમવર્ગના મુસ્લિમો) અને અરઝાલ, (નિમ્ન વર્ગના મુસ્લિમો) (જુઓ દર્પણ પૂર્તિ, 5/7/23માં દિપક આશરનો લેખ) પરંતુ પરમ આશ્ચર્યની વાત એ છે કે આ શબ્દો મેં પહેલાં કયારેય નથી સાંભળ્યા.
પહેલી વખત મને આ શબ્દો વર્તમાન કેન્દ્ર સરકારના કોઇ મંત્રીના મુખે સંભળાયા હતા. અને હવે તેને દોહરાવવામાં આવી રહ્યાં છે. તો શું એ શકય છે કે જ્ઞાનની આટલી લાંબી મજલ કાપયા પછી પણ સમાજના વર્ગોને અભિવ્યકત કરતા શબ્દો જાણ બહાર રહી જાય ? તેમજ શું એ શકય છે કે એક માણસ અડધી સદી સુધી એક સમાજમાં રહે અને તેને વર્ગીકરણ વિશે જ ખબર નહીં પડે ? વાસ્તવમાં સંધી મીડિયા એવું ઠસાવવા માંગે છે કે જેવાં તથા જેટલાં દૂષણો હિંદુ સમાજમાં છે તેવા જ તથા તેટલા જ દૂષણો મુસ્લિમ સમાજમાં પણ છે. બરાબર વાત છે.
પરંતુ તેમાં કયાંકને કયાંક તફાવત પણ હોય છે. તફાવત એ છે કે હિંદુ સમાજનો જ્ઞાતિવાદ ‘શાસ્ત્ર સંમત’ છે. જયારે મુસ્લિમ સમાજનો જ્ઞાતિવાદ શાસ્ત્રસંમત નહીં, બલકે શાસ્ત્ર વિરોધી છે. ઇશ્લામ એકેશ્વરવાદની જેમ ‘એકમાનવવાદ’માં પણ માને છે . પરંતુ મુસ્લિમાં જયાં જયાં વસે છે ત્યાં ત્યાનાં દૂષણો પણ તેમની અંદર પેસી જતાં હોય છે. મુસ્લિમોમાં જ્ઞાતિવાદ બહુવા ભારતની પણ વ્યવસ્થાના લીધે જન્મ્યો છે. પરંતુ તે એવો જડબેસલાક નથી જેવો હિંદુ સમાજમાં છે. મુસ્લિમોની વિવિધ જ્ઞાતિઓ વચ્ચે રોટીવ્યવહાર તો આજે પણ મોજૂદ છે.
વાસ્તવમાં મુસ્લિમોમાં જ્ઞાતિવાદનું જે દૂષણ છે તે આર્થિક કારણોસર છે. જો કહેવાતા નિમ્નવર્ગના મુસ્લિમો આર્થિક રીતે સધ્ધર થઇ જાય તો ઉચ્ચ વર્ગના મુસ્લિમો તેમની સાથે ‘બેટી વ્યવહાર’ કરતાં પણ હવે તો જોવા મળી રહ્યા છે. કહેવાતા નિમ્નવર્ગના મુસ્લિમો હવે ધાર્મિક શિક્ષણ મેળવી આલિમ, હાફિઝ, મુફતી બની કયાંક ઇમામત કરી રહ્યા છે. તો કયાંક મદૂસો પઢાવી રહ્યા છો. મતલબ મુસ્લિમો પોતાના જ્ઞાતિવાદની ઉપરવટ જઇ શકે છે. પરંતુ હિંદુ સમાજમાં તો પણ બદલવા માટે જન્મારો બદલવો પડે તેવી સ્થિતિ છે. અંતે એ જ કહીશુ કે કોઇ મને જણાવશે કે અશરાફ, અજલાફ અને અરઝાલ જેવા શબ્દો કયાંથી આવ્યા ?
સુરત -અબરાર અહમદ રફઅત– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.