આ વાત કબીર સાહેબની છે, મારા જેવા ફકીરની નથી એટલે તો નહાવાની વાત આવે ને, આજે પણ કોઈ ધર્મ પરિવર્તન માટે જેહાદી જુલમ કરતું હોય એવું લાગે. ન્હાવાની વાત આવે, ને મા ના ધબ્બા પણ યાદ આવે ને ન્હાવા ટાણે કાઢેલા ભેંકડા પણ યાદ આવે. મા પણ એવી ખમીરવંતી કે, ભેંકડો તાણે તો ભલે તાણે, પણ ટીંગાટોળી કરીને પણ નાવણિયાનો પ્રવાસ તો કરાવે જ. પછી ભલે, મીઠી -મીઠી બચીઓ ભરીને ખરબચડી સૂરાવલી કાઢે કે, “મારો દીકરો ડાહ્યો પાટલે બેસીને નાહ્યો, પાટલો ગયો ખસી, ભઇલો પડ્યો હસી” પણ એક વાર ધોઈ તો નાંખે..! આજે પણ ઢાંઢા થયા તોયે બાળપણની પ્રીત ને ન્હાવાની ચીડ ભુલાઈ નથી. એટલે તો ન્હાય લેવાનો કોઈ જુલમ કરે ત્યારે, લાગી આવે બોસ..! પાકિસ્તાન ઉપર ‘એર સ્ટ્રાઈક’ કરતું હોય એવો આંચકો લાગે.! સંતો ચોખ્ખુંચટ કહી ગયા છે કે,
ન્હાયે-ધોયે કયા હુઆ, જો મનમેં મૈલ સમાય,
મીન સદા જલમેં રહૈ, ધોયે વાસ ન જાય…!
પણ એની જાતને, સમજે છે કોણ..? ન્હાવા માટે લાખ્ખો લીટર પાણીનો રોજનો બગાડો કરીએ, પણ માંકડું મનનો મેલ તેવો ને તેવો..! આતંકવાદીના પહેલગામના ક્રૂર પરાક્રમ પછી, ન્હાવા માટે તો ઠીક, ધોવા માટે પણ પાકિસ્તાન હવે હાંફે છે દાદૂ..! એમાં આપણે કરી પણ શું શકીએ? હાથનાં કર્યાં હૈયે તો વાગે જ ને? ચમનિયાને તો તમે ઓળખો, એ પોતે નહાવાનો મહા આળસુ, પણ બીજાને નવડાવવામાં મહા પાવરધો..! એવા નવડાવે કે એનો કોઈ મિત્ર ગંદો-ગોબળો નહિ લાગે..! વારંવારના ન્હાયને બધા મિત્રો બગલારૂપી જ દેખાય.! ચમનિયાને પોતાને ન્હાવાની વાત આવે ત્યારે, ગળામાં આખેઆખી અખરોટ હલવાઈ ગઈ હોય એવા ચીહાળા નાંખે..!
રીતસરનાં ધીંગાણાં કરે ને આપણો ગુજરાતી એટલે, મહા તેજીલો..! કોઈ એને નવડાવી જાય, એ ફાવે જ નહિ..! નહાવામાં કેટલો પાણી-શેમ્પુ-સાબુનો ધુમાડો/બગાડો થાય, એનો હિસાબ કાઢે. ન્હાય લેવા માટે કોઈ જુલમ કરે તો, બ્રહ્મજ્ઞાન કાઢે કે, તનનો મેલ કાઢવા કરતાં મનના મેલ કાઢો ને બાવા..? એમાં આજની પેઢીની તો વાત જ નહિ પૂછવી..! આજની પેઢી એટલે મોબાઈલ પણ સ્માર્ટ ને પેઢી પણ સ્માર્ટ…! સાલ્લી..પ્રગટ થાય છે કે, Download થાય છે, એ જ નહિ સમજાય..! એમાં ચમનિયાનો ચંપુ એટલે, સ્નાન માટે તો ઠીક, સ્નાન-સૂતક માટે પણ વૈજ્ઞાનિક આધાર માંગે..!
સ્નાન કરવું, ક્યારે કરવું, કેટલી વખત કરવું, આ બધું શાસ્ત્રમાં ખરું, પણ એના કપાળમાં કાંદા ફોડું, ‘સમજાવ્યા છતાં સમજે નહિ, એ રસીલી જાત…!’શાસ્ત્રનો પણ પુરાવો માંગે..! એને કોણ સમજાવે કે, જેમ ચોથ-ચૌદશ-નોમ-અમાસ કે ચોઘડિયા ટાણે અદબ રાખવાની એવી સ્નાન માટે પણ રાખવી પડે. બાકી પૂર્વજોએ તો સ્નાન માટે પણ શાસ્ત્રોક્ત નિયમ બનાવેલા. ન્હાવા માટે મરજીમાં આવે ત્યારે જ નાવણિયા ઉપર હુમલો નહિ કરાય. એક વાર તો ચમનિયાએ ચંપુને, એની ભાષામાં સમજાવેલો કે, “બેટા…! રોજ ન્હાઈયે તો લગન માટે છોકરી સારી મળે…! તો ચંપુએ વળતો હુમલો કરેલો કે ‘તમારા વખતે આ સ્કીમ નહિ હતી કે શું?’ એના કપાળમાં કાંદા ફોડું..!”
સીધીસટ વાત છે કે, ન્હાવાથી શરીર ચોખ્ખું રહે. થયું એવું કે, નહાવાને બહાને કેટલાંક તો ‘બાથરૂમ સિંગર’થઇ ગયા. મેલ જાય તેલ લેવા, ગળાનું ગરનાળું જ સાફ કર્યું..! અમુક તો સુરજ માથે ચઢ્યો હોય ત્યારે પ્રભાતિયાં લલકારતાં Bathમબાથી કરે..! કોણ સમજાવે કે, શરીર ભીનું કરવાથી કે, અરીસા સામે ઊભા રહીને, અરીસામાં પાણી છાંટી દેવાથી સ્નાન થતું નથી. પણ એટલું સમજે છે તે સારું છે કે, રસોડામાં બેસીને સ્નાન થતું નથી! ન્હાવા માટે નાવણિયામાં જાતે જઈને જ શ્રમદાન કરવું પડે!
જે લોકોની દાઢમાં હજી અંગ્રેજોના વહીવટનો સ્વાદ વળગેલો છે, એમને ખબર નથી કે, અંગ્રેજોના સમયમાં પ્રાત:વિધિ માટે, સવારે ઊઠયા એટલે લોટાના સહારે નદી-તળાવ કે ખંધકાના દર્શને જ જવું પડતું, એમાં એક ઉપર એક ફ્રીની સવલતવાળું ‘પેકેજ’પણ મળતું! ઘર-ઘર શૌચાલય તો હમણાં આવ્યાં. બાકી અંગ્રેજો કે જમાનેમેં….તાજ મહાલ, કુતુબ મિનાર કે કિલ્લાઓ બાંધવાની ‘સેન્સ’હતી, પણ ગરીબોના ઘરમાં સ્નાનાગાર કે શૌચક્રિયાની સવલતોનો અભાવ હતો. લોકો ઘરનું ખાતા ને ‘બાહ્યાગાર’માં જતા. વિકાસ એવો ફાટ્યો કે, હવે બહારનું ખાઈને ઘરમાં લોટા રાખતા થયા..! ઘર ઘર ગેસના ચૂલ્હાની માફક, ઘર ઘર શૌચાલય..!
બાકી, હિંદુ શાસ્ત્રમાં ચાર નામથી સ્નાન ઓળખાય. મુનિ સ્નાન, દેવ સ્નાન, માનવ સ્નાન અને રાક્ષસ સ્નાન..! ( ટેન્શન નહિ લેતાં, એ બધા સ્નાન હું સમજાવવાનો નથી ) આપણું સ્નાન કઈ કેટેગરીમાં આવે એ આપણે જ નક્કી કરવાનું..! આજે તો ન્હાયા તો ન્હાયા, નહિ તો રામ તારી માયા..! એ તો સારું છે કે, પોતે સ્નાન કરે ત્યાં સુધી સૂર્યોદય રોકવાની લગામ હાથમાં નથી, નહિ તો રાતે પણ સૂર્યોદય કાઢે..! માણસ ગમે એટલો ખમતીધર હોય, પણ ન્હાવા માટેનો અડધો કલાકનો નાવણિયાનો જેલવાસ તો જાતે જ ભોગવવો પડે. તંઈઈઈઈ..? બાકી, શોધો તો એવા પણ મળે જે, ‘સાપ્તાહિક એકસપ્રેસ’ની માફક SUNDAY TO SUNADAYએ જ માથાબોળ ન્હાતા હોય. વળી એવો પણ ફાંકો રાખતા હોય કે, તન જાય તેલ પીવા, મન સુંદર રહેવું જોઈએ. શરીર તો છેલ્લે બળવાનું જ છે ને..?
લાસ્ટ બોલ
લખાણ ખોટાં હોય તો સુધારી શકાય. પણ લખ્ખણ ખોટાં હોય તો સુધારી શકાતાં નથી. કાળજી એટલી જ રાખવાની કે, એટલી બધી ભૂલો નહિ કરવાની કે, પેન્સિલ પહેલાં રબર ઘસાઈ જાય..!
તારા કપાળમાં કાંદા ફોડું…!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.