Charchapatra

હાઈટેક મશીનોમાં બનેલું અધધ કપડું વેચવું ક્યાં?

છેલ્લાં કેટલાંય વર્ષોથી કાપડ  ઉદ્યોગમાં મંદી આવતી રહે છે. આ વખતની મંદી ભયંકર છે, જે ઉત્પાદકો બે દિવસની રજા પાડી પ્રોડક્શન ઓછું કરવાનો પ્રયાસ કરે છે કાપડ ઉદ્યોગમાં મંદી હવે કાયમી ઘર કરી ગઈ છે.   હાઈટેક મશીનો રેપિયર , એર જેટ, વોટર જેટ જેવાં મશીનો વધતાં જાય છે. પાવર લુમ્સ કરતાં સરેરાશ  પાંચ-છ ગણું ઉત્પાદન આપતા ં આવાં મશીનોના કારણે ઓવર પ્રોડક્શન અનેકઘણું વધી જતાં હવે કાપડનો સ્ટોક થાય છે. આપણી નિકાસ નીતિના અભાવે કાપડ નિકાસ થઈ શકતું નથી.   જંગી ઉત્પાદન ક્યાં વેચવું તે મોટો પ્રશ્ન છે.

જો કોઈ હવે  નવા મશીનનો પ્રોજેક્ટ નાખવા વિચારી રહ્યા હોય તો તેઓએ હવે સમજી વિચારીને કામ કરવું જોઈએ. મશીન નાખ્યા પછી તેનું ઉત્પાદન વેચવાની પહેલાં તૈયારી કરી લેવી જોઈએ અને પછી જ જો કાપડ વેચી શકવાની ક્ષમતા હોય તો જ મશીનો નાખવાં જોઈએ. કરોડો રૂપિયાના રોકાણ પછી પણ જો મશીનનો ઉત્પાદન થયેલો માલ વેચાતો જ ના હોય તો પછી એ કપડું વેચવું ક્યાં? એવા સમયે જો મશીનરી  યાર્ન ખરીદી પર જો લોન હોય તો પછી ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. હાલના સમયમાં સમજી વિચારીને કામ કરવું તેમાં જ સલામતી છે.
સુરત     – વિજય  તુઈવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top