Entertainment

તુમ કહાં… સમેંથા

ભિનેત્રી પરણી જાય તો તેની કારકિર્દી ધીમી પડે કે છૂટાછેડા લે તો એવું બને? આ પ્રશ્નનો જવાબ સરળ નથી કારણ કે કારકિર્દી પુરી થવા આવી હોય ત્યારે પરણે તો કારકિર્દી ધીમી પડવાનો પ્રશ્ન નથી અને એ ઉંમરે છૂટાછેડા લઇને કારકિર્દી આગળ વધારવા માંગે તો ય તેની ડિમાંડ હોય તો શકય છે. ડિમ્પલ કાપડિયાની કારકિર્દી પરણવાથી પૂરી થયેલી અને બે બાળકોની મા બન્યા પછી રાજેશ ખન્નાથી અલગ થઇ અને કારકિર્દી બની ગયેલી. હજુ એવા બીજા દાખલાઓ છે અને નવો દાખલો બનવા સમેંથા રુત પ્રભુ તૈયાર છે. નાગ ચૈતન્ય સાથે તે પરણેલી તેની હિન્દી ફિલ્મોવાળાને બહુ ખબર નહોતી કારણ કે ત્યારે તે ફકત સાઉથની ફિલ્મોમાં જ કામ કરતી અને છૂટાછેડા લીધા ત્યારે તે હિન્દી ફિલ્મોમાં આવી ચૂકી હતી. જો કે સાઉથની સ્ટાર, સાઉથના સ્ટાર સાથે પરણે કે છૂટાછેડા લે તેની હિન્દી ફિલ્મોનાં મેગેઝીનોમાં બહુ ચર્ચા ન થાય. સામંથાને તો તેનાથી ફાયદો જ થાય અને બોડી ફિગર અને બ્યુટી સાચવ્યા હોય તો તેને કુંવારી તરીકે પણ માની લે. સામેંથા સાથે છૂટાછેડા લેનારો નાગ ચૈતન્ય તો હમણાં શોભિતા ધૂલિપાલિયાને પરણી યે ગયો અને સમેંથા હમણાં લગ્નની વાત પણ નથી કરતી. સમેંથાની ફિલ્મ કારકિદરીને 14 વર્ષ થઇ ગયા છે. આજના સમયમાં આટલા વર્ષ તો ઘણાં કહેવાય. આ દરમ્યાન તે 50થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. નિર્માત્રી તરીકે તે એક ટી.વી. સિરીયલ બનાવી ચૂકી છે જેનું દિગ્દર્શન પણ તેણે જ કરેલું અને હવે બીજી એક ફિલ્મનું નિર્માણ ચાલુ છે. મતલબ કે તે પોતાની રીતે રસ્તો કરી લે એવી છે. હિન્દી ફિલ્મો અને ટી.વી.માં પણ તે એટલે જ કામ કરી રહી છે. 2021માં તેની ‘ધ ફેમિલી મેન’ ટી.વી. શ્રેણી આવી હતી. હમણાં ‘સિટાડેલ હની બન્ની’માં પણ તે હની તરીકે હતી. ‘પુષ્પા: ધ રાઇઝ’ ભાગ-1માં પણ તે હતી. સમેંથા હવે ડબ્ડ થયેલી ફિલ્મોથી હિન્દીના પ્રેક્ષકોમાં નામ કરવા માંગતી નથી. એટલે ‘રક્ત બ્રહ્માંડ’ નામની વેબ સિરીઝમાં તે વામિકા ગબ્બી અને અલી ફઝલ સાથે કામ કરે છે. એટલે દિગ્દર્શીત ‘એએએ’માં તે અલ્લુ અર્જુન, દિશા પટની સાથે આવી રહી છે. સમેંથા બીજા લગ્ન ક્યારે કરશે તે મુદ્દો જ ચર્ચામાં નથી, મુદ્દો એ છે કે હિન્દીમાં તે જગ્યા બનાવશે કે નહીં. સાઉથની ઘણી અભિનેત્રીઓ હમણાં હિન્દી ફિલ્મોના માર્ગે છે અને તેમાં રશ્મિકા મંદાના કદાચ સહુથી આગળ છે પણ સમેંથા કહે છે કે રાહ જુઓ, મારા પોકેટમાં પણ ઘણું છે. સામંથા હિન્દી ફિલ્મોમાં કામ મેળવવા ગમે તે હદે જાય તેવી ય નથી. હમણાં જ કિર્થી સુરેશે કહ્યું કે ‘બેબી જ્હોન’માં મને કામ અપાવવામાં સામંથાની જ ભૂમિકા છે. તેણે જ એટલીને કહ્યું હતું કે ‘થેરી’ની રિમેકમાં એટલે કે ‘બેબી જ્હોન’માં કિર્તીને જ લો. મૂળ ‘થેરી’માં સમેંથા હતી તો ય તેણે કિર્થીને કામ અપાવ્યું. સમેંથા હિન્દીમાં બહુ સમજદારીથી આગળ વધી રહી છે. સમેંથા હમણાં લગ્નની વાત પણ નથી કરતી. સમેંથાની ફિલ્મ કારકિદરીને 14 વર્ષ થઇ ગયા છે. •

\

Most Popular

To Top