શનિવારે ફરી ઇંધણના ભાવ વધ્યા. છેલ્લા બાર દિવસમાં દસમી વાર, પણ આ મીડિયામાં ખાસ ચર્ચાનો વિષય નથી. વિરોધ પક્ષોએ ફુગાવાના મુદ્દાને ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે, જે ઘણી મોજણીઓના દાવા મુજબ ભારતીયો માટે બેરોજગારી સાથે સૌથી મહત્ત્વનો મુદ્દો છે. કોઇ કારણસર આ મુદ્દા પર અત્યારે કોઇ ચર્ચા નથી થતી. કર્ણાટકમાં કોંગ્રેસે ગયા સપ્તાહે કહ્યું કે એ ચિંતાનો વિષય છે કે લોકો સાથે સંલગ્ન મુદ્દાઓની કોમી તત્ત્વોએ જગાવેલા ગાંડપણમાં અવગણના થાય છે અને આપણે માત્ર ભડકામણા પ્રશ્નો જ ઉઠાવી શકીએ છીએ. આમ છતાં અમે માત્ર લોકોના ટેકાથી જ આગળ વધી શકીએ. મતલબ કે લોકોમાં મોંઘવારીનો વિરોધ કરવામાં ભાગ્યે જ કંઇ ઉત્સાહ છે. કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જનતા દળના એલ.ડી. કુમારસ્વામીએ કહ્યું હતું કે મોદીના રાજમાં લોકો સમૃધ્ધ છે તેથી જ કદાચ તેઓ મોંઘવારીનો વિરોધ નથી કરતા. બેરોજગારીની પણ આ જ વાત છે. ૨૦૧૯ ની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે કરેલી એક મોજણીમાં જણાવાયું છે કે ૨૦૧૮ માં બેરોજગારી ૫૦ વર્ષમાં સૌથી વધુ એટલે કે છ ટકા હતી.
છેલ્લાં ચાર વર્ષથી બેરોજગારી આ પ્રમાણથી વધુ રહી છે પણ રાંધણ ગેસના ભાવની જેમ તે પણ રાજકારણનો વિષય બનવાની નથી. વિરોધપક્ષો લોકોના હિતની વાત હોય તેમાં પણ કેમ લોકોનો ટેકો મેળવી શકતા નથી એ તપાસનો વિષય છે. આ બાબતમાં પહેલો અવરોધ પત્રકારો છે. ભારતીય પત્રકારત્વનું માળખું એ છે કે તે સરકાર પર ભારે આધાર રાખે છે. તેણે સરકાર પર લાયસંસો માટે, જાહેરાતો માટે અને અન્ય મહેરબાની માટે આધાર રાખવો પડે છે. ભારતમાં પ્રસાર માધ્યમો કોર્પોરેટરોની માલિકીની છે જેની પાસે અન્ય ઘણી કંપનીઓ છે અને તેઓ તેમના પ્રસાર માધ્યમોને પોતાના વિશાળતર ધંધાદારી હિતોના વિસ્તરણ તરીકે જુએ છે. આથી જ તેમાંના મોટા ભાગના સરકારી મુખપત્ર જેવાં લાગે છે. કદાચ આથી જ શાસક પક્ષને પોતે કોઇના દબાણનો અનુભવ નથી થતો. પણ હળવાશ અનુભવનાર તે એકમાત્ર નથી.
વિરોધપક્ષના નેતાઓ શાસક પક્ષ સામે લોકોને ચેતનવંતા કરી શકતા નથી. કદાચ આ સાચું છે પણ સમગ્રતયા સાચું નથી. ભારતીય જનતા પક્ષ તમામ રાજયોમાં વિજેતા નથી થયો અને તે સમાજ પર સંપૂર્ણ વર્ચસ્વધારી છે એમ કહેવું ખોટું છે. વિરોધપક્ષ માટે થોડો અપકાર છે પણ આ મુદ્દા પર તેને લોકો ટેકોનો છે એમ ન કહી શકાય. પાકિસ્તાનમાં ઇમરાનખાનની સરકાર લોકોમાં અળખામણી થઇ ગઇ છે અને ફુગાવાને કારણે તેનું પતન થયું છે. ભારતમાં ઇંધણના ભાવ પાકિસ્તાન કરતાં ઓછા છે તેથી સરકારની લોકપ્રિયતા ટકી રહી છે. આ અસાધારણ ઘટના માટે આપણે બીજું કયું કારણ આપી શકીએ? વિરોધપક્ષ શું કહે છે તે આપણે ફરી સાંભળીએ.
કર્ણાટકમાં શ્રીમદ્ ભગવત્ ગીતા શાળામાં દાખલ કરવા પર, હિજાબ પર પ્રતિબંધ મૂકવા પર અને મુસ્લિમ છોકરીઓને શાળા બહાર રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. કાશ્મીર પરથી એક ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા પર, હલાલમાંથી પર પ્રતિબંધ મૂકવાનું, તેમજ મંદિરોના ઉત્સવમાં બિનહિંદુઓને વેપાર કરતા રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. લોકોમાં રસ જગાવે એવા આ મુદ્દા છે એમાં કોઇ શક નથી. પ્રસાર માધ્યમો તેની પાછળ કેટલો સમય બગાડે છે તે જોઇએ તો આ ચોકકસપણે પ્રાધાન્ય ભોગવતા પ્રશ્નો ઘણા માટે વધુ અગત્યના છે અને ઇંધણના ભાવ અને બેરોજગારી કરતાં વધુ ભારતીય છે. શાસક પક્ષ કોમી મુદ્દા આગળ કરીને આ વાત કરે છે. વિરોધ પક્ષોને કોમવાદ સિવાયના કોઇ મુદ્દાઓમાં ભાર દેખાતો નથી. આવું કયાં સુધી ચાલશે? એનાથી આપણું ભવિષ્ય શું?
લગભગ બે વર્ષ પહેલાં મેં એક પુસ્તક લખ્યું હતું જેનો મુખ્ય વિચાર એ હતો કે હિંદુત્વને કોઇ ધ્યેય નથી. તેને બંધારણમાં ધરમૂળથી ફેરફાર કરવો નથી કે બંધારણ રદ કરવું નથી. કારણ કે વર્તમાન કાયદામાં તેને જે કરવું છે તે કરવાની છૂટ છે. તેને તો કોમવાદનું વલોણું કરવું છે. કોઇ ને કોઇ મસાલો મળી જ આવે છે. આજે માંસ, તો કાલે નમાઝ તો ત્રીજે દિવસે ખ્રિસ્તીઓની રવિવારની પ્રાર્થના. ચોથે દિવસે હિજાબ, પાંચમા દિવસે હલાલ અને છઠ્ઠે દિવસે લવ જેહાદ. તા. બીજી એપ્રિલે ઉત્તર પ્રદેશે જાહેર કર્યું કે તા. ૧૦ મી એપ્રિલે નવરાત્રનું સમાપન થાય ત્યાં સુધી માંસની તમામ દુકાનો બંધ રહેશે. કેમ? કારણ કે અન્ય લોકો માંસ ખરીદીને ખાય તો હિંદુઓની લાગણી દુભાય. આવી બાબતોની કોઇ તંગી નહીં પડે અને આપણે આપણી લઘુમતીઓ પર જુલમ કરવાનો છે અને તેથી આવું ચાલુ રાખવાવાળા આવશે. ભારત લોકશાહી રાષ્ટ્ર છે તેથી આપણું પ્રવચન અપ્રમાણસર રીતે પરાજય પર કેન્દ્રિત રહેશે. ચૂંટણી પછી અને બે ચૂંટણીઓ વચ્ચે શું બને છે તેના પર કોઇ ધ્યાન અપાતું નથી. એક લેખક માટે ભારત વર્તમાન કાળમાં ખૂબ જ અને મોહ પમાડે તેવી સામગ્રી પૂરી પાડે છે પણ એક નાગરિક તરીકે આપણે કયાં આવ્યા છીએ તે જોતાં હૃદય બેસી જાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.