Charchapatra

ક્યાં છે નિયમો ક્યાં છે કાયદાઓ

ડ્રાય ગુજરાતમાં ગુજરાત કયો ડ્રાય છે. જીઇબી પાવર હાઉસમાં વોચમેનો દારૂ પીને છાકટા બનેલા જોવા મળે છે. અહી સિક્યુરીટીના લાયસન્સ દવાની દુકાન જેમ આપવા આવે છે. એજન્સી કોઇની ને તેને ચલાવવાવાળા કોઇ હોય છે. પીપીઓ નંબર ધારેક સર્વિસમેન કહેવાય છે.  પરંતુ અહીં તો ભગોડાની નિમણુક કરવામા આવે છે. જે બીજા રાજ્યમાં થતી નથી. કેટલાકનુ પોલીસ વેરી ક્રિએશન પણ લેવામા આવતુ નથી. લેબર ડીપાર્ટમેન્ટ ઉંઘતુ રહેશે. જેથી કેટલાકનુ પોલીસ વેરીફિકેશન પણ લેવામા આવતુ નથી. લેબર ડીપાર્ટમેન્ટ ઉઘતુ રહે છે. જેથી લઘુતમ વેતન ધારા પાલન પણ થતુ નથી. અધિકારી કોઇ બાબતનુ ધ્યાન આપતા નથી. કોન્ટ્રાક્ટરો પોતાની મસ્તીમાં હોય છે. સરકારી એકમોમા બાર કલાક નોકરી વેલીડ નથી. તો અહીંયા તો સોળ કલાક નોકરી લેવામા આવે છે. અહીં મજુર કાયદા ઘોળીને પી જવામા આવે છે. આવુ ચાલતુ હોવા છતા લાગતા વળગતા ખાતા અધિકારી ધ્યાન આપતા નથી. અહીં વીકલી ઓફ આવતો નથી. ટૂંકમાં અહીં સરકારી કાયદો ચાલતો નથી.
સુરત     – એક નાગરિક         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top