ગુજરાતમાં નવા મુખ્યમંત્રીશ્રી નિમણૂંક પામી ચુકયા છે. આ લખાય છે ત્યારે નવું મંત્રીમંડળ રચવાની ગતિવિધી ચાલે છે. ભારતમાં સંસદીય લોકશાહી, પ્રતિનિધી લોકશાહીના સિધ્ધાંતો મુજબ ચાલે છે. અઢારમી સદીમાં જેનું ઘડતર થયું તેવી વ્યવસ્થાઓથી એકવીસમી સદી ચાલે છે. આ પ્રતિનિધી લોકશાહીના વ્યવહારીક સ્વરૂપમાં અનેક ફાયદા છે તો અનેક ગેરફાયદા છે. અને આપણે સૌ જાણીએ છીએ અનુભવીએ છીએ કે એકવાર ચુંટણીમાં વોટ આપ્યા પછી ફરીથી ચુંટણી કરવાની ન આવે ત્યાં સુધી નેતાઓ લોકોને તો પુછવા જ નથી આવતા! કે તમારી શું ઇચ્છા છે! પક્ષ ભાજપ હોય કે કોંગ્રેસ!
કેટલાક લક્ષણો ભારતની તમામ રાજકીય પાર્ટીના ચુંટાયેલા નેતાઓના એક સરખા જ છે! અને આગળથી આવુ જ ચાલ્યુ આવે છે ના નામે કોઇ આ પરંપરા બદલવા પણ નથી માંગતું. માટે જ રાજયને નવા મુખ્યમંત્રી આપવાના હોય કે જૂનાને બદલવાના હોય…. પણ ચુંટણી વખતે છાપા, ટીવી, પોસ્ટરોમાં લોકોને પોતાને મત આપવા માંગ કરતા નેતાઓ ચુંટાયા પછી પ્રજા મત જાણવા જ નથી માંગતા! હા, કેટલાક નેતાઓ હમણાં હમણાં મા’ ‘અમે કાર્યકર્તાઓને પૂછયું’…. ‘અમે સર્વે કર્યો’… ‘અમે મેસેજ દ્વારા ફોન દ્વારા પૂછયુ’ એવું કહે છે ખરા…. પણ આમાના કશાના આધાર ભૂલ પુરાવા આપતા નથી. અથવા આવો કોઇ જાહેર સર્વે કે અભિપ્રાય માંગવામાં આવતો આપણે જોયો નથી.
દુનિયાના અગ્રણી લોકશાહી દેશોમાં છેલ્લા વર્ષોમાં લોકમતને વધુને વધુ સ્વિકૃતિ આપવામાં આવી રહી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રગતિનો પ્રજાને લોકશાહીમાં ભાગીદાર કરવા વધારે ઉપયોગ થઇ રહ્યો છે. બ્રિટને યુરોપીયન સમુદાયમાં રહેવું કે નિકળી જવું’ આ બાબતનો નિર્ણય માત્ર ત્રણચાર ચુંટાયેલા નેતાઓએ ન લીધો પણ સમગ્ર બ્રિટનમાં તેનો લોકમત લેવાયો. અને પ્રજાએ જયારે પોતાનો ત આવ્યો ત્યારે રાષ્ટ્રવાદ, એકતા…. મત ચોકકસ રીતે જ આપવાના દબાણો ન થયા. લોકોએ જાતે જ વિચારોને મત આપ્યો! અને વળી નવી ચુંટણીમાં એવી પાર્ટી, એવા નેતાને જ મત આપ્યો જે આ ‘બ્રેકિઝટ’ પ્રક્રિયા પુરી કરે!
આવુ એકમાત્ર બન્યુ છે એવું નથી. એકતો યુરોપીયન લોકશાહી દિવસે દિવસે પરિપકવ થતી જાય છે. વળી ત્યાં સમાજ અને અર્થતંત્ર પર રાજનેતાઓનું આટલું નિયંત્રણ નથી. પોલીસખાતુ નેતાઓના આદેશો મુજબ ચાલતુ નથી પણ કાયદા મુજબ ચાલે છે અને પ્રજા પણ લોકભાગીદારીને બરાબર સમજે છે માટે નેતાઓને પ્રશ્ન કરે છે ત્યાં આઇ.એસ. ઓફીસરો નકકી નથી કરતા કે શાળા – કોલેજોમાં વેકેશન કયારે પડશે! લોકડાઉન કેવી રીતે કામ કરશે! ખેડૂતો ખેતરમાં શું ઊગાડશે અને કયાં વેચશે!… માટે પ્રજા જ તેમના નેતાઓને પ્રશ્ન કરે છે. અને નેતાઓ કોઇપણ મોટા નિર્ણય લેતા પહેલા પ્રજાનો મત જાણે છે. ગયા વર્ષોમાં ફોઉસમાં ટેક્ષના વધારા બાબતે લાંબો સમય પ્રજાએ આંદોલન કર્યું! અને સરકારે ટેક્ષ બાબતે પુર્નવિચાર પણ કર્યો! આપણે પણ નેતાઓ, ચેનલો છાશવારે મનોરંજક વિષય ઉપર અથવા ગંભીરમુદ્દા પર મનોરંજક રીતે મિસકોલથી કે એસ.એમ.એસ. દ્વારા પ્રજામત માંગે છે. લોકો વોટ આપે પણ છે. પણ તે માત્ર ગમ્મત હોય છે. તેની નિર્ણયો પર કોઇ અસર હોતી નથી! પ્રજાને તો પાંચ વર્ષ સુધી તમાશો જ જોવાનો હોય છે!
જરા વિચારો ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં જે સ્થિતિ સર્જાઇ તે બાદ લોકો જ રસ્તા ઉતર્યા હોત! મુખ્યમંત્રીશ્રી કે મંત્રીમંડળના સભ્યો જયાં જાય ત્યાં વિરોધ પ્રદર્શન કર્યા હોત. પોસ્ટર લગાડયા હોત… અને રાજીનામાની માંગ કરી હોત! તો? તો ચોકકસ આ દેખાવકારો વિરુધ્ધ એપેડમીક એકટ મુજબ કાર્યવાહી થઇ હોત! મેસેજ ફોરવર્ડ કરનારા વિરુધ્ધ પણ પગલા લેવાયા હોત… બીજુ તો કાંઇ ન થયું હોત તો પણ વિરોધ પ્રદર્શન તો ન જ થવા દીધા હોત! અને હવે જયારે પ્રજાએ કશું જ કર્યુ નથી. માંગણી કરી નથી.
રોજીંદા જીવનને સામાન્ય કરવામાં લોકો કામે લાગી ગયા છે ત્યારે પોતાના સત્તાના ગણિતો, આવનારી ચુંટણીના લાભાલાભની ગણતરી કરીને મુખ્યમંત્રીશ્રી અને મંત્રીમંડળનું રાજીનામુ લઇ લેવાયું. અને આ લખાય છે ત્યારે નવા મંત્રી મંડળને બનાવી પણ દીધુ. આ વાંક ભાજપનો નથી, આ જ કોંગ્રેસ પણ કરતી હતી. પણ આપણી પ્રતિનિધિ લોકશાહીમાં – કાયદામાં જ આ નથી. કે મુખ્યમંત્રી મંત્રીમંડળ સાથે રાજીનામુ આપે તો કાં તો ફકત ચૂંટણી કરવી અથવા પ્રજાનો મતલઇ નવા મંત્રી અને મંત્રીમંડળની વરણી કરવી. આતો પ્રજાએ તમાશો જોવાનો અને સત્તાધારીપક્ષ મરજી મુજબની ફેરબદલ કરે એમાં પ્રજાનાં પાંચ દસ કરોડ ખર્ચી નાખવાના.
ચુંટણીમાં એક પાર્ટીમાંથી જીતેલો ઉમેદવાર આખી ટર્મ પુરી કર્યા પહેલા જ પોતાના સ્વાર્થ અને સત્તાની લાલચ માટે રાજીનામુ આપે અને પ્રજાએ તમાશો જોવાનો. તેનો કોઇ વાંક ન હોય તો પણ પેટા ચુંટણીમાં જોડાવાનું, ચુંટણીનો ખર્ચ ઉઠાવવાનો! ચુંટણી થાય એ બે મહિના જે તે વિધાનસભા કે લોકસભા ક્ષેત્રમાં બધા જ સરકારી કામ અટકી જાય!આવું જ અત્યારે થયું છે. આવું જ કોંગ્રેસમાં થતુ હતું! આવું જ અંગ્રેજો કરતા હતા. વાયસરોય બદલતા. ગુલામ પ્રજાએ તો હુકમ જ માનવાના હુકમ કરવાના નહિ… યુવાન ઉદ્યોગપતિ કવિ સ્વ. બાલુ પટેલનો શેર યાદ આવે છે.‘લોકશાહીમાં લોકો કયાં છે?’ બધે છે પ્રધાન છલોછલ. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
ગુજરાતમાં નવા મુખ્યમંત્રીશ્રી નિમણૂંક પામી ચુકયા છે. આ લખાય છે ત્યારે નવું મંત્રીમંડળ રચવાની ગતિવિધી ચાલે છે. ભારતમાં સંસદીય લોકશાહી, પ્રતિનિધી લોકશાહીના સિધ્ધાંતો મુજબ ચાલે છે. અઢારમી સદીમાં જેનું ઘડતર થયું તેવી વ્યવસ્થાઓથી એકવીસમી સદી ચાલે છે. આ પ્રતિનિધી લોકશાહીના વ્યવહારીક સ્વરૂપમાં અનેક ફાયદા છે તો અનેક ગેરફાયદા છે. અને આપણે સૌ જાણીએ છીએ અનુભવીએ છીએ કે એકવાર ચુંટણીમાં વોટ આપ્યા પછી ફરીથી ચુંટણી કરવાની ન આવે ત્યાં સુધી નેતાઓ લોકોને તો પુછવા જ નથી આવતા! કે તમારી શું ઇચ્છા છે! પક્ષ ભાજપ હોય કે કોંગ્રેસ!
કેટલાક લક્ષણો ભારતની તમામ રાજકીય પાર્ટીના ચુંટાયેલા નેતાઓના એક સરખા જ છે! અને આગળથી આવુ જ ચાલ્યુ આવે છે ના નામે કોઇ આ પરંપરા બદલવા પણ નથી માંગતું. માટે જ રાજયને નવા મુખ્યમંત્રી આપવાના હોય કે જૂનાને બદલવાના હોય…. પણ ચુંટણી વખતે છાપા, ટીવી, પોસ્ટરોમાં લોકોને પોતાને મત આપવા માંગ કરતા નેતાઓ ચુંટાયા પછી પ્રજા મત જાણવા જ નથી માંગતા! હા, કેટલાક નેતાઓ હમણાં હમણાં મા’ ‘અમે કાર્યકર્તાઓને પૂછયું’…. ‘અમે સર્વે કર્યો’… ‘અમે મેસેજ દ્વારા ફોન દ્વારા પૂછયુ’ એવું કહે છે ખરા…. પણ આમાના કશાના આધાર ભૂલ પુરાવા આપતા નથી. અથવા આવો કોઇ જાહેર સર્વે કે અભિપ્રાય માંગવામાં આવતો આપણે જોયો નથી.
દુનિયાના અગ્રણી લોકશાહી દેશોમાં છેલ્લા વર્ષોમાં લોકમતને વધુને વધુ સ્વિકૃતિ આપવામાં આવી રહી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રગતિનો પ્રજાને લોકશાહીમાં ભાગીદાર કરવા વધારે ઉપયોગ થઇ રહ્યો છે. બ્રિટને યુરોપીયન સમુદાયમાં રહેવું કે નિકળી જવું’ આ બાબતનો નિર્ણય માત્ર ત્રણચાર ચુંટાયેલા નેતાઓએ ન લીધો પણ સમગ્ર બ્રિટનમાં તેનો લોકમત લેવાયો. અને પ્રજાએ જયારે પોતાનો ત આવ્યો ત્યારે રાષ્ટ્રવાદ, એકતા…. મત ચોકકસ રીતે જ આપવાના દબાણો ન થયા. લોકોએ જાતે જ વિચારોને મત આપ્યો! અને વળી નવી ચુંટણીમાં એવી પાર્ટી, એવા નેતાને જ મત આપ્યો જે આ ‘બ્રેકિઝટ’ પ્રક્રિયા પુરી કરે!
આવુ એકમાત્ર બન્યુ છે એવું નથી. એકતો યુરોપીયન લોકશાહી દિવસે દિવસે પરિપકવ થતી જાય છે. વળી ત્યાં સમાજ અને અર્થતંત્ર પર રાજનેતાઓનું આટલું નિયંત્રણ નથી. પોલીસખાતુ નેતાઓના આદેશો મુજબ ચાલતુ નથી પણ કાયદા મુજબ ચાલે છે અને પ્રજા પણ લોકભાગીદારીને બરાબર સમજે છે માટે નેતાઓને પ્રશ્ન કરે છે ત્યાં આઇ.એસ. ઓફીસરો નકકી નથી કરતા કે શાળા – કોલેજોમાં વેકેશન કયારે પડશે! લોકડાઉન કેવી રીતે કામ કરશે! ખેડૂતો ખેતરમાં શું ઊગાડશે અને કયાં વેચશે!… માટે પ્રજા જ તેમના નેતાઓને પ્રશ્ન કરે છે. અને નેતાઓ કોઇપણ મોટા નિર્ણય લેતા પહેલા પ્રજાનો મત જાણે છે. ગયા વર્ષોમાં ફોઉસમાં ટેક્ષના વધારા બાબતે લાંબો સમય પ્રજાએ આંદોલન કર્યું! અને સરકારે ટેક્ષ બાબતે પુર્નવિચાર પણ કર્યો! આપણે પણ નેતાઓ, ચેનલો છાશવારે મનોરંજક વિષય ઉપર અથવા ગંભીરમુદ્દા પર મનોરંજક રીતે મિસકોલથી કે એસ.એમ.એસ. દ્વારા પ્રજામત માંગે છે. લોકો વોટ આપે પણ છે. પણ તે માત્ર ગમ્મત હોય છે. તેની નિર્ણયો પર કોઇ અસર હોતી નથી! પ્રજાને તો પાંચ વર્ષ સુધી તમાશો જ જોવાનો હોય છે!
જરા વિચારો ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં જે સ્થિતિ સર્જાઇ તે બાદ લોકો જ રસ્તા ઉતર્યા હોત! મુખ્યમંત્રીશ્રી કે મંત્રીમંડળના સભ્યો જયાં જાય ત્યાં વિરોધ પ્રદર્શન કર્યા હોત. પોસ્ટર લગાડયા હોત… અને રાજીનામાની માંગ કરી હોત! તો? તો ચોકકસ આ દેખાવકારો વિરુધ્ધ એપેડમીક એકટ મુજબ કાર્યવાહી થઇ હોત! મેસેજ ફોરવર્ડ કરનારા વિરુધ્ધ પણ પગલા લેવાયા હોત… બીજુ તો કાંઇ ન થયું હોત તો પણ વિરોધ પ્રદર્શન તો ન જ થવા દીધા હોત! અને હવે જયારે પ્રજાએ કશું જ કર્યુ નથી. માંગણી કરી નથી.
રોજીંદા જીવનને સામાન્ય કરવામાં લોકો કામે લાગી ગયા છે ત્યારે પોતાના સત્તાના ગણિતો, આવનારી ચુંટણીના લાભાલાભની ગણતરી કરીને મુખ્યમંત્રીશ્રી અને મંત્રીમંડળનું રાજીનામુ લઇ લેવાયું. અને આ લખાય છે ત્યારે નવા મંત્રી મંડળને બનાવી પણ દીધુ. આ વાંક ભાજપનો નથી, આ જ કોંગ્રેસ પણ કરતી હતી. પણ આપણી પ્રતિનિધિ લોકશાહીમાં – કાયદામાં જ આ નથી. કે મુખ્યમંત્રી મંત્રીમંડળ સાથે રાજીનામુ આપે તો કાં તો ફકત ચૂંટણી કરવી અથવા પ્રજાનો મતલઇ નવા મંત્રી અને મંત્રીમંડળની વરણી કરવી. આતો પ્રજાએ તમાશો જોવાનો અને સત્તાધારીપક્ષ મરજી મુજબની ફેરબદલ કરે એમાં પ્રજાનાં પાંચ દસ કરોડ ખર્ચી નાખવાના.
ચુંટણીમાં એક પાર્ટીમાંથી જીતેલો ઉમેદવાર આખી ટર્મ પુરી કર્યા પહેલા જ પોતાના સ્વાર્થ અને સત્તાની લાલચ માટે રાજીનામુ આપે અને પ્રજાએ તમાશો જોવાનો. તેનો કોઇ વાંક ન હોય તો પણ પેટા ચુંટણીમાં જોડાવાનું, ચુંટણીનો ખર્ચ ઉઠાવવાનો! ચુંટણી થાય એ બે મહિના જે તે વિધાનસભા કે લોકસભા ક્ષેત્રમાં બધા જ સરકારી કામ અટકી જાય!આવું જ અત્યારે થયું છે. આવું જ કોંગ્રેસમાં થતુ હતું! આવું જ અંગ્રેજો કરતા હતા. વાયસરોય બદલતા. ગુલામ પ્રજાએ તો હુકમ જ માનવાના હુકમ કરવાના નહિ… યુવાન ઉદ્યોગપતિ કવિ સ્વ. બાલુ પટેલનો શેર યાદ આવે છે.‘લોકશાહીમાં લોકો કયાં છે?’ બધે છે પ્રધાન છલોછલ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે