Charchapatra

હારી ગયેલા ખેલાડીને આપણે ક્યારે ઊભા કરીશું?

આપણે ત્યાં કહેવત છે કે ચડતા સૂરજને બધા પૂજે. બધાને જ વિજય પસંદ છે. હાર કોઈને પસંદ નથી. હમણાં વિજેતા ખેલાડીનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું. તેમને સારી નોકરી આપવામાં આવી. અરે, ખુદ  વડા પ્રધાન મોદીએ રાષ્ટ્પતિ ભવનમાં વિજેતા ખેલાડીની મહેમાનગતિ કરી, બરાબર સારી વાત છે. આપણા હરદિલ અઝીઝ રતન ટાટાએ એક નવો ચીલો ચાતર્યો છે. એમને હારી ગયેલા ખેલાડીને એક એક કાર ઇનામ આપવાની જાહેરાત કરી બધાને ચોંકાવી દીધા છે. ખરેખર જરાક માટે હારી ગયેલા ખેલાડીને હિમ્મત હોસલો આપવાની જરૂર હોય છે.

આ લોકો માનસિક રીતે ભાંગી ના પડે એ માટે એમની સાથે ઊભા રહેવાની આપણા બધા ભારતીયોની ફરજ છે. આ લોકોનું મનોબળ તૂટે નહીં, કંઇ ખોટું પગલું ભરે નહીં, ભવિષ્યની રમતોમાં હજુ સારો દેખાવ કરે એમ કરવાની જરૂર હોય છે. આપણે ત્યાં શાળા કોલેજથી રમતોને પ્રોત્સાહન મળે, સારા ખેલાડી તૈયાર થાય એ પ્રમાણે કોર્સનું આયોજન થવું જોઈએ. ખેલાડીને યોગ્ય રમતનાં સાધનો ટ્રેનિંગ મળવી જોઈએ. યોગ્ય કોચના હાથ નીચે વ્યવસ્થા થવી જોઈએ. આર્થિક કારણોસર પાછાં પડતાં હોય તો એ માટે રાજ્ય અને કેન્દ્રીય લેવલે એક અનામત રકમની વ્યવસ્થા કરવી જોઈએ. રમતો આમ પણ આપણે ઉદાર ખેલદિલ બનાવે છે. સંપ એકતા સામુહિક ભાવના ઉજાગર કરે છે. રતન ટાટા ફરી એક વાર સાચા રત્ન પુરવાર થયા છે.
સુરત-અબ્બાસભાઈ કૌકાવાલા        -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top