આજે વાસ્તવિક રીતે જોઈએ તો આપણે મહિલા સશક્તિકરણ વાતો બહુ કરીએ છે પણ આજે એકવીસમી સદીના ૨૬ માં વરસે પણ મહિલાઓની હાલતમાં નોંધપાત્ર સુધારો આવ્યો નથી. મહિલા હોવું એટલે બસ ૨૪/૭ ઘર સંભાળવું. રસોઈ કરવી. ઝાડું પોતા કરવા સાફ સફાઈ કરવી ઘર ચોખ્ખું ચણાક રાખવું. વડીલ સાસુ સસરાની રાત દિવસ સેવા ચાકરી કરવી. પતિની બધી સગવડો સાચવવી પતિને બધું એક સેકંડની પણ રાહ જોયા વગર તૈયાર આપવું પતિની ગાળો સાંભળવી પતિને માર ખાવો પતિના સાસુના નણંદના મહેણાટોણા સાભળવા. ચુપચાપ નીચી મુંડીએ ૨૪/૭ બધાનું સાંભળી મશીનની માફક કામ કર્યા કરવું પરિવારના બધા સભ્યો જમી લે પછી વધ્યું ઘટ્યું ખાવું સવારે મળસ્કે ઉઠી મોડી રાતે માંડ માંડ પથારી ભેગા થવું.
આપણ આપણી ઘરની મહિલાઓ પડોશી મહિલાઓ કે સોસાયટી કે શેરી મોહલ્લાની મહિલાઓ પ્રત્યે આદર સન્માનનો ભાવ ખરો? આપણી સૌથી મોટી કમનસીબી એ છે કે મહિલાઓને હમેશા પુરુષો કરતા ઉતરતી જ ગણવામાં આવે છે. મહિલાઓના શોખ કલા કલા કૌશલ્યની આપણે કદર કરતા નથી. એને સમજતા જ નથી. પોતાની આગવી ઓળખ ઊભી કરે પોતાનું નામ રોશન કરે એવી તકો પુરી પાડતા જ નથી. મહિલાઓએ પોતે જાગૃત થવું પડશે અન્યાય શોષણ સામે અવાજ ઉઠાવવો પડશે પોતે ધારે તે કરી શકે છે એવો આત્મવિશ્વાસ કેળવવો પડશે પોતે જ સંગઠિત થઈ આગળ વધવુ પડશે. સાંપ્રત પ્રવાહોથી માહિતગાર રહેવું પડશે નવું નવું શીખવું અને જાણવું પઢશે.
સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.