દેશમાં જે રીતે લાભો થકી સાક્ષરતાનો દર સ્ત્રીઓમાં વધતો જાયછે. એના સંદર્ભે સામાપક્ષે સામાજિક ઉત્તરદાયિત્વના l ભાગરૂપ સામાયિકોમાં, સમાચાર પત્ર માં, ચર્ચાપત્ર કે, રોજબરોજના પ્રજાલક્ષી કનડતા પ્રશ્નોને વાચા આપવા માટે કયા કારણોસર કલમ નથી ઉપાડતી ? કહેવાય છે કે,એક માતા સો શિક્ષકની ગરજ સારે..એમ સ્ત્રીઓ તો શાસ્ત્રોક્ત મુજબ.. નરી, શક્તિ જ છે તો પછી..એ શા માટે લેખન ક્ષેત્રે..ખાસકરીને નાગરિકોને પડતી રોજબરોજ ની હાલાકીને પોતાના..જેવા પણ આવડે..એવા શબ્દોમાં ફરિયાદ સ્વરૂપ એક ટૂંકા લેખ સમાન ચર્ચાપત્રો કે લોકવિચાર સ્વરૂપ નાના મોટા પત્રો પોતાના જ શહેર થી પ્રકાશિત થઈ રહેલ દૈનિક અખબારો માં ઉજાગર કરતા થશે તો,એ પણ એક યથોચિત અને નોંધપાત્ર ,અસરકારક સામાજિક સેવા કરવા જેવુ જ વિનામૂલ્ય અનમોલ ઉપકાર બને છે. કલમ એ તલવારથી ક્યારેય કમ નથી.બહેનો પણ..અહિં ચર્ચાપત્રો લખતા થાય એવી મહેચ્છા સાથે શુભેચ્છા પાઠવુ છું.
સુરત – પંકજ શાંતિલાલ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ધર્મ પરિવર્તન અને વસ્તી નિયંત્રણ
ધર્માંતર કરનારના અસલ ધર્મના મળવા પાત્ર લાભો સરકારે બંધ કરવા માટે વિચારવું જોઇએ. ખાસ આદિવાસી વિસ્તારો તથા ગરીબ વિસ્તારમાં ખાસ કરીને ખ્રિસ્તીઓ દ્વારા આ પ્રકારની વટાળ પ્રવૃત્તિ વધુમાં વધુ કરવામાં આવે છે તેને રોકવામાં જ નહીં તેને અટકાવવામાં આવે તે જરૂરી અને આવશ્યક પણ છે. જો તેમ કરવામાં નહીં આવે તે જરૂરી અને આવશ્યક પણ છે. જો તેમ કરવામાં નહીં આવે તો તેની અસર ધાર્મિક રીતે હિન્દુ વસ્તી ઉપર પડવા સંભવ છે. વળી હિન્દુ વસ્તી અમે બે અમારા બે બાળકોમાંથી એક ઉપર આવી ગઇ છે. એજ રીતે લઘુમતી વસ્તી પણ આ બાબતમાં વસ્તી વધારવામાં અગ્રેસર છે. આ દિવા જેવું સત્ય સમયસર ઓળખવાની તાતી જરૂર છે.
આ બાબતે આરએસએસના વડા મોહન ભાગવતે પણ કહ્યું તેને ધ્યાને લેવાની જરૂર છે અને આ બાબતે રાજકીય પક્ષોએ પણ તેમાં સુર પુરાવેલ છે. કોઇ પણ ક્ષેત્રમાં પંચાયતથી લઇને દરેક રાજકિય ક્ષેત્રમાં તલાટીથી લઇને ધારાસભ્ય કે સંસદ સભ્ય કે રાજસભાના રાજય સુધી. બે બાળકો હોય તેને જ સરકારી લાભો મળવા પાત્ર થાય એજ રીતે દરેક સરકારી નોકરીમાં પણ આ નિયમ લાગુ કરીને બે બાળકો હોય તેને જ સરકારી લાભો મળવા પાત્ર થાય. આ અંગે સરકારે જાહેરાત કરીને તેનો અમલ કરાવવો જોઇએ. આ બાબત લઘુમતીને પણ લાગુ કરીને તેમને પણ આ ક્ષેત્રમાં સામેલ કરવા જોઇએ. એકને ગોળ અને બીજાને ખોળ વાળી નીતિ કયાં સુધી ચાલી શકે. દરેકે જાગૃત થવાની જરૂર છે.
ગાંધીનગર- ભગવાનભાઇ ગોહેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.