ગુજરાતના ઉચ્ચ મધ્યમ વર્ગને પૂછો કે અત્યારે શિક્ષણ ક્ષેત્રે શું ચાલે છે? ખાસ તો સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ શાળા કોલેજોમાં? તો બધા કહેશે કે શું ચાલે ? ભણાવવાનું ચાલતું હશે. ફેબ્રુઆરીમાં દસમા બારમાની બોર્ડની પરીક્ષા છે તો પરીક્ષાલક્ષી શિક્ષણ ઉપર ભાર અપાતો હશે. ગુજરાતમાં અત્યારે કોલેજોમાં પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાઓ ચાલે છે જે ડિસેમ્બરના અંત સુધી ચાલવાની છે માટે ભણવાનું થતું નથી અને સ્કુલોમાં શિક્ષકો વિદ્યાર્થીઓના અપાર કાર્ડનું અપડેટ કરવાનું કામ કરી રહ્યા છે જેનો નજીકના ભવિષ્યમાં કોઈ ઉકેલ કે અંત દેખાતો નથી.
થોડા સમય પહેલાં ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાનાં શિક્ષકોને વારે વારે સોંપાતી કામગીરી બાબતે વ્યાપક હોબાળો ચર્ચાઓ ચાલી હતી .શિક્ષકે ભણાવવા સિવાય ક્યાં ક્યાં કામ કરવાનાં છે તેની વ્યાપક ફરિયાદો ઊઠી હતી.અધિકારીશ્રીઓ સુલભ શૌચાલય ગણવાથી માંડીને તીડ ઉડાડાવી કામગીરી શિક્ષકો કરે તેના પરિપત્રો કરી ચૂક્યા છે. હવે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકના શિક્ષકો પણ ભણાવવાનું કામ કોરાણે મૂકી ડેટા એન્ટ્રી કરતા થઇ ગયા છે.
વેકેશનમાં અને ખુલ્યું તે પછી વિદ્યાલક્ષ્મી, જેવાં સરસ નામો સાથે વિદ્યાર્થીઓના નામે સ્કૂલને આપવાના નાણાં સહાયની કામગીરી માટે આધાર અપડેટ અને ફોર્મ ભરાવવાની કામગીરી થઇ .એ પત્યું પછી રેશનકાર્ડ કે વાય સી અને શિષ્યવૃત્તિ માટેની ડેટા એન્ટ્રી થઇ અને હવે નવું વિદ્યાર્થીઓ માટે આધારકાર્ડ જનરેટ અને અપડેટ કરવાની કામગીરી શિક્ષકોને માથે આવી છે .
સરકારના ઉચ્ચ અધિકારીશ્રીઓ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીઓને અને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીઓ સ્કૂલના આચાર્યોને ઉભેપગે રાખે અટેલે ભાર આવે શિક્ષકો ઉપર. દરેક કામગીરીમાં વિદ્યાર્થીઓના આધાર કાર્ડ મંગાવો માતા પિતાના અધારકાર્ડ મંગાવો બધું અપડેટ કરો, મા બાપને રૂબરૂ બોલાવો …બસ આ જ ચક્ર ચાલ્યા કરે છે અને આ ચક્રનો અંત જ આવતો નથી અને આમ છતાં મજાની વાત એ છે ગુજરાતના પ્રબુદ્ધ વર્ગને આની કશી ખબર જ નથી . મેલ માથા વગરની ચર્ચાઓ કરતી ચેનલો આ પ્રજા અને શિક્ષકોને સતત પડતી હાડમારી માટે કશું બોલતી જ નથી.
ગુજરાતમાં છેલ્લાં દસેક વર્ષથી શાળા કોલેજોમાં વહીવટી સ્ટાફની ભરતી થતી નથી. શાળા કોલેજોમાં વહીવટી કામગીરી કરનારા માણસો જ નથી અને સરકારનું શિક્ષણ ખાતું રોજ નવી નવી બાબતોની ડેટા એન્ટ્રીના આદેશો કાર્ય કરે છે. એટલે આ બધી જ ડેટા એન્ટ્રી શિક્ષકોના માથે આવે છે. વળી શિક્ષકોની ભરતી પણ નથી થતી અને હંગામી શિક્ષકો અપાતા હતા તે પણ ગયા વર્ષથી બંધ થયા છે એટલે સ્કૂલ પાસે વહીવટી સ્ટાફ નથી,શિક્ષક સ્ટાફ ઓછો છે અને નેટના ,સર્વરના પ્રોબ્લેમ છે ત્યારે આ પ્રકારની સતત કામગીરીમાં અંતે તો શિક્ષણનો ભોગ લેવાય છે.
ભારત સરકારનું શિક્ષણ મંત્રાલય દેશનાં તમામ વિદ્યાર્થીઓનો ડેટા બેઝ તૈયાર કરવા માંગે છે અને તે માટે તેમણે “અપાર”સોફ્ટવેર વિકસ્યું છે પણ તેમણે આ બધા ડેટા શિક્ષકો દ્વારા ભરાવવાની વાત નથી કરી . ઉપર તો બધા એવું જ માને છે કે ગુજરાતમાં શ્રીમતી આનંદીબહેન મુખ્યમંત્રી હતાં ત્યાં સુધી જે રીતે શિક્ષક વહીવટી સ્ટાફની ભરતી થતી હતી તેમ અત્યારે પણ થાય છે અને તે આ કામ કારશે . પણ અહીં જમીન ઉપર હકીકત જુદી છે. આપણે સરકારને વીંટી કરીએ કે રેશન કાર્ડનું ઈ કેવાયસી હોય કે અપાર નું અપડેટ હોય . આ આમ તે દરેક શાળાને ખાસ તાલીમી માણસ ફાળવો. વળી આપણે સતત આ જ કરવાનું હોય તો એક પોસ્ટ જ ઊભી કરો , બાકી કાંઈ ના હોય તો છેવટે આઉટ સોર્સિંગ કરીને દરેક સ્કૂલને હંગામી ડેટા એન્ટ્રી ઓપરેટર આપો જે આ બધું કામ કોન્ટ્રાક્ટથી કરી આપે . તો આધાર અપાર લીંક થશે અને શિક્ષણ પણ ચાલુ રહેશે.
આમ તો સરકાર એક દેશ એક ચૂંટણી ,એક દેશ એક રેશનકાર્ડ ,એક આધાર એક ઓળખ એવા નારા આપે છે પણ એ જ સરકાર એક વિદ્યાર્થી કે નાગરિકનું અનેક વાર કે વાય સી માગે છે. દરેક બાબતના અલગ કાર્ડ દરેક બાબતનું અલગ રજીસ્ટ્રેશન અલગ ફી માંગે છે તે અજુગતું લાગે છે અને સૌથી મોટી વાત એ છે કે ઘણા કિસ્સામાં ખુદ મંત્રીશ્રીઓ નથી જાણતા હોતા કે અધિકારીશ્રીઓએ આવા ફતવા બહાર પાડ્યા છે. આશા રાખીએ કે આચાર્ય સંઘ અને શિક્ષક સંઘની વાતને ધ્યાને લઇ સરકાર શિક્ષકોને ડેટા એન્ટ્રીમાંથી મુક્ત કરી ભણવા ભણાવવામાં લાગવા દે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.