Charchapatra

સુરતીઓની એરપોર્ટ બાબતે માંગણી ક્યારે પૂરી થશે?

આપણે ત્યાં સુરતના એરપોર્ટ બાબતમાં વર્તમાનપત્રો અને ચર્ચાપત્ર વિભાગમાં વિવિધ માંગણીઓ તથા ખામીઓ તથા નડતરરૂપ મકાનો, ગેસ પાઈપ લાઈન, વગેરેની ચર્ચાઓ થઈ છે પણ કોઈ ઠોસ કાર્યવાહી થતી નથી. સુરતીઓનો માંગણીઓને કોઈ ગંભીરતાથી લેતું નથી. અમે જ્યારે ટાટાએ એર ઈન્ડીયા લઈ લીધું ત્યારે સુચન અને માંગણી કરેલી કે જો સુરત એરપોર્ટ પર ધણી બધી અસુવિધાઓ દૂર કરી, રનવે મોટો કરાવી શકાય એમ ન હોય તો સુરતના આ એરપોર્ટ ને ઉભરાટ કે ખારલેન્ડ જમીનમાં કાર્ગો તથા મોટા વિમાનો ઉતરી શકે. તે સ્થળે સુરત (દક્ષિણ ગુજરાત) નવું એરપોર્ટ બનાવવું હિતાવહ છે. જેથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ આવન જાવન થઈ શકે તથા આખા દક્ષિણ ગુજરાતની ઈન્ડસ્ટ્રીઝને જોડી શકાય. પણ મહારાષ્ટ્ર મુંબઈની લોબી આ થવા દેશે નહી. સુરતના ચેમ્બર તથા હિરા, ટેક્ષટાઇલ, કેમિકલ ઉદ્યોગો ભેગા થઈ એક આંદોલન ચલાવી માંગણી કરશો તોજ આ પ્રકારના ઈન્ટરનેશનલ એરપોર્ટની માંગણી પૂરી થઈ શકે.
સુરત     – રાજીવ ભટારકર

સૌને સમાન હક મળવા જોઈએ
આજે સમાચારપત્રમાં જાત જાતની ચર્ચાઓ થાય છે. પરંતુ સમાજમાં આવતા ફેરફારોનું શું નારી પુરુષ સમોવડી બનતા, કુટુંબ ખોરવાયું. સમાજ આમને સામને અથડાવવાનો મારો ઈરાદો નથી. પરંતુ સામાજિક વ્યવસ્થામાં ના તો પુરુષ ના તો સ્ત્રી ના તો કોઈ નાતિ જાતિ. સમાન સમાજ વ્યવસ્થાને મારે આર્થિક સહાય પરિસ્થિતિ મુજબ તથા નાની માછલી મોટી માછલીને ગળી ન જાય એ પ્રમાણેની વ્યવસ્થા કરવી જોઈએ. -સૌને સમાન હક મળવા જોઈએ. પરંતુ અપંગ, લાચાર, ગરીબીને જરૂર સહાય તથા અનામત કોઠાનો લાભ આપવો જોઈએ. તે કોઈ પણ જ્ઞાતિ જાતિ નારી તથા પુરુષ હોય.
સુધાવાડી   – પ્રીતિકુમારી જી. પટેલ

Most Popular

To Top