શ્રીમાન, બીઆરટીએસ બસની સુવિધા જે પાલ-આરટીઓથી ગૌરવપથ થઈ ભેસાણ સુધીની બસનું આયોજન થવું જોઈએ અથવા પાલ આરટીઓથી ગેલેક્સી સર્કલ થઈ ન્યુ એલપી સવાણી સ્કૂલ (પાલનપુર) સુધીની વ્યવસ્થા થવી જોઈએ કેમકે આ રોડ પર પબ્લિક ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા નથી. આ બાબતની વ્યવસ્થા કરવા ઓનલાઇન એસએમસી પોર્ટલ પર પણ જાણ કરીશ અને એમને એવું કહ્યું છે કે એકવાર બસ સ્ટેન્ડ બની જાય ત્યાર પછી ચાલુ કરવાની છે. છતાં આપણે બસ સ્ટોપની રાહ જોયા વગર આ બસ રૂટ પ્રાયોગિક ધોરણે ચાલુ કરી શકાય.
સુરત – એસો. પ્રો. બી. જે. લાડ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
યુ.જી.સી. એક્ટ બીલ અયોગ્ય
કેન્દ્ર સરકાર યુ.જી.સી. એક્ટ બીલ લાવવાનો નિરર્થક અને બિનવ્યવહારુ પ્રયત્ન કરી રહ્યા છે જે ભારત જેવા લોકશાહી દેશ જ્યાં બધાને સમાન અધિકાર છે. એના સંપૂર્ણ વિરોધમાં આ કાયદો છે. આવા જાતિ ભેદભાવવાળાં બીલો લાવીને શું સરકાર બ્રાહ્મણો, રાજપૂતો અને અન્ય સુવર્ણ વર્ગોને સીધે-સીધો અન્યાય કરવા માંગે છે. આવાં નિરર્થક-અયોગ્ય બીલોને પરિણામે દેશમાં જાતિવાદી હિંસા અને વિરોધોમાં ઝુલુસો નિકળશે. જે ભારત દેશની એકતા અને પ્રભુતા માટે ખૂબ જ ઘાતક પુરવાર થશે. એક તરફ દેશના પી.એમ. એવું કહે છે કે હું નોકરી, શિક્ષા કે અન્ય કોઈ પણ ક્ષેત્રોમાં અનામતનો વિરોધી શું તો આ યુ.જી.સી. શું છે? વર્તમાન સરકાર તાત્કાલિક આવા યુ.જી.સી. કાયદા પાછા ખેંચે જે તેમના માટે હિતકારી છે.
સુરત – રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે