તાજેતરમાં જ ગુજરાતનાં પાટનગર ગાંધીનગરનાં રેલવે સ્ટેશન ભારત સરકાર દ્વારા અદ્યતન વર્લ્ડકક્ષાનું બનાવવામાં આવ્યુ છે. જે સરકારની એક સિદ્ધિ ગણી શકાય અને ગૌરવ લેવા જેવી બાબત છે. ગઈ લોકસભાની ચૂંટણી પહેલા વર્તમાન ભારતીય જનતા પાર્ટીએ સુરત રેલવે સ્ટેશને વર્લ્ડકક્ષાનું બનાવવાની જાહેરાત કરી હતી. પરંતુ તે આજદિન સુધીમાં ફળીભુત થયુ નથી. ભારતીય જનતા પાર્ટીનાં ગુજરાતના પ્રમુખ સી.આર.પાટીલે સુરતને વર્લ્ડકક્ષાનું રેલવે સ્ટેશન બનાવવાનું વચન આપ્યું હતું. સુરત-નવસારીને ટ્વિન્સ સિટી બનાવવાની પણ જાહેરાત કરેલી પરંતુ એ દિશામાં પણ કોઈ પ્રગતિ થઈ હોય એવું દેખાતુ નથી. તો નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ આવનારી લોકસભાની ચૂંટણી પહેલા સુરતને પણ ગુજરાતના પાટનગર ગાંધીનગર જેવું જ વર્લ્ડકક્ષાનું રેલવે સ્ટેશન પ્રજાને ભેટ આપે અને પોતાનું વચન જલદીથી પૂર્ણ કરે. સુરત સમગ્ર એશિયાનું સૌથી વધુ ઝડપે વિકાસ પામતુ શહેર છે. તલિયારા – હિતેશકુમાર દેસાઈ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડકક્ષાનું ક્યારે બનાવાશે?
By
Posted on