આપણને થયું છે શું? બધું બરાબર ચાલતું હોય ત્યાં કોઈક ઉંબાડિયું થાય છે આસને વાત હિન્દુ – મુસ્લિમ પર આવી જાય છે. મહારાષ્ટ્રમાં ઔરંગઝેબનાં નામે નાગપુરમાં જે હિંસા થઇ એ બે કોમ વચ્ચે ઝેરના વાવેતરથી વધુ કઈ કરતી નથી. ઔરંગઝેબ ક્રુર અને જટિલ શાસક હતો એ આપણા ઈતિહાસનો એક ભાગ છે. એણે હિન્દુઓ પર અત્યાચાર કર્યા, જજીયો વેરો પાછો નાખ્યો. હિન્દુ મંદિરો તોડ્યા હતા અને છત્રપતિ સંભાજી સાથે જે વ્યવહાર કર્યો એ બધી જાણીતી વાત છે, પણ એકાએક આ ઔરંગઝેબનો મુદો કેમ ઉછળ્યો? અને એ મુદે હિંસા કેમ થઇ?
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કહે છે કે, ‘છાવા’ ફિલ્મ આવી અને એમાં સંભાજી મહારાજ પર ઔરંગઝેબનાં અત્યાચારો જોઈ લોકોમાં ગુસ્સો છે. એક મુસ્લિમ નેતા અબુ આઝમીએ ઔરંગઝેબ સારો શાસક હતો એવું નિવેદન આવ્યું એની સામે નિવેદનો આવ્યા અને પછી એકાએક હિંસાની ઘટના નાગપુરમાં શરૂ થઇ. ઘણા લોકો ઘાયલ થયા સાથે પોલીસકર્મી પણ ઘયાલ થયા છે અને હવે હિન્દુ સંગઠનો દ્વારા ઔરંગઝેબની કબર દૂર કરી ત્યાં મરાઠા શહીદોનાં સ્મારક બનાવવાની માગણી થઇ છે. ઔરંગઝેબની કબર નાગપુરથી ૫૦૦ કિલોમીટર દૂર છે. નાગપુરમાં શા માટે તોફાનો થયા? મહારાષ્ટ્ર સરકારના એક મંત્રી નીતેશ રાણેએ કહ્યું કે, હિંસા પૂર્વયોજિત હતી. તો પછી સવાલ એ છે કે, તંત્ર શું કરતુ હતું? બહુ બધો વિવાદ થયા બાદ પોલીસે બંને પક્ષે ધરપકડો થઇ છે. પણ સવાલ એ છે કે, આ એકાએક ઔરંગઝેબનું મુદો કેમ વિવાદે ચઢ્યો છે?
આર.એસ.એસ. દ્વારા બહુ સારી સ્પષ્ટતા થઇ છે કે, ઔરંગઝેબ અત્યારે જરા પણ પ્રાસંગિક નથી. એટલે એના મુદે વિવાદ કરવાનો મતલબ નથી. ઔરંગઝેબનો ઈતિહાસ બધા જાણે છે અને એ જે મરાઠાઓ સામે લડ્યા ત્યાં જ એમની કબર છે અને સાવ સાદી છે. ઝુલ્મી શાસકનો અંત આવો જ હોય છે. ઈતિહાસ આપણને આ જ શીખવે છે અને દુનિયામાં હિટલર હોય કે મુઘલોની એ પણ ક્રૂર શાસકો હતા પણ એમની કબર પણ છે. એને દૂર કરવાથી ઈતિહાસ બદલાઈ જવાનો નથી. મહત્ત્વના મુદા છે એ પર ચર્ચા થવી જોઈએ.
મહારાષ્ટ્રનાં બુલદાણાનાં ખેડૂત કૈલાશ નાગરેને પાંચવર્ષ પહેલા સન્માનવામાં આવ્યો હતો. એ કૈલાશે હમણા જ આપઘાત કર્યો. કારણ શું હતું? એમના વિસ્તારમાં સિંચાઈ માટે પૂરતુ પાણી મળે એ માટે એણે લડત ચલાવી પણ સફળતા ના મળી એટલે નિરાશામાં આ પગલું લીધું. દેશનું આર્થિક પાટનગર ગણાય છે એ મહારષ્ટ્રમાં છેલ્લા પાંચ માસમાં એક હજારે ખેડૂતોએ આપઘાત કર્યા છે અને મહારાષ્ટ્રની આર્થિક હાલત કેવી છે? ૨૦૧૪માં આ રાજ્ય પરનું દેવું ૨.૯૪ લાખ કરોડ હતું એ આજે વધીને ૭.૮૨ લાખ કરોડ થયું છે. આ વિશે કોઈ વાત કરતુ નથી અને નકામા ઉધામા થાય છે. બેરોજગારી અને મોંઘવારી વિશે વાત થતી નથી અને હિન્દુ-મુસ્લિમ થયા કરે છે. આ મુદાને હવે હાંસિયામાં ધકેલવાની જરૂર છે.
શિવકુમારનું નિવેદન વિવાદ સર્જે છે?
કર્નાટકમાં કોંગ્રેસની સરકાર છે પણ ત્યાં કોંગ્રેસમાં અંતરીક વિવાદ ચાલતા રહે છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને બનાવ્યા એટલે ડી.કે. શિવકુમાર નારાજ છે. એમને નાયબ મુખ્યમંત્રી બનાવી સમજાવી લેવાયા પણ એ નારાજ રહે છે અને કોંગ્રેસ પ્રમુખ ખડગેએ આ મુદે સલાહભર્યું નિવેદન પણ કર્યું હતું. જો કે એની અસર બહુ થઇ નથી.
એમાં શિવકુમારે કહ્યું કે, બેંગ્લુરુનાં કચરા મેનેજમેન્ટનાં કોન્ટ્રેક્ટમાં માફિયાઓનું રાજ છે અને એ વર્તમાન ભાવથી ૮૫ ટકા વધુ ભાવ માગે છે. એટલું જ નહિ બેંગ્લુરુનાં વિધાયકો સરકારને બ્લેકમેઈલ કરે છે અને વિકાસ નિધિમાં રૂ. ૮૦૦ કરોડ માગે છે. શિવકુમારે વિધાયકોનાં નામ ના આપ્યા પણ આ કારણે વિવાદ શરૂ થયો છે. શિવકુમાર મુખ્યમંત્રી પદ ચાહે છે અને અઢી વર્ષે એ એમને મળી જશે એવું એ માનતા હતા પણ કોંગ્રેસે હજુ સુધી આ મુદે કોઈ નિર્ણય કર્યો નથી અને ત્યાં સુધી કોંગ્રેસમાં આંતરિક સમસ્યાઓ સર્જાતી રહેશે.
લાડલી બહેન યોજનામાં કાપ કેમ?
આપની ફ્રી બીઝને રેવડી કહ્યા બાદ ભાજપે મોટાભાગના રાજ્યો કે જ્યાં ચૂંટણી છેલ્લા થોડા સમયમાં થઇ ત્યાં બધે ખાસ કરીને મહિલાઓને રોકડ આપવાના વચન આપ્યા. ક્યાંક રૂ. ૧૫૦ તો ક્યાંક રૂ.૨૫૦૦. પણ સરકાર બન્યા બાદ ભાજપ પીછેહઠ કરી રહ્યું છે. મહારષ્ટ્રનું બજેટ જાહેર થયું તો એમાં લાડલી બહેના યોજનામાં કાપ મુક્યો. લાભાર્થીની નવી યાદી બનાવવાની વાત આવી છે. મધ્યપ્રદેશમાં બહેનોને માસિક રૂ. ૩૦૦૦ સુધી સહાય મળશે એવા વચનો અપાયા પણ બજેટ રજૂ થયું તો આ યોજના માટે કાપ મુકાયો છે. દિલ્હીમાં પણ આપે આક્ષેપ કર્યો છે કે, મહિલાઓને રોકડ ક્યારે મળશે? ભાજપ આપેલ વચન ભૂલી તો ગયા નથી ને? આ રેવડી યોજનાઓ આખરે તો ભારે જ પડે છે. એનો સરકારી તિજોરી પર એટલો બધો બોજ આવે છે કે, બીજી યોજના માટે ફંડ આપી શકાતું નથી. કદાચ આવા જ કારણોસર ભાજપ પીછેહઠ કરી રહ્યું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.