જમવાના સમય હંમેશ નિશ્ચિત રાખવો. દિવસની શરૂઆત વહેલી સવારે ઊઠીને લીંબુ, મધ આદુનો રસ હુંફાળા પાણીમાં નાખી પી જવું. આ શ્રેષ્ઠ ડીટોક્ષીફાઈંગ ડ્રીંક છે. સવારે 7 થી 9 વાગ્યા સુધીમાં નાસ્તો કરી લો. નાસ્તામાં ચા-દૂધ-કોફી, ખાખરા, ઓટમીલ, પાંચ કાજુ-બદામ, ફણગાવેલા મગ, ઈંડુ, એક ફળ. બપોરે 11 વાગ્યે 1 ગ્લાસ મીઠા વગરની છાશ. (મરીનો ભૂકો નાખો). 12.30 થી 2- આ સમય દરમ્યાન ચયાપચયની ક્રિયા ઝડપી હોય છે. બપોરના ભોજનમાં બે રોટલી /રોટલો, એક વાટકી શાક, એક વાટકી કઠોળ, એક વાટકી ભાત, એક વાટકી દાળ/કઢી, દહીં, કચુંબર (મીઠા વગરની). સાંજે ચારથી પાંચ વાગ્યાના સમય દરમ્યાન ચા/ખાખરો/બીસ્કીટ. રાત્રે સુવાનાં ઓછામાં ઓછા 2-3 કલાક પહેલાં જમી લેવું. 7 થી 8 વાગ્યાનો સમય ડિનર માટે શ્રેષ્ઠ છે.
મોડું જમવાથી સ્ટ્રેસ હોરમોન પણ ઉત્પન્ન થાય છે. ઊંઘ પણ ઓછી આવે છે. ડિનરમાં બે રોટલી અથવા રોટલાનું એક ચાણકું, એક વાટકી શાક, એક વાટકી કઠોળ, ખીચડી- કઢી. વયસ્ક લોકોએ ડિનર ખૂબ જ હળવું લેવું. રાત્રે સુતી વખતે 1 ગ્લાસ દૂધ + 1/2 ચમચી હળદર. કેટલીક અગત્યની સૂચના: (1) જમતી વખતે ટીવી જોવું નહીં. (2) ઘી-તેલ-ચાર ચમચી (3) રોજ 1-2 ચમચી ખાંડ/ગોળ. (4)હાઈ બ્લડ પ્રેસર, હાર્ટ ડીસીઝ, સ્ટ્રોક, લીવર, કીડનીના રોગીઓએ અથાણા-પાપડ ખાવા નહીં. (5) ફળોનો ઉપયોગ છાલ સાથે કરવો. (6) ડાલ્ડા ઘી, વનસ્પતિ ઘી, માર્ગેરીન, માયોનીઝનો ઉપયોગ કરવો નહીં. (7) જમતી વખતે પાણી ન પીવું. જમ્યાના 1/2 કલાક બાદ પાણી પીવું. (9) રોજ 2-4 કળી લસણની ખાવી. આરોગ્ય માટે ઉત્તમ છે.
યુ.એસ.એ. – ડૉ. કિરિટ.એન.ડુમસિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.