ભગવાન મંદિરમાં દેખાય ને ઋતુઓ પંચાંગમાં દેખાય. બંને અનુભવવાની આવે, પણ હાથમાં નહિ આવે. નાના મોંઢે મોટી વાત તો નહિ કરવી જોઈએ, પણ ભગવાન માટે કંઈ કહીએ તો બાપા ખીજાય. પણ સાલ્લી ઋતુઓ આજકાલ બેફામ થવા માંડી છે હંઅઅઅકે..? બધા જાણે છે કે, હાલ ઉનાળાના વાવડ ચાલે છે છતાં, ચેરાપુંજી જેવો વરસાદ પણ બતાવે, કાશ્મીરી ટાઈઢ પણ બતાવે ને ધગધગતા તાપમાં તવાભાજી જેવું શરીર પણ બનાવી દે. અસ્સલની કડક સાસુની યાદ અપાવી દે દાદૂ..! મેં તો લોક સાહિત્ય દ્વારા સાંભળેલું કે, જુના જમાનાની સાસુઓ એ સાસુ હતી.
કહેવાય છે કે, ભગવાન ઘર ઘર સુધી પહોંચી નહિ વળ્યા, એટલે એમણે ઘર ઘર મા ને મૂકી. રાવણ ઘર ઘર સુધી નહિ પહોંચી વળ્યા એટલે….! જવા દો, જેટલા સાસુના ઈતિહાસ કાઢીએ એટલા ઓછા..! બાકી એવી પણ સાસુઓ હતી કે, વહુને પિયરનાં સ્વપ્નાં નહિ આવે એ માટે, વહુને પિયરની દિશામાં ઓશીકું મૂકીને સૂવા પણ નહિ દેતી. વહુનું બ્લડ પ્રેસર ઓલ્વેઝ ‘ટાઈટ’રહેતું..! સાસુ અને આંસુ પણ, ઘરના ફર્નિચરની જેમ રહેતું. સાસુ શબ્દ કાને પડે ને વહુ થર થર ધ્રૂજતી. પછી તો, સમય પ્રમાણે વહુનો દરજ્જો ઊંચો થતો ગયો, વહુમાંથી પુત્રવધૂ બની.
વહુને પુત્રી જેટલો આદર આપીને, પિયર ભુલાવી દે તેવી ‘લેટેસ્ટ’સાસુની બ્રાંડ આવી. જેમાં સાસુ અને વહુ બંને ‘મેચિંગ’માં હોય..! બેમાંથી સાસુ અને વહુ કોણ, એ જાણવું હોય તો ‘ગાઈડ’કરવો પડે. આજની વહુને સાસુ સાથે કેવી રીતે દહાડા કાઢવા, એ માટે ગુગલમાં ફાંફા મારવા પડતા નથી..! (એ કોણ બોલ્યું કે, ‘પહેલાં કેવી સાસુ મળશે એ વિચારે વહુ ધ્રૂજતી, હવે સાસુઓ ધ્રૂજે કે, મને કેવી વહુ મળશે..! સખણા રહો ને યાર..?) જે હોય તે, સાસુઓ સુધરી ગઈ, પણ સાલ્લી..ઋતુઓ બગડવા માંડી..! સાસુ-વહુ જેવો પ્રેમભાવ, હવે ઋતુઓમાં દેખાતો નથી. આવી સુધરેલ સાસુની માફક વંઠેલ ઋતુઓ ક્યારે માપમાં રહેશે..? આજની ઋતુઓનો વહીવટ એટલે, ‘આપણું તે આપણું ને બીજી ઋતુમાં મારો ભાગ..!’ શિયાળાની ઋતુમાં પણ ડાફોળિયાં મારે ને ચોમાસાની ઋતુમાં પણ..! ઋતુ પ્રમાણે વરતવાનો સિનારિયો જ બદલાઈ ગયો.
જેમ દીકરાની મા લગન પહેલાં એવી ડાહી-ડાહી વાત કરે, કે ભોળી વહુ પણ ભેરવાઈ જાય ને લગન પછી એવા વંટોળિયા કાઢે કે, નવી વહુ બિચારી ભૂતપ્રેતમાં માનતી થઇ જાય..! ઋતુનું એવું જ છે મામૂ..! ઉનાળામાં ચોમાસું પણ કાઢે ને શિયાળો પણ..! કેવા કેવા પલટા મારે છે યાર..! પેટછૂટી વાત કરું તો, આજકાલની ઋતુઓ સખણી રહેતી જ નથી. ક્યારે સુંવાળી લાગે ને ક્યારે બેફામ બને, કોઈ ભરોસો નહિ. ઉનાળો એટલે બાળકો સાથે પ્રવાસ ખેડીને, મોજ મસ્તી કરવાની ઋતુ..! ત્યારે વરસાદ પાડીને છત્રી પકડાવી. એક બાજુ યુદ્ધ અને બીજી બાજુ બધું ફૂઉઉસ..! એના કપાળમાં કાંદા ફોડું, વરસાદે એવી બેટિંગ કરી કે, મનની મનમાં જ મુરઝાઈ ગઈ. કેરી સુદ્ધાં ધોવાઈ ગઈ. શરૂ શરૂમાં તો ઉનાળાએ એવા રેલા કાઢ્યા કે, શરીરનો કોઈ ભાગ બાકી નહિ રાખ્યો કે, જ્યાંથી પરસેવાના ઝરણ નહિ ફૂટ્યા હોય..!
પીઠી ચોળેલી કન્યાને સાસરેનું કહેણ આવે કે, અમે જાન લઈને આવવાના નથી ને કન્યાની જે દશા થાય, એવી આંબે લટકેલી કેરીઓની હાલત થઇ..! કેરીનાં રસિયાઓની દાઢમાં જાણે દુકાળ બેઠો. કેરીગાળાની મઝા જ હોલવાઈ ગઈ. કેરીના રસને બદલે, શેરડીના રસમાં ખાજલી ઝબોળીને ખાવાના મન મનાવવા પડે એવી હાલત કરી. જેમ કોઈ પીઠી ધારિણીએ, વગર લગને પીઠી ધોઈ નાંખવી પડે એમ, કેરીગાળો હવાઈ ગયો! સવારે શિયાળો, બપોરે ઉનાળો ને સાંજે/રાતે મુશળધાર વરસાદમાં અરમાનોનો છૂંદો વળી ગયો. અધિકમાં દુકાળ આવે એમ, ઉપરથી પવનનો સુસવાટો કાઢ્યો. લગનના માંડવા ભેગી કન્યાને પણ ઉઠાવી જવાનો હોય એમ, એવા ભયાનક ફૂંફાડા કાઢયા કે વગર લગને માંડવા ઉડાડી દીધા.
એ વાત અલગ છે કે, બાંધેલા માંડવાને છોડવાની મહેનત ટળી ગઈ. પણ હજી મંગલફેરા તો બાકી હતા મામૂ..? કેરી ગાળા અને લગનગાળાને જાણે બાપ જનમના વેર હોય એમ, ઓપરેશન ‘સિંદૂર’ની માફક ‘મિશન’ચલાવ્યું. એવા સુસવાટા કાઢયા કે, કંઈ કેટલી કેરીઓએ તો ઝાડવેથી જાતે જ આપઘાત વ્હોરી લીધા. આ મોસમના પણ છણકા વધવા માંડ્યા છે દાદૂ..! અસ્સલની સાસુને પણ સારી કહેવડાવે એવી ઋતુઓ બેફામ બનવા માંડી ..! સાસુઓ સુધરી ગઈ, પણ ઋતુ નહિ સુધરી. એક નવવધૂએ ગૃહપ્રવેશ કર્યો ને તરત જ એની સાસુને કહેવા લાગી, “My dear Mother in law, come on..! તમારા પુનિત પગલાં આગળ લાવો. હું તમને Touch કરી દઉં, ને પછી તમે મને like આપજો…!
એના કપાળમાં કાંદા ફોડું, સાસુ પણ માથેની..! આશીર્વાદ પણ ‘લેટેસ્ટ’આપ્યા. ‘વહુ બેટા..! ઇન્સ્ટાગ્રામ ભવ:..! વ્હોટસેપ ભવ:..! ફેસબુક ભવ:.! ટવીટર ભવ:..! મોસમના છણકા પણ આવા જ..! ક્યારે કયો સરસામાન કામમાં આવે એનો ભરોસો નહિ, એટલે પ્રવાસમાં જઈએ ત્યારે, બધી મોસમનો સામાન બેગમાં પેક કરીને જ નીકળવાનું. ચૂંટણી આવે ને નેતાઓ પાટલી બદલીને કોઈ પણ પાટલા ઉપર ગોઠવાઈ જાય, એમ ઋતુનો પણ ભરોસો નહિ. શિયાળામાં ઉનાળો ઘૂસી જાય, ઉનાળામાં ચોમાસું ઘૂસી જાય ને ચોમાસાની ઋતુઓમાં કોઈ પણ ઋતુઓ ઘૂસીને ‘કુંભ-ઋતુ’બની જાય..! એની જાતને..! જુઓ ને ઋતુની વાત કરતાં કરતાં હું પણ સાસુની વાતમાં ઘૂસી ગયો. જો કે, મારી સાસુની વાત તો સાવ અનોખી. મારા જેવી સાસુ હજી કોઈને મળી નથી. ઋતુ કોઈ પણ હોય, ‘રમેશકુમાર’નું ‘રમશા’કર્યું નથી. સારું વાતાવરણ હોય તો ‘રમેશચંદ્ર’થી પણ બોલાવે. પણ ડાહી એટલી કે, વર્ષમાં બે જ દિવસ મારા ઘરે આવવાની..! પઅઅઅણ છ છ મહિના રહી જાય..!
લાસ્ટ બોલ
આ વખતે તો સસરાએ જમાઈને ખખડાવી જ નાંખ્યો,
“જમાઈરાજ, તમે જ્યારે પણ સાસરે આવો છો ત્યારે, બસ એકની એક જર્સી પહેરીને જ આવો છે. શું તમારી પાસે આ સિવાય બીજાં કપડાં જ નથી? આ જર્સી પહેરીને તમે ત્રીજી વખત ઘરે આવ્યા..! આ તમને સારું લાગે..? જમાઈ કહે, “પિતામહ..! તમારે પણ ત્રણ-ત્રણ દીકરીઓ છે. હું જ્યારે પણ તમારી દીકરીને તેડવા આવું છું, ત્યારે તમે પણ એકને એક જ મોકલો છો ને..? એ વખતે હું ક્યારેય કંઈ બોલ્યો..?
તારા કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.