PATNA : ત્રણ વર્ષ પહેલા અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેને અલગ અલગ જગ્યા પર વેચવામાં આવી.અને જ્યારે તે 3 વર્ષ પછી મળી ત્યારે તે બે બાળકોની અપરિણીત માતા બની ગઈ હતી. સગીરાનું અપહરણ બિહાર ( BIHAR) થી 3 વરસ પહેલા કરવામાં આવ્યું હતું અને રાજસ્થાનના ( RAJSTHAN) દૌસાથી મળી, બિહાર પોલીસે સહકાર ન આપ્યો, પરંતુ દૌસા પોલીસના મદદની પ્રશંસા કરવામાં આવી રહી છે. તેમના જ રાજ્યની પોલીસે સહકાર ન આપ્યો અને સગીરાના ચરિત્ર પર સવાલ ઉઠાવતા રહ્યા. તે ત્રણ વર્ષ પછી મળી હતી, પરંતુ તેના ખોળામાં બે નિર્દોષ બાળકો હતા.
જૂન 2018માં બિહારના જહાનાબાદથી એક સગીરાનું અપહરણ થયું હતું, ત્યારબાદ સગીરાના પરિવારે પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ દાખલ કર્યો હતો અને આરોપીઓના નામ પણ લખવ્યા હતા. આ આરોપીઓમાંથી એક હિમાચલ પ્રદેશનો રહેવાસી હતો. આરોપી ગેંગ અપહરણ કરીને મહિલાઓને વેચતી અને આ ગેંગમાં એક મહિલા પણ સામેલ હતી. આ જ મહિલાએ સગીરને ફસાવી તેનું અપહરણ કરી ઉત્તર પ્રદેશના નોઇડા અને રાજસ્થાનના દૌસા મોકલી હતી.
અહીં સગીરના પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને સ્થાનિક એસએસપીથી બિહારના ડીજીપી સમક્ષ ફરિયાદ નોંધાવી હતી અને તેમની પુત્રી અને બહેનને પાછા લાવવાની માંગ કરી હતી.બિહાર પોલીસ પીડિતાના પરિવારને જરા પણ સહકાર આપી રહી નોહતી.અને ઉપરથી પ્રેમી સાથે તમારી છોકરી ભાગી ગઈ હોવાનું કહીને છૂટા થઈ ગયા હતા. આ પછી, સગીરનો ભાઈ દિવસ-રાત પોલીસ અને વહીવટી તંત્રના ધક્કા ખાતો રહ્યો હતો. અને તેના સ્તરે કોલ ડિટેઇલ અને મોબાઈલ લોકેશનનો ટ્રેસ રાખતો હતો. સગીરના ભાઈને જ્યારે ખબર પડી કે તેની બહેન રાજસ્થાનના દૌસામાં છે, ત્યારે તે ફરીથી પોલીસ સ્ટેશન ગયો હતો અને પોલીસને સાથે દૌસા લઈ આવ્યો હતો.
આ પછી બિહાર પોલીસ દૌસાના સદર પોલીસ સ્ટેશનની મદદથી સદર પોલીસ સ્ટેશન વિસ્તારના ડુંગાના ગંગલ્યાવાસ ગામે પહોંચી હતી અને મહિલાને ઝડપી લીધી હતી. મહિલાની હાલત જોઇને તેનો ભાઈ પણ રડ્યા બાદ અસ્વસ્થ થઈ ગયો હતો. વિકલાંગ મહિલાએ મીડિયા સમક્ષ કશું કહ્યું નહીં, પરંતુ તેણે તેના ભાઈને બધી સમસ્યાઓ જણાવી હતી. મહિલાને ખરીદનારામાથી કોઈએ તેની સાથે લગ્ન કર્યા ન હતા અને તેને બે સંતાનો પણ થઈ ગયા હતા. મહિલાને અનેક જગ્યાએ વેચવામાં આવી હતી. દૌસામાં તેને 5 લાખ રૂપિયામાં ખરીદીને લાવવામાં આવી હતી.
મહિલાના ભાઈનું કહેવું છે કે બિહાર પોલીસે સહયોગ આપ્યો ન હતો અને જે આરોપીઓએ મહિલાનું અપહરણ કર્યું હતું તેમના પર આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.