Charchapatra

વાડ જ ચીભડા ગળે ત્યારે

ઘર, સમાજ, ગામ, શહેર, રાજ્ય, દેશ કે કોઈ પણ સંસ્થા, કંપની, ઉદ્યોગ હોય એને સારી પ્રગતિકારક રીતે ચલાવવામાં એક મહત્વનું પાસું હોય તો તેનું વહીવટીતંત્ર. દરેક વહીવટીતંત્રમાં જુદી જુદી કામગીરીઓ સંભાળવા માટે જુદા જુદા વિભાગો અને માણસો હોય છે. દરેકનાં હેતુ, ધ્યેય, કાર્યરીતિ, કાર્યનીતિ, પ્રણાલી અલગ હોય છે. જનતાને મોટેભાગે સરકારી અને અર્ધસરકારી વહીવટીતંત્ર સાથે નિસ્બત હોય છે. જેમ ખેતરના પાક અને સીમાનું મજબૂતીથી રક્ષણ કરવા વાડ હોય છે તેમ આ વહીવટીતંત્રો પ્રજાના હિતો, અધિકારો-હક્કો અને ફરજોનું રક્ષણ કરે છે.

છેલ્લા કેટલાક સમયથી ઘણા એવા કિસ્સાઓ બહાર આવ્યા છે જેમાં આ વહીવટીતંત્રોના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ સીધી કે આડકતરી રીતે પ્રજાના હિતો, અધિકારો-હક્કો અને ફરજોનું રક્ષણ કરવાના બદલે અસામાજિક – ગુનાહિત પ્રવૃત્તિ કરનારાઓને સાથ આપી નિજી સ્વાર્થ સાધી લે છે. બીજા શબ્દોમાં કહીએ તો વાડ ચીભડા ગળવા માંડે તો ખેતરના પાક અને સીમા અસુરક્ષિત બની જાય. સરકાર અને પ્રજાએ સક્રિય બની વહીવટીતંત્રોમાં પેધી પડેલ બદીઓ દૂર કરી, બહુજન સમાજ અને આમજનતાના હિતો, અધિકારો-હક્કો અને ફરજોનું રક્ષણ કરવા માટે પ્રયત્નશીલ બનવું જોઈએ.
સુરત     – મિતેશ પારેખ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top