આખી દુનિયા અર્થ (અર્થ-પૈસા, Earth-પૃથ્વી?)ની પાછળ ફરતી હોય એમ લાગે છે. કંજૂસનું ધન એળે જાય છે. સાથે પણ લઈ જવાતું નથી તેમજ યોગ્ય માર્ગે વાપરી પણ શકાતું નથી. ‘‘આવું ચલણ અમારે ત્યાં ચાલતું નથી, પાછું લઈ જાઓ. યોગ્ય માર્ગે- જરૂરતમંદોને મદદ કરીને બધું ખલાસ થઈ જાય ત્યારે મને મળવા હસતાં-હસતાં આવજો. માનવતાનો પવિત્ર ધર્મ બજાવીને આવજો. તમને તેમજ તમારાં પૂર્વજોને મોક્ષ અને અપૂર્વ શાંતિ મળશે.’’ એમ કહીને લક્ષ્મીદેવીએ કંજૂસને જાકારો આપ્યો. જાતિ-ધર્મના ભેદભાવ ભૂલ્યા વિના જરૂરતમંદોની સેવા કરવી. દાન, ધર્મ, પ્રેમ, સેવા, વગેરે આનંદમય જીવન જીવવાની જડીબુટ્ટીઓ ગણાય છે.
તનદુરસ્તી તેમજ મનદુરસ્તીની મુખ્ય ચાવીઓ આ જ ગણાય. એને ‘યુનિવર્સલ હિલીંગ પણ કહી શકાય. જેમણે છુક-છુક ગાડીનો અવાજ તેમજ મિઠાઈનો સ્વાદ-સુગંધ માણ્યાં નથી એવા કોઈ અંતરિયાળ ગામડામાં પહોંચી જાવ. એમની તકલીફનું નિવારણ કરવાથી તમને પુણ્ય ભાથું કમાવાની ઉત્તમ તક તેમજ મોક્ષપ્રાપ્તિના આનંદની ગેરંટી મળશે. આ રીતે તમારી જરૂરિયાત કરતાં વધારાનો પૈસો વાપરીને દાન-ધર્મનું ઉત્તમ ઉદાહરણ બીજાને પણ પૂરું પાડી શકાશે. પોતાનું સર્વસ્વ દાવ પર લગાવનાર ભેખધારી મહા સેવાયજ્ઞ ભૂદાન યજ્ઞના પ્રણેતા વિનોબા ભાવેને કેમ ભૂલી શકાય? માનવસેવા એ જ સર્વોતમ સેવા છે.
અરિવંદાશ્રમ, દેગામ, ચીખલી- રમેશ એમ. મોદી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.