Charchapatra

ઓનલાઈન શિક્ષણનો અંત કયારે?

કોરોનાકાળ પહેલાં તો આપણે જાણતા પણ નહોતા કે ઓનલાઈન શિક્ષણ આપી પણ શકાય છે અને શિક્ષણ લઇ પણ શકાય છે. કોરોનાકાળમાં તો મજબૂરીથી આપણે આ પગલાં ભરવાં પડયાં અને ત્યારે ઓનલાઈન શિક્ષણ આપણને આશીર્વાદરૂપ લાગ્યું, પરંતુ હવે જયારે કોરોના કાળ વીતી ગયો છે ત્યારે તો આ પદ્ધતિ બંધ કરવી જ રહી. ઓનલાઈન ભણવાને કારણે બાળકોના અક્ષરો બગડવા માંડયા. ગણિતનાં રેખાચિત્રો પણ બગડવા માંડયાં. વળી આને કારણે મોબાઈલ કે લેપટોપ સામે કલાકો સુધી બેસી રહેવાથી આંખના નંબરો આવ્યા અને ચશ્માંનું પ્રમાણ બાળકોમાં વધ્યું. વળી આ જ કારણે બાળકોમાં મેદસ્વીપણું પણ જોવા મળ્યું.

આમ આવી અનેક સમસ્યાઓ ઊભી થઇ. આ જોતાં તો સરકારે બેક ટુ બેઝિક નામે અગાઉ ભણતાં હતાં એમ જ ભણવા પર ભાર મૂકવાની શરૂઆત કરવી જોઇએ. હવે કોરોના તો રહ્યો નથી પણ ઓનલાઈન ભણવાનું અને ખાસ કરીને સ્ક્રીન સામે બેસી રહેવાનું વ્યસન નાના મોટા સૌને લાગુ પડી જ ગયું છે. રાષ્ટ્ર સંઘની સંસ્થા યુનેસ્કોએ પણ આ ઓગષ્ટમાં જ પ્રકાશિત કરેલા રીપાર્ટોમાં કહ્યું છે કે શિક્ષણ ટેકનોલોજીનો કેટલો ઉપયોગ કરવો એ મુદ્દો વહેલી તકે વિચારી તેનો અમલ શરૂ કરી દેવો જોઈએ. હવે તો ઓનલાઈન છોડો ઓફ લાઈન જોડો.
અડાજણ – શીલા એસ. ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top