અનાવલ: ફેમેલી વોટ્સપ ગ્રુપમાં (Whatsapp Group) ફોટા મુક્યા બાદ શરુ થયેલી કોમેનનો (Komen) મામલો સીધો પોલીસ (Police) મથક સુધી પહોંચ્યો હતોમહુવાના બીડ ફળિયામાં રહેતા અને મૂળ ભાવનગરના ઉમરાળાના વતની લાલુભાઈ વિહાભાઈ ભરવાડ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના મોબાઇલમા સમાજનું બોળિયા ભા નામથી એક વોટ્સએપ ગ્રુપ ચાલે છે. આજથી પાંચેક માસ પહેલાં લાલુના કાકાભાઈ અનુભાઈ ઉર્ફે લાલુભાઈ હમીરભાઈ ભરવાડે ત્રણ નવાં ડમ્પર લીધાં હોય તે ડમ્પરનો ફોટો બોળિયા ભા ગ્રુપમાં મુકાતા તેમના સંબંધી નાજાભાઈ ભીખાભાઈ ભરવાડે ગ્રુપમાં ખોટી ખોટી કોમેન્ટ કરી હતી. આ ઉપરાંત કામરેજ ખાતે રહેતા કાળુ રેવા ભરવાડે પણ ગ્રુપમાં ગાળાગાળીના મેસેજ કર્યા હતા.
મોબાઇલમા સમાજનુ એક વોટ્સએપ ગ્રુપ ચાલે છે
દરમિયાન બે માસ પહેલાં બારડોલી-ધુલિયા ચોકડી ખાતે નાજાભાઈએ અનુભાઇ સાથે મારામારી કરી હતી. આ વાતની જાણ કાળુ ભરવાડને થતાં તેણે પણ અનુભાઈ સાથે ફોન પર ગાળાગાળી કરી હતી. 18 નવેમ્બરે સાંજે સાડા સાત વાગ્યે કાળુ રેવા ભરવાડ ડમ્પર લઈને મહુવા રેતી ખાલી કરવા આવ્યો હતો. અનુભાઇ ઉર્ફે લાલુ તેને સમજાવવા માટે બુધલેશ્વર ખાતે આવેલા વજનકાંટા પર ગયો હતો અને તેણે જણાવ્યું હતું કે, આપણે બધા જ કૌટુંબિક કાકા-બાપાના છોકરા છીએ અને તમે ઘણીવાર મારા વિશે પણ ગ્રુપમાં ગમેતેમ લખો છો, ફોન કરી અવારનવાર ગાળાગાળી કરો છો તો તે સારું નથી અને તમારા લીધે આપણા સંબંધો બગડે છે.
આખરે પોલીસ ચોપડે નોંધાઈ ફરિયાદ
આવું કહેતાં જ કાળુ ઉશ્કેરાઈ ગયો હતો અને અનુભાઇ સાથે ઝપાઝપી કરી તેને ઢીકમુક્કીનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બંને આરોપીના ઝઘડાની જાણ થતાં જ લાલુ વિહા ભરવાડ ત્યાં પહોંચ્યા હતા અને બંનેને છૂટા પાડ્યા હતા. લાલુએ આ અંગે કાળુ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ કરતાં મહુવા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.