જાન્યુઆરી 2021 માં, ટેલિગ્રામ (Telegram) એ વિશ્વભરમાં સૌથી વધુ ડાઉનલોડ થયેલ નોન-ગેમિંગ એપ્લિકેશન (Non-gaming application) હતી. સેન્સર ટાવરના અહેવાલ મુજબ, આમાંથી 24% ડાઉનલોડ્સ (Downloads) ભારતમાં થઈ ચૂકી છે. મેસેજિંગ એપ્લિકેશન (Messaging application) ગયા મહિને 6.3 મિલિયન વખત ડાઉનલોડ કરવામાં આવી હતી (આપેલ ટકાવારી મુજબ, જાન્યુઆરીમાં 1.5 કરોડ જેટલા ભારતીય ટેલિગ્રામ પર આવ્યા હતા), જે જાન્યુઆરી 2020 ની તુલનામાં 3.8 ગણી વધારે છે. અચાનક ડાઉનલોડમાં વધારો થવાને કારણે વોટ્સએપ (WhatsApp) ની નવી ગોપનીયતા નીતિ ધ્યાનમાં લેવામાં આવી રહી છે. આ યાદીમાં ટીકટોક (TIktok) બીજા ક્રમે છે, ત્યારબાદ સિગ્નલ (Signal) અને ફેસબુક (Facebook) છે. વોટ્સએપ ત્રીજાથી પાંચમા સ્થાને પહોંચી ગયું છે.
ભારતમાં મોટાભાગના ટેલિગ્રામ ઇન્સ્ટોલ (Install) થાય છે
‘ટોપ એપ્સ વર્લ્ડવાઇડ ફોર જાન્યુઆરી 2021 બાય ડાઉનલોડ્સ ‘ (Top Apps Worldwide for January 2021 by downloads’) શીર્ષક પર તેની તાજેતરની બ્લોગ (Blog) પોસ્ટમાં, સેન્સર ટાવરે જાહેરાત કરી હતી કે, ટીકટોક અને સિગ્નલને પાછળ છોડી ટેલિગ્રામ આ વર્ષે જાન્યુઆરીમાં વિશ્વભરમાં સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ્લિકેશન બની છે. 24% સાથે ભારતમાં સૌથી વધુ ઇન્સ્ટોલ છે, ત્યારબાદ ઇન્ડોનેશિયા (Indonesia) માં 10% ઈન્સ્ટોલેસ્ન (Installations) છે.
ટીકટોક બીજી સૌથી વધુ ડાઉનલોડ કરેલી એપ્લિકેશન બની
ટીકટોક જાન્યુઆરીમાં 6.2 મિલિયન ડાઉનલોડ્સ સાથે વિશ્વભરમાં બીજી સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવેલી એપ્લિકેશન બની. જે 17% ચાઇના અને 10% અમેરિકામાં ઇન્સ્ટોલ થયેલ છે. ગયા વર્ષે અનેક ચાઇનીઝ એપ્સ (Chinese apps) ને પ્રતિબંધ કરવાના સરકારના નિર્ણય પછી પણ ભારતમાં ટીકટોક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ડિસેમ્બર 2020 માં ટેલિગ્રામ ટોપ -5 માં પણ નહોતો
સેન્સર ટાવર મુજબ ડિસેમ્બર 2020 માં ટીકટોક સૌથી વધુ ડાઉનલોડ કરેલી એપ્લિકેશન હતી. આ સમય દરમિયાન ટેલિગ્રામ પણ ટોપ -5 માં નહોતો. વોટ્સએપના નીતિ વિવાદે યુઝર્સને જાન્યુઆરી મહિનામાં ટેલિગ્રામ પર સ્વિચ કરવા દબાણ કર્યું. આ પછી, ડિસેમ્બર 2020 માં વોટ્સએપ ત્રીજા સ્થાનેથી ઘટીને જાન્યુઆરી 2021 માં પાંચમા સ્થાને આવી ગયું. જાન્યુઆરી 2021 માં સિગ્નલ અને ફેસબુક અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને આવ્યા.
ઇન્સ્ટાગ્રામ (Instagram) સૌથી વધુ ડાઉનલોડ કરેલી એપ્લિકેશન
અહેવાલ મુજબ, જાન્યુઆરી 2021 માં ઇન્સ્ટાગ્રામ સૌથી વધુ ડાઉનલોડ થયેલ નોન-ગેમિંગ એપ્લિકેશન્સની સૂચિમાં છઠ્ઠા સ્થાને છે, ત્યારબાદ ઝૂમ,(zoom) એમએક્સ (MX) ટાકાટક (Takatak ), સ્નેપચેટ (Snapchat) અને મેસેંજર છે. સેન્સર ટાવર કહે છે કે તેમાં 1 જાન્યુઆરી 2021 થી 31 જાન્યુઆરી 2021 સુધીમાં એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) બંનેમાંથી ડાઉનલોડ્સ શામેલ છે.