National

વોટ્સએપ અપડેટ કરવામાં નહીં આવે તો 8 ફેબ્રુઆરીથી મેસેજિંગ પ્લેટફોર્મ બંધ થઈ જશે

સુરત: (Surat) ફેસબુકે વોટ્સએપનો (whatsapp) મોટા ભાગનો હિસ્સો ખરીદી લીધો હોવાથી પોલિસી બદલાઇ રહી છે. ભારતમાં લો એન્ફોર્સમેન્ટ એજન્સીની લોગ્સની માંગણીઓને પગલે એપ્સ કંપની ગ્રાહકોની પ્રાઇવસીથી હાથ ખંખેરવા જઇ રહી છે. ભારતીય વપરાશકર્તાની નવા અપડેટની પસંદગીથી લો એન્ફોર્સમેન્ટ એજન્સી (Low Enforcement Agency) કોઇ પણ વપરાશકર્તાની ચેટ જોઇ શકશે અથવા ડેટા મેળવી શકશે. જો વપરાશકર્તા દ્વારા વોટ્સએપ અપડેટ કરવામાં નહીં આવે તો 8 ફેબ્રુઆરીથી મેસેજિંગ પ્લેટફોર્મ બંધ થઇ જશે એટલે કે મેસેજની (Massage) આપ-લે થઇ શકશે નહીં.

  • નવા અપડેટની પસંદગીથી લો એન્ફોર્સમેન્ટ એજન્સી કોઈ પણ વપરાશકર્તાની ચેટ જોઈ શકશે અથવા ડેટા મેળવી શકશે
  • ફેસબુકે વોટ્સએપનો મોટા ભાગનો હિસ્સો ખરીદી લીધો હોવાથી પોલિસી બદલાઈ રહી છે: ભારતમાં લો એન્ફોર્સમેન્ટ એજન્સીની લોગ્સની માંગણીઓને પગલે એપ્સ કંપની ગ્રાહકોની પ્રાઇવસીથી હાથ ખંખેરવા જઈ રહી છે

વોટ્સએપે ૫ મી જાન્યુઆરી-૨૦૨૦થી વોટ્સએપ યૂઝર્સને નીતિના બદલાવ વિશેની માહિતી આપવાનું શરૂ કરી દીધું છે. વોટ્સએપ યૂઝર્સને તેમની એપ્લિકેશનની સેવાની શરતો અને ગોપનીયતા નીતિમાં બદલાવ વિશે એપ્લિકેશનમાં સૂચનાઓ મોકલીને માહિતી આપવામાં આવી રહી છે. તે મુજબ વોટ્સએપ યૂઝર્સે મેસેજિંગ પ્લેટફોર્મનો ઉપયોગ ચાલુ રાખવો હોય તો ૮ ફેબ્રુઆરી-૨૦૨૧ સુધી કંપનીની અપડેટ શરતો અને નીતિ સ્વીકારવી પડશે. જે યૂઝર્સ વોટ્સએપના નવા અપડેટને સ્વીકારતા નથી તેમનું એકાઉન્ટ કંપની દ્વારા ડિલીટ કરાશે. નવી નીતિમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું ઇન્ટિગ્રેશન વોટ્સએપ સાથે જોઇ શકાશે. સાથે જ વોટ્સએપની પેરન્ટ કંપની ફેસબુક સાથે યૂઝર્સનો ડેટા પહેલા કરતાં પણ આવનારા સમયમાં વધુ શેર કરાશે. જેમ કે, ડિવાઈસનું નામ, ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સની માહિતી, જીઓ લોકેશન, આઈપી એડ્રેસ, મોબાઈલ લોગ ડેટા શેયર કરવાનો અધિકાર આપોઆપ કંપનીને મળી જશે.

સાઇબર ક્રાઇમ એક્સપર્ટ સ્નેહલ વકીલનાએ જણાવ્યું હતું કે, 1 જૂન-2021થી ગૂગલની પોલિસી પણ બદલાઇ રહી છે. વોટ્સએપ ફેસબુકે લઇ લીધું છે. તેની નવી નીતિથી ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનમાં લો એન્ફોર્સમેન્ટ એજન્સીને મહત્તમ મદદ મળશે. નવી પોલિસીથી ડેટાની જવાબદારી સર્વિસ પ્રોવાઇડરની રહેશે નહીં. એટલે કે, ગ્રાહકોની પ્રાઇવસી જાણવાની જવાબદારીમાંથી તે છટકી શકશે. વપરાશકર્તાનો ડેટા તે યૂઝ કરી શકે છે અને થર્ડ પાર્ટીને પણ આપી શકશે. આવી સ્થિતિમાં વોટ્સએપના વપરાશકર્તા તેમની પ્રાઇવસી જાળવવા ટેલીગ્રામ કે અન્ય કોઇ ચેટ એપ્સ પર ટ્રાન્સફર થશે. કારણ કે, વોટ્સએપમાં હવે પ્રાઇવસી રહેશે નહીં.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top