National

વોટ્સએપ ચેટ અને કોલ રેકોર્ડિગને પુરાવા રૂપે કોર્ટમાં મૂકી શકાશે: છત્તીસગઢ કોર્ટે આપ્યો મોટો ચૂકાદો

પતિ અને પત્ની વચ્ચે જયારે વિવાદ વકરે ત્યારે ફેમિલી કોર્ટ કે હાઈ કોર્ટે કેસ જાય છે. આ મામલામાં જે-તે દોષી હોય એના વિરૂદ્ઘ રજૂ કરવામાં આવેલા સબૂતો અમુક વખતે માન્ય ગણાતા નથી. આવો એક કિસ્સો હાલ રાયપુર ખાતે નોંધાયો છે, જેમાં એક પતિ અને પત્ની વચ્ચે અમુક સમયથી તકરાર ચાલી રહી હતી. આ તકરાર વધતી ગઈ અને મામલો પહોંચ્યો ફેમિલી કોર્ટમાં, જ્યાં પતિએ પત્નીથી છૂટાછેડા લેવા માટે અરજી કરી હતી.

મામલો એ હતો કે પતિને એની પત્નીના ચરિત્ર પર શંકા હતી, કે એના અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધો છે. આથી એણે તેની પત્નીની અન્ય લોકો સાથે વ્હોટ્સએપ પર થયેલી વાતચીત અને કોલ રેકોર્ડને કોર્ટમાં પુરાવા તરીકે માન્ય કરવા માટે આવેદન કર્યું હતું. એનો વિરોધ કરતાં પત્નીએ આ પુરાવાઓ તેની જાણબહાર, તેનો ફોન હેક કરીને અને તેણીની પ્રાઇવસીનો ઉલ્લંઘન કરીને એકઠા કરવામાં આવ્યા છે, અને તે માન્ય ન ગણાય એવી અરજી દાખલ કરી હતી. જો કે ફેમિલી કોર્ટે પીડિત પતિએ રજૂ કરેલા પુરાવાઓને માન્યતા આપી દીઘી હતી. પત્નીએ આ ફેંસલાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો.

આ મામલે હાઇકોર્ટે આ વિવાદ પર કહ્યું કે સંવિધાનના સંદર્ભ 21ને ધ્યાનમાં લઈને આ મામલામાં ફેયર ટ્રેલ્સ એટલે કે નિષ્પક્ષ સુનાવણી કરવામાં આવશે, જેમાં બંનેને સમાન અધિકાર પ્રાપ્ત છે એમ જણાવ્યું હતું. આ મામલો કોઈ હિસાબે ખાનગી નથી જેમાં બે જિંદગીનો સવાલ હોય. કોર્ટે પત્નીની અરજીને ફગાવી દેતા કહ્યું કે તેના પતિને આ સબૂતોને કોર્ટ સમક્ષ મૂકવાનો પૂરો અધિકાર છે. અને જો પ્રાઇવસીના નામે જો આ સબૂતોને રોકવામાં આવશે તો ફેમિલી કોર્ટનો કોઈ ઉદ્દેશ્ય જ રહેશે નહીં. આગળ હાઇકોર્ટે એમ પણ કહ્યું કે ફેમિલી કોર્ટ એક્ટની ધારા 14 ને ધ્યાનમાં રાખતા એવા કોઈ પણ સબૂત જે વિવાદને ઉકેલવામાં સહાયરૂપ થાય એ માન્ય ગણાશે. જયારે મામલો નાજૂક હોય ત્યારે પતિ અને પત્ની બંનેને તેમની વાત રાખવાનો સમાન હક મળવો જ જોઇએ એમ પણ હાઇકોર્ટે આગળ સૂનાવણી કરતા કહ્યું હતું. બંને પક્ષ વચ્ચે સંતુલન જળવાઈ રહે એ પણ મહત્વનું હોવાથી પુરાવા કેવી રીતે એકઠા કરાયા છે એનાથી કોઈ ફરક પડતો નથી એમ કહી પત્નીની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી હતી.

Most Popular

To Top