Editorial

જે હોય તે અમેરિકા ભારતીયોને આતંકવાદીની જેમ હથકડી પહેરાવે તે નહીં ચલાવી લેવું જોઇએ

આઠ ગુજરાતી સહિત 119 ગેરકાયદે ભારતીયોને અમેરિકાએ ડિપોર્ટ કરી દીધા છે. 119 ગેરકાયદે ગયેલા ભારતીયોને લઈ પ્લેન આજે અમૃતસર લેન્ડ થયું હતું. જેમાં 67 પંજાબીઓ, 33 હરિયાણાના, 8 ગુજરાતી તેમજ ઉત્તર પ્રદેશના ત્રણ, ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના બે-બે અને હિમાચલ પ્રદેશ તથા જમ્મુ કશ્મીરના એક-એક વ્યક્તિનો સમાવેશ થાય છે. ત્યારે ગુજરાતીઓની વતન વાપસી થઈ ગઈ છે. આ 8 લોકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. તો ગુજરાતીઓને હાલ અમદાવાદ લાવીને તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ 8 ગુજરાતીઓમાંથી સૌથી વધુ માણસાના છે. અમેરિકાથી 119 ગેરકાયદેસર પ્રવાસી ભારતીયોની બીજી બેચ ભારતના અમૃતસર પહોંચી હતી. અમેરિકન સૈન્ય વિમાન C-17 શનિવારે રાત્રે 11.32 કલાકે અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું. તેમાં પંજાબના 67, હરિયાણાના 33, ગુજરાતના 8, યુપી, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના બે-બે, હિમાચલ, જમ્મુ-કાશ્મીર અને ગોવાના એક-એક લોકોનો સમાવેશ થાય છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી કરવાના વચનના ભાગરૂપે ભારતીયોની આ બીજી બેચ છે જેને દેશનિકાલ કરવામાં આવ્યો છે.

ગત વખતની જેમ આ વખતે પણ પરત ફરેલા ભારતીયોને હાથકડી અને બેડીઓ સાથે લાવવામાં આવ્યા હતા, જે તેઓ પ્લેનમાંથી ઉતરતા પહેલા હટાવી લેવામાં આવ્યા હતા. ફ્લાઇટમાં મહિલાઓ અને બાળકો સિવાય પુરુષોને હથકડી પહેરાવવામાં આવી હતી જે માનવતાની વિરૂદ્ધ છે. અગાઉના વિમાનમાં ભારતીયોને જે રીતે મોકવામાં આવ્યા હતાં તે વખતે ભારતમાં સડકથી સંસદ સુધી ખૂબ જ હોબાળો થયો હતો તેમ છતાં ફરી અમેરિકાએ તેની બેશરમીનું પુનરાવર્તન કર્યું છે. કોઇના દેશમાં ગેરકાયદે વસવાટ કરવું એ અપરાધ છે.

દરકે દેશ ગેરકાયદે વસાહતીઓને દેશનિકાલ કરવા માટે કોઇને કોઇ પદ્ધતિ અપનાવે છે. અપનાવવી જ જોઇએ કારણ કે જો આપણા ઘરમાં કોઇ ગેરકાયેદ ઘૂસી જાય તો શું તેને ચલાવી લેવાઇ? અમેરિકા તેની નીતિ પ્રમાણે ગેરકાયદે વસાહતો ખાલી કરાવે છે તેનો કોઇ જ વાંધો નથી પરંતુ જે રીતે ડિપોર્ટ કરવામાં આવે છે તે પદ્ધતિ કોઇપણ રીતે યોગ્ય નથી અને આ પદ્ધતિને ભારતે કોઇપણ કાળે સાંખી લેવી જોઇએ નહીં. અમેરિકા પહોંચવાના ડંકી રૂટની વાત કરીએ તો પંજાબના હોશિયારપુર ખાતેથી અમેરિકા ગયેલા અને હવે દેશનિકાલ પામેલા બે અન્ય લોકોએ પણ તેમની દુ:ખભરી કહાણી શૅર કરી હતી.હોશિયારપુરના તાહલી ગામના વતની હરવિંદરસિંહે જણાવ્યું હતુ કે તેઓ ગયા વર્ષે ઑગસ્ટમાં અમેરિકા ગયા હતા.

Most Popular

To Top