Charchapatra

રાજકારણની ક્ષમતા વિનાના રાહુલ ગાંધીને શું કામ ચલાવી લેવા જોઇએ

રાહુલ ગાંધીને રાજકારભારનો કોઇ અનુભવ નથી અને નેતાગિરિ કોને કહેવાય એનું તેને કોઇ ભાન નથી. એવા અપરિપકવ માણસના હાથમાં 150 વર્ષ જુની કોંગ્રેસની નીતિ રીતિ સોંપી દઇ સોનીયા ગાંધીએ માત્ર કોંગ્રેસીઓ જ નહીં જનતાના એક મોટા વર્ગ જે ભાજપની નીતિરીતિથી જખ્મી થયો છે અને જે કોંગ્રેસી નેતાઓ તરફથી ભાજપનો સામનો કરવાની આશા રાખીને બેઠો છે તેમની સાથે દગાબાજી કરી છે. તેમણે કોઇ પણ ભોગે દિકરા રાહુલને વડા પ્રધાનની ખુરશી પર બેસેલો જોવો છે. આ શકય લાગતુ નથી રાહુલ તે માટે લાયક નથી આવો કિસ્સો મહાભારતમાં બની ગયો છે, અંધ ધ્રૃતરાષ્ટ્ર ગમે તે ભોગે પોતાના પુત્ર દુર્યોધનને ચક્રવતી રાજા તરીકે જ જોવા માગતો હતો અને તેથી દુર્યોધનની તમામ નબળાઇઓ તેણે અવગણી હતી. તેના આ આંધળા પુત્ર પ્રેમને કારણે મહાભારત સર્જાયું.

સોનીયા ગાંધી રાહુલ કે પ્રિયંકાને કાંઇ શિખાડવા માગે છે કે નહીં તેની આપણને ખબર નહીં પડે પરંતુ પંજાબમાં આ બે ભાઇ બહેને કોંગ્રેસ પક્ષની હાલતી-ચાલતી સરકારને ગટરમાં નાંખી દીધી તે ઘટના ભારતના ઇતિહાસમાં અજોડ છે પોતાનાં પક્ષની સરકાર જોખમમાં ગોય તો ગમે તે ભોગે તેને ટકાવવી જોઇએ, તેને બદલે આ બે ભાઇ-બહેને જોખમમાં આવેલી કર્ણાટક અને મધ્યપ્રદેશની કોંગ્રેસી સરકારોને બચાવવા કંઇ જ કરેલું નહીં, ઉલ્ટા રાહુલ કર્ણાટક જવાને બદલે મોદીની સૂચનાથી પોતે જયાં હારી ગયેલ, ત્યાં અમેઠીમાં જઇ બેઠા હતા. આવા માણસને કોંગ્રેસી નેતાઓ વરિષ્ઠ સ્થાને કેમ ચલવી લે છે ? બ્રીટીશરો સામે લડનારી, પાર્ટી આટલી કમજોર અને દિશાવિહિન થઇ જશે એવું પૂર્વ કોંગ્રેસીઓએ કદિ ધાર્યુ ન હતું.
સુરત     – ભરતભાઇ આર પંડયા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top