હાલના વિશ્વમાં દરેક મનુષ્ય વ્યસ્ત અને ત્રસ્ત છે. આ બધી સમસ્યામાં અને સંઘર્ષ ભરેલા વાતાવરણમાં સ્વાસ્થ્ય તો જાળવવું જ પડશે. પણ કઇ રીતે જાળવીશું? તેના સીધા સાદા અને સરળ ઉપાયો છે: રાત્રે વહેલાં સૂઇ જવું અને સવારે વહેલાં ઊઠી જવું. શૌચક્રિયા વગેરે નિત્યક્રમ પતાવીને એક ગ્લાસ હુંફાળા પાણીમાં 1 લીંબુ નીચોવી લેવું, તેમાં એક ચમચી મધ, થોડોક આદુનો રસ અને મરીનો ભૂકો નાખી પી જવું. આ શ્રેષ્ઠ ડીટોક્ષીફાઇંગ એજન્ટ છે. રોજ સવારે 30-40 મિનિટ ઝડપથી ચાલવું. ત્યાર બાદ પ્રાણાયામ, કપાલભાતિ અને અનુલોમ-વિલોમની ક્રિયા કરો. થોડી સ્ટ્રેચીંગ એકસરસાઈઝ પણ કરો. 10 મિનિટ ધ્યાનમાં બેસો.
ચા, દૂધ કે કોફી સાથે હેલ્ધી બ્રેકફાસ્ટ કરવો. (ઓટમીલ, એગ, ફણગાવેલા મગ, એક ફ્રુટ, પાંચ બદામ-કાજુ-પીસ્તા, અખરોટ) ભોજનમાં ફ્રાઈડ-ફેટી ફુડ લેવાનું ટાળો. સેચ્યુરેટેડ ફેટવાળો ખોરાક (ઘી, માખણ-મલાઈ-હોલ મીલ્ક વ.) ન લેવો. ફાસ્ટ ફુડથી દૂર રહો. સાંજનું ડીનર 7-8 વાગ્યામાં લઇ લેવું. (ખાસ કરીને વયસ્કોએ, ડીનર હળવું રાખો) વ્યસનથી દૂર રહો. રોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવું. ડાયાબિટીસ બીપી જેવા રોગો માટે તમારા ફેમિલિ ડોકટરના સંપર્કમાં રહેવું, વર્ષમાં એક વખત હેલ્થ ચેકઅપ કરાવો. સવારે અને રાત્રે બ્રશ કરવું. વૃદ્ધ લોકોએ સોફા પર બેસી ન રહેતા એકટીવ રહેવું. નવું નવું વાંચતાં રહો. નવું શીખતાં રહો. ઘરના કામકાજમાં મદદ કરવી. ઘણું જાતે કરો, ઘણું જતું કરો.’
શિકાગો – ડૉ. કિરીટ એન. ડુમસિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.