Sports

IPLની ફાઈનલ મેચમાં વરસાદ વિઘ્ન નાંખશે તો શું થશે? કેવી રીતે નક્કી કરાશે વિનર?

ઇન્ડિયન પ્રીમીયર લીગના ફાઈનલમાં આજે તા. 3 જૂન 2025ના રોજ રોયલ ચેલેન્જસ બેગલુરુ (RCB)નો સામનો પંજાબ કિંગ્સ (PBKS) સાથે થશે. આ મેચ અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ આઇપીએલના સિઝનમાં નવો ચેમ્પિયન મળશે. કારણકે બંને ટીમ હજુ સુધી એકેય વાર ટ્રોફી જીતી નથી.

ઈન્ડિયન પ્રીમીયર લીગ(IPL 2025)માં RCB અને PBKSની તકરાર થશે. આ મેચ આજે તા. 3જૂનના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ આઇપીએલ સિઝનના આઇપીએલને નવો ચેમ્પિયન મળવા જઈ રહ્યો છે . તેથી આ મેચ રસપ્રદ બની રહશે.

અમદાવાદના હવામાનથી ચાહકોમાં ડર
ફાઇનલ મેચ પહેલા અમદાવાદનું હવામાન ચાહકોને ડરાવી રહ્યું છે. ક્વોલિફાયર-2 મેચમાં પણ જોવા મળ્યું હતું કે વરસાદને કારણે મેચ મોડી શરૂ થઈ હતી. જો ફાઈનલ મેચમાં વરસાદ વિઘ્ન નાંખશે તો શું થશે? જોકે, BCCI અને IPL એ આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે કડક નિયમો બનાવ્યા છે, જેની મદદથી વિજેતા ટીમની જાહેરાત કરવામાં આવશે. ચાલો જાણીએ કે જો ફાઇનલ મેચમાં વરસાદ વિલન બને તો શું થઈ શકે?

IPL 2025ની ફાઈનલ માટે રિઝર્વ ડે
IPL ફાઇનલ 2025 માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો કોઈ પણ કારણોસર તા.3 જૂને એટલે કે આજે મેચ રમાય ન શકે તો મેચ બીજા દિવસે એટલે કે તા. 4 જૂને તે જ સમયે અને તે જ જગ્યાએ ફરી શરૂ થશે. આ નિયમથી ચાહકોનો ડર થોડો ઓછો થયો છે. ચાહકો આખી મેચ જોઈ શકશે અને વિજેતા મેદાન પર જ નક્કી થશે. જેથી IPL 2025 ફાઇનલ મેચમાં થોડો વિલંબ થાય તો મેચ માટે કોઈ ખતરો નહીં રહે. કારણ કે મેચ પૂર્ણ કરવા માટે 120 મિનિટ સુધીનો વધારાનો સમય આપવામાં આવ્યો છે. વરસાદ કારણે મંગળવારે મેચ પૂર્ણ ના થાય તો ફાઇનલ બુધવાર તા.4 જૂનના રોજ રિઝર્વ ડે પર રમાશે.

રિઝર્વ દિવસે પણ વરસાદ પડે તો વિજેતા કોણ ?
જો તા.3 અને તા.4 જૂન બંને દિવસે વરસાદ ના કારણે મેચ ન થઈ શકે. તો આ મેચના વિજેતા ટીમના પ્રદશનના આધારે નક્કી થશે. નિયમ મુજબ પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેલી ટીમ ને વિજેતા જાહેર કરવામાં આવશે. જેથી પંજાબ કિંગ્સને ફાયદો મળશે. કારણકે તે RCBથી સારી સ્થિતિ અને પોઈન્ટ ટેબલમાં ટોચ છે.

DLS નિયમ મુજબ શું થશે?
જોકે IPL 2025 ફાઈનલ મેચમાં વરસાદ કે કોઈ અન્ય રૂકાવટ આવે છે . તો ડકવર્થ-લુઈસ- સ્ટન (DLS)નો નિયમ લાગુ પડશે. મેચના પરિણામ માટે ઓછામાં ઓછી પાંચ ઓવરની મેચ થવી જરૂરી છે . જો 5-5 ઓવરની પણ મેચ નહીં થાય તો DLSનિયમ મુજબ મેચ રદ માનવામાં આવશે .

Most Popular

To Top