મારી પાસે માત્ર રેડિયો જ છે. હું એના પર આવતા સમાચાર સાંભળું છું. સમાચારમાં રોજ એવી જાહેરાત કરવામાં આવે છે કે ભારતમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા અને કોરોનાને કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા બીજા દેશો કરતાં ખૂબ ઓછી છે, તો દર્દીઓના સાજા થવાનું પ્રમાણ અન્ય રાષ્ટ્રીય કરતાં ભારતમાં વધુ છે.
તા. 29-11-2020 ના ડો. ભરત ઝુનઝુનવાળા લેખમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં કોરોનાને કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા અન્ય દેશો કરતાં વધુ છે. મારા જેવા સામાન્ય માણસ અને પ્રશ્ન થાય આમાં સાચું શું? શું સરકાર ખોટા સમાચાર આપી પ્રજાને ગુમરાહ કરવા માંગે છે. જો સાચા આંકડા રજૂ કરવામાં આવશે તો જ પ્રજા કોરોનાની ભયંકરતાને ઓળખી ચેતશે.
સુરત – ઉપેન્દ્ર વૈષ્ણવ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.