બેકરી પ્રોડકટમાં મિઠાસ લાવવા માટે ખાંડનો ઉપયોગ કરવમાં આવતો નથી. 50 કિલો ખાંડની પૂર્તિ માટે માત્ર 10 એમ.એલ. કેમીકલ તેના માટે પૂરતુ છે અને તે સીધા બાળકો અને મહિલાઓના મસ્તિક ઉપર એટેક કરે છે અને તેઓની વાણી-વર્તન બદલાય જાય છે. સુરતની વાત કરીએ તો 100 રૂ થી શરૂઆત થાય છે અને લીમીટેડ ખાદ્ય પદાર્થો મળે છે તો 200 થી માંડીને 2000 રૂ. સુધીની જમવાની થાળીઓપણ મળે છે. પણ આ બધી જગ્યાના રસોડામાં એક આંટો મારો તો ખબર પડે કે કંઇ રીતે તમારી મનપસંદ વાનગીઓ બનાવવામાં આવે છે.
તેલની કવોલીટી થર્ડકલાસને પણ શરમાવે તેવી હોય છે. પનીર-ચીજ – બટર બધા કૂદી કૂદીને ખાય છે. તે પણ ડુપ્લીકેટ. શનિવાર રવિવારે તો ફૂટપાથનો કબજો કરી ઉભેલ હાટડીઓથી માંડીને હોટલોમાં વેઇટીંગ ચાલતુ હોય છે. ઘરનો પુરુષ વર્ગ રૂપિયા કમાવવા પાછળ પાગલ બને છે. દૂધમાંથી બનાવતી પ્રોડકટ ડુપ્લીકેટ હોય શકે છે અને તે ખાવાથી પ્રજા નપૂસક બનતી જાય છે તેનો પુરાવો ઢગલબંધ IVF સેન્ટરો ખૂલી ગયા તે છે! ટેસ્ટ ટયૂબ બેબી અને દવાખાના /હોસ્પિટલની ભીડ ઘણી બધી ચાડી ખાય છે. કેન્સર ડાયાલીસીસ, હાર્ટએટેક, બ્લેડ પ્રેશરના યુવા વર્ગના દર્દીઓ મળી આવે છે અને અકાળે ભર યુવાનીમાં મોતના મુખમાં ગરકી જાય છે અને પાછળ રડતાં-વિલપતો પરિવાર છોડી જાય છે.
અરે! ધાર્મિક સંસ્થાઓ પણ રેસ્ટોરન્ટ અને હોટલો ચલાવે છે. તેના ખાદ્યપદાર્થમાંથી મરેલો વાંદો, ગરોળી જેવા રસોડામાં વિચરતા જીવો મળી આવે છે તે રેસ્ટોરન્ટ/હોટલોની બેદરકારીના પુરવાઓ આપે છે. આવી બેદરકારી દાખવનાર બે-રોકટોક તે તેના વ્યવસાયમાં મંડયો રહે છે. અને અર્ધ સરકારી કે સરકારી સંસ્થાઓ દંડ સજા કરીને ન છોડી દેતા તેને હંમેશા માટે આ વ્યવસાયથી દૂર કરી તેની માલ-મિલકત જપ્ત કરવા જેવા આકરા- શિક્ષાત્મક પગલા લેવા જોઇએ અને આમ કરવામાં કોઇ ઓળખ કે રાજકારણ મધ્યસ્થી ન કરે તે સમયની માંગ છે ગ્રાહકોના જાનના જોખમે કરોડપતિ થનારઓની પેઢી સાફ થઇ ગયાના પુરાવો પણ મળી આવે તેવા છે.
સુરત – પરેશ ભાટિયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે