ઢળતી વયે સેક્સ માણવાના આનંદ કે તેને લગતી બાબતો અંગે ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. જો કે વાસ્તવમાં પ્રૌઢ વયે પણ સેક્સ તમારા જીવનને રોમાંચક અને સક્રિય રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તમારી ઉંમર વધવાની સાથે સાથે જ સેક્સ માણવાની ક્ષમતા કે રોમાંચ 20 વર્ષે જેટલો હતો તેટલો નથી રહેતો, તે સાચું હોવા છતાં તે આનંદદાયક બની શકે છે. કેટલીક ગેરમાન્યતાઓથી વિપરીત સેક્સ માત્ર યુવાનો માટે જ નથી. અનેક ઉંમરલાયક લોકો હજી પણ જીવનના આઠમા દાયકામાં કે તેથી વધુ વયે સેક્સનો આનંદ માણે છે. પુખ્ત વયના અનેક લોકો માટે પ્રેમક્રીડાઓ એ જીવનને બહેતર બનાવવા માટે વિવિધ લાભો જેમ કે આત્મવિશ્વાસ કે સ્વાભિમાનમાં વધારો, વધુ સારી ઊંઘ અને બહેતર સુખાકારી ઉપલબ્ધ બનાવતું એકમાત્ર આનંદદાયક સાહસ છે. વૃદ્ધાવસ્થામાં પણ, શારીરિક આત્મીયતા વ્યક્તિના આરોગ્ય અને સુખમાં વધારો કરી શકે છે. તેથી જ 65 થી 80 વર્ષની વયના મોટા ભાગના વૃદ્ધો તેને આવશ્યકતા તરીકે જુએ છે. તંદુરસ્ત વૃદ્ધાવસ્થા અંગેના રાષ્ટ્રીય સર્વેમાં 76 % લોકોએ કહ્યું કે કોઈ પણ ઉંમરે પ્રેમ કરવો રોમેન્ટિક સંબંધોનું મહત્ત્વનું પાસું છે. ભલે તમારી ઉંમર વધી હોય અને તમે વૃદ્ધ થઈ રહ્યા હો પરંતુ પ્રેમ અને સેક્સ હજી પણ તમારા જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. 60 વર્ષ પછી સેક્સ માણવા વિશે તમારે શું જાણવું જોઈએ તે અહીં દર્શાવાયું છે.
60-પ્લસ: હજી પણ સેક્સી
60 પછી સેક્સ? ચોક્કસ. ઘણાં પ્રૌઢ યુગલો તેમના યુવાનીના દિવસો કરતાં વધુ સારી લવ લાઇફ ધરાવે છે. તેનાં ઘણાં કારણો છે. જેમ કે આ વયે તેઓ પોતાના સાથી સાથે ગાઢ આત્મીયતા ધરાવે છે. આ ઉપરાંત ઉંમરના આ પડાવે તેઓ સમક્ષના પડકારો મહદ અંશે ઓછા જોવા મળે છે. ગર્ભાવસ્થાની ચિંતા નથી હોતી અને બાળકો મોટા થઈ સ્થાયી થઈ ગયા હોવાથી તેમની પાસે એકબીજા સાથે ગાળવાનો પુષ્કળ સમય હોય છે.
અંતઃસ્રાવોમાં ફેરફાર
45 વર્ષ કે તેથી વધુની ઉંમરે નવી સમસ્યાઓ તમારી લવ લાઇફને અસ્થાયી રૂપે નબળી પાડી શકે છે. આ તબક્કે સેક્સ હોર્મોન્સમાં મોટો ઘટાડો થાય છે. સ્ત્રીઓમાં ઉંમરના આ પડાવે મેનોપોઝને લીધે એસ્ટ્રોજન અને એન્ડ્રોજનમાં ઘટાડો થાય છે. તેની યોનિમાર્ગની દીવાલો પાતળી અને સૂકી થઈ જાય છે. પુરુષોમાં પણ લગભગ આ તબક્કે ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. જેને પરિણામે શિશ્નોત્થાનમાં મુશ્કેલી પડી શકે છે. માનસિક ફેરફારો અને લોહીના પ્રવાહમાં થતાં ફેરફારથી પણ સ્થિતિમાં પરિવર્તન આવે છે.
યોનિમાર્ગમાં ફેરફાર
સ્ત્રીઓની મુખ્ય જાતીય સમસ્યાઓમાં જાતીય સુખની ચરમ સીમા સુધી પહોંચવાની તકલીફ, કામેચ્છાનો અભાવ અથવા યોનિમાં શુષ્કતાનો સમાવેશ થાય છે. ઉંમર વધવાની સાથે તેની યોનિ ટૂંકી અને સંકુચિત થતી જાય છે. તે પહેલાંની જેમ સરળતાથી સ્વયં સ્નિગ્ધતા પ્રાપ્ત નથી કરતી. આથી સેક્સ માણતી વખતે તેને દુખાવો થવાની શક્યતા રહે છે. આવી સ્થિતિમાં લ્યુબ્રિકન્ટ્સ, કોન્ડોમ, પાણી-આધારિત લ્યુબ્રિકેટિંગ જેલી અને યોનિમાર્ગ માટેના મોઇશ્ચરાઇઝર કારગર નિવડે છે. તમારા ગાયનેકોલોજિસ્ટ તમને વેજિનલ એસ્ટ્રોજન લેવાની સલાહ પણ આપે તેવું બને, જે ક્રીમ, ગોળી અથવા ટેબ્લેટ અથવા ઇન્સર્ટ તરીકે ઉપલબ્ધ છે.
શિશ્નોત્થાનની સમસ્યા
પુરુષો માટે ઉંમરને લગતી મુખ્ય જાતીય સમસ્યા ઇરેક્ટાઇલ ડિસફંક્શન અથવા ED એટલે કે શિશ્નોત્થાનની સમસ્યા છે. ઈન્દ્રિય પહેલાંની જેમ વધુ સમય સુધી ટટ્ટાર નથી રહેતી. આવી સમસ્યા માટે વાયગ્રા અને અન્ય દવાઓનો ઉપયોગ કરી શકાય. જો કે તેમની ગંભીર આડઅસરો થઈ શકે છે. આવી દવાઓ નાઇટ્રેટ્સ ધરાવતી દવાઓ સાથે પણ ટકરાઈ શકે છે. જો કે નવી દવાઓ શિશ્નોત્થાનની તમારી સમસ્યાને લાંબા સમય સુધી ઠીક કરી શકે છે અને તે પણ આડઅસર વિના. જો કે ઝડપી ઈલાજના દાવાઓ કરતી દવાઓ અને સપ્લિમેન્ટસથી સાવધ રહેવું જોઈએ. આવી કોઈ પણ દવા લેતા હંમેશાં સેક્સોલોજિસ્ટની સલાહ લો.
ડાયાબિટીસ
ડાયાબિટીસને કારણે, ખાસ કરીને ટાઇપ 2 ધરાવતા પુરુષોમાં શિશ્નોત્થાનની સમસ્યા સર્જાઈ શકે છે. બ્લડશુગરના નબળા નિયંત્રણને લીધે સમય જતાં, જાતીય અંગોને લોહીનો પ્રવાહ પૂરો પાડતા જ્ઞાનતંતુઓ અને રક્તવાહિનીઓને નુકસાન થઈ શકે છે. ઉપર જણાવ્યા મુજબ નવી દવાઓ, એસએસ શોટ ટ્રીટમેન્ટ અથવા તો પેનાઇલ ઇમ્પ્લાન્ટ આ સમસ્યામાં મદદરૂપ થઈ શકે છે. ડાયાબિટીસ ધરાવતી સ્ત્રીઓના જનનાંગોની સંવેદનશીલતામાં ઘટાડો થઈ શકે છે. તેનાથી યોનિમાર્ગમાં યીસ્ટ ઇન્ફેક્શન પણ વધુ થાય છે, જે આ ભાગમાં બળતરા પેદા કરી શકે છે અને તેના લીધે સેક્સ માણવું મુશ્કેલ અથવા પીડાદાયક છે. જો કે તેની સરળ સારવાર શક્ય છે.
હૃદયને લગતી બીમારીઓ
TV સીરિયલ કે ફિલ્મમાં સેક્સ દરમિયાન હાર્ટએટેક કદાચ દર્શકોની ઉત્તેજના વધારવામાં ઉપયોગી નિવડી શકે પરંતુ વાસ્તવિક જીવનમાં આવું ભાગ્યે જ બને છે. હૃદયરોગને કારણે તમારી ધમનીઓ સાંકડી અને કઠણ બને છે, જેથી તમારું લોહી જોઈએ તેટલી સરળતાથી વહેતું નથી. તમને ઉત્તેજિત થવામાં અથવા પરાકાષ્ઠાનો અનુભવ કરવામાં મુશ્કેલી પડી શકે છે. હૃદયરોગની સારવાર લીધા પછી તમારા કાર્ડિયોલોજિસ્ટ સંભવતઃ તમને સેક્સ માણવા લીલી ઝંડી આપશે. છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અથવા સેક્સ દરમિયાન વધુ ખરાબ થતા લક્ષણો વિશે તમારા ડૉક્ટરને ચોક્કસપણે જણાવો.
અન્ય પડકારો
તમારા જાતીય જીવનને અસર કરતી અન્ય તબીબી પરિસ્થિતિઓમાં વજન વધવું, સંધિવા, દીર્ઘકાલીન પીડા, મૂત્રાશય નિયંત્રણની સમસ્યાઓ, ચિત્તભ્રમણા, હાઈ બ્લડપ્રેશર અથવા કોલેસ્ટ્રોલ, દવાઓની આડઅસરો, હતાશા અને પક્ષાઘાતનો સમાવેશ થાય છે. તમે એકબીજા સાથે કેવી રીતે વધુ નજીક રહી શકો છો તે વિશે વાત કરો. તમારા જાતીય જીવનને બહેતર બનાવવા માટે તમારે તેના પાર્ટનર બનવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, નહીં કે તેની સંભાળ રાખનાર કેરટેકર બનવા પર.
તમારા ડૉક્ટર સાથે વાત કરો
કદાચ તમારા ફેમિલી ડૉક્ટર સાથે આ મામલે વાત કરવાનું તમને સરળ નહીં લાગે. સાચી વાત તો એ છે કે તેમને પણ આ વિશે વાત કરવામાં પણ તકલીફ પડી શકે છે. શક્ય છે કે જ્યારે તે તમારી અન્ય શારીરિક સમસ્યાઓ સાથે સંબંધ ધરાવતી હોય ત્યારે તેના વિશે ખૂલીને તમારી સાથે વાત કરે. જેને પરિણામે તમે તેમને સેક્સોલોજીસ્ટનું નામ સૂચવવાની ભલામણ કરી શકો છો. આ ઉપરાંત શું અન્ય કોઈ દવાથી સેક્સની સમસ્યા સર્જાઈ શકે કે કેમ અથવા તેની સારવાર વીમા કવચ હેઠળ આવરી લેવાય છે કે નહીં તેના જવાબો પણ તમે તમારા ફેમિલી ડૉક્ટર પાસેથી મેળવી શકો છો. જ્યારે તે અન્ય પરિસ્થિતિઓથી સંબંધિત હોય ત્યારે તેઓ તેને ઉપર લાવવાની સંભાવના વધારે છે. તે સીધા પ્રશ્નો પૂછવામાં મદદ કરી શકે છે, જેમ કે: શું તમે સેક્સોલોજિસ્ટની ભલામણ કરી શકો છો અને શું આ મેડિક્લેમ દ્વારા આવરી લેવામાં આવ્યું છે? શું મારી કોઈ પણ દવા સેક્સની સમસ્યાઓનું કારણ બને છે?