ઉકાઇ જળાશય આધારિત સોનગઢ, ઉચ્છલ, નીઝર અને કુકરમુંડા તાલુકાના અંદાજે ૨૭,૨૦૦ હેક્ટર વિસ્તારને લાભ આપવા માટેની રૂ. ૯૬૨ કરોડના ખર્ચે સોનગઢ ઉચ્છલ-નીઝર ઉદ્વવહન પાઇપલાઇનનું આયોજન છે. જેના માટે રૂ. ૩૩૦ કરોડની જોગવાઈ.
- સુરત જિલ્લા ( SURAT DISTRICT) માં રૂ. પ૯૦ કરોડના ખર્ચે કાકરાપાર-ગોરધા-વડ ઉદ્વવહન પાઇપલાઇન યોજના પૂર્ણ કરી માંગરોળ અને માંડવી તાલુકાના આશરે ૧૯,૮૦૦ હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ આપવામાં આવેલ છે.
- સુરત જિલ્લાના ઉમરપાડા તથા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ૭૩ ગામોના ૨૧૭૫૦ હેકટર વિસ્તારમાં સિંચાઈ સુવિધાનો લાભ આપવા માટે રૂ.૭૧૧ કરોડની તાપી-કરજણ લિંક પાઇપલાઇન યોજનાના કામો પ્રગતિ હેઠળ છે, જેના માટે રૂ. ૧૫૦ કરોડની જોગવાઇ
- નર્મદા યોજના દ્વારા ખરીફ સિઝન દરમ્યાન પિયત વિસ્તારમાં ખેડૂતોને પૂરતું પાણી આપવામાં આવ્યું છે અને રવિ સિઝનમાં પાણી આપવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર યોજનાના જરૂરી કામોને પૂર્ણ કરવા માટે રૂ. ૭૩૭૦ કરોડની જોગવાઈ.
- સુરત ખાતે કિડની હોસ્પિટલને અદ્યતન બનાવવા માટે સાધન સામગ્રી અને માનવ સંશાધન ઉપલબ્ધ કરાવવા માટે રૂ. ૨૫ કરોડની જોગવાઈ
- નર્મદા જિલ્લાના રાજપીપળા મુકામે બિરસા મુંડા ( BIRSA MUNDA) આદિજાતિ યુનિવર્સિટી માટે રૂ. ૩૬ કરોડની જોગવાઈ
- અમદાવાદ, સોમનાથ, અંબાજી, દ્વારકા, સાપુતારા અને ગીરમાં હેલિપોર્ટ વિકસાવાશે. આ માટે 3 કરોડની જોગવાઈ
ભાડભૂત બેરેજ યોજના
નર્મદા નદીનું મીઠું પાણી અત્યારે ભરૂચ પાસે બિન ઉપયોગી રીતે દરીયામાં વહી જાય છે. તેનો સંગ્રહ કરી મીઠા પાણીનું સરોવર બનાવી ભરૂચ-અંકલેશ્વર વિસ્તારની ખારી થતી જમીનને બચાવવા અને આ વિસ્તારમાં દરિયાઇ ભરતીના કારણે ખારા થતાં પાણીની ગુણવત્તા સુધારવા ભરૂચ અને અંકલેશ્વર પાસે આવેલ ભાડભૂત નજીક નર્મદા નદી ઉપર રૂ. ૫૩૨૨ કરોડની અંદાજીત ખર્ચની ભાડભૂત યોજનાની કામગીરી શરૂ કરેલ છે. આગામી ચાર વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે. આ બેરેજમાં પ૯૯ મિલીયન ઘનમીટર મીઠા પાણીનો સંગ્રહ કરી શકાશે જેના કારણે નર્મદા નદીમાં ૭૦ કિલોમીટર લંબાઈમાં ખારાશ અટકશે. આ વિશાળ મીઠા પાણીના સરોવરથી ભરૂચ જિલ્લાને વ્યાપક રીતે લાભ થશે. વધુમાં, ભાડભૂત બેરેજ ઉપર ૬ માર્ગીય બ્રિજ બનાવવાનું આયોજન હોવાથી દહેજથી હજીરા-સુરત વચ્ચેના અંતરમાં ૩૭ કિલોમીટરનો ઘટાડો થશે. બેરેજની આ કામગીરી માટે રૂ.૧૪૫૩ કરોડની જોગવાઇ.