Charchapatra

વસંત ઋતુના આ સંધિ કાળમાં કઈ કાળજી લઈશું?

આર્યુવેદમાં આખા વર્ષને બે કાળમાં અને છ ઋતુમાં વિભાજિત કરેલ છે: એક ઋતુમાંથી બીજી ઋતુમાં જવાના કાળ ને સંધિકાળ તરીકે ઓળખવામાં આવે છે. શિશિર ઋતુમાં શરીરમાં કફ થાય તે વસંતનો સૂર્ય તપતા કફ ઓગળવા લાગે છે. જો યોગ્ય રીતે સાફ ન થાય તો જઠરાગ્નિ મંદ પડે. આ ઋતુમાં સ્નિગ્ધ ગળપણ યુક્ત આહાર ત્યજવો. જૂના ઘઉં, ચોખા ખાઈ શકાય. મધનું સેવન અને તાજુ ભોજન લેવું. ઓછું ખાવું. ધી ને બદલે તેલ, શાકભાજીમાં કારેલા, પરવળ, મેથી જેવી કડવી વસ્તુ ગુણકારી છે. દહીં અને ફ્રીજની ઠંડી વસ્તુઓ ત્યજવી.

ઠંડા પીણા અને બજારૂ ખોરાક ન ખાવો, મુસાફરી ઓછી કરવી, સ્વિમિંગ ન કરવું, પંખાની સીધી હવા ન લેવી, હળદર વાળું દૂધ, સૂઠ નાખેલું ગરમ પાણી, પૂરતી ઊંઘ અને પૌષ્ટિક આહાર લેવો, શેકેલા ચણા, ખજૂર, સુકા મેવાનું સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે     આ ઋતુમાં વ્યાયામ કસરત કરવી. શરીરમાંથી પરસેવો નીકળે તેવી મહેનત કરવી. આ ઋતુમાં બપોરે સૂવાનું ટાળવું. પંચકર્મની વમન ક્રિયા શરીર શુદ્ધિકરણ માટે બેસ્ટ છે. નાસિકામાં ઘી, દિવેલ ના ટીપા નાખવા. કફ જન્ય રોગોથી બચવા રૂટીન માં આટલું જોઈએ. આર્યુવેદિક ઉપચાર કરી શકાય.ઋતુઓનો રાજા વસંતમાં. આહાર-વિહાર અને વ્યવહાર આટલું ધ્યાન રાખવું જેથી તંદુરસ્તી જળવાય રહે.
મોટા વરાછા, સુરત – યોગેન્દ્ર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top