Charchapatra

જે પોષતું તે મારતું એ દીસે ક્રમ કુદરતી

કવિ કલાપીની આ પંક્તિ એટલા માટે યાદ આવી કે, છેલ્લા ઘણાં વર્ષોથી આપણાં દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં વરસાદ સારા પ્રમાણમાં પડે છે. પરિણામે, દર વર્ષે ખૂબ સારો પાક થાય છે. તે આપણે ન્યૂઝ ચેનલોમાં પણ જોઈ શકીએ છીએ. ખૂબ પ્રમાણમાં બટાટા, ડુંગળી, મગફળી, કપાસ વિગેરે પાકો થતા હોય છે. દર વર્ષે ખેડૂતો ખુશ હોય છે. પરંતુ આ વર્ષની વાત કરીએ તો આ વર્ષે પણ વરસાદ તો સારો જ થયો પરંતુ હવે દિવાળી પછી જ્યારે વરસાદની જરૂર નથી ત્યારે પણ વરસાદ વરસીને થયેલા પાકને સો ટકા જેટલું નુકસાન કરી રહ્યો છે ત્યારે, એમ બોલ્યા વગર રહેવાતું નથી કે જે પોષતું તે મારતું.

ઉત્તરાખંડ અને ઉત્તરાંચલ બાજુ વરસાદ દરમિયાન જે નુકસાન થયું તેમાં પણ આ વાત લાગુ પડે છૈ. કુદરત આપીને પાછું લઇ લે એના માટે આપણે કુદરતને શું કહી શકીએ? સરકારનો વાંક હોય, જેમ કે રોડ પર ખાડા પડવા જેવી વાત તો આપણે સરકાર અને તેના માણસોને દોષ દઈએ, પરંતુ કુદરત સામે કયાં ફરિયાદ કરવા જઈએ? ખેડુતોને નુકસાન થાય તેની બધા પર અસર પડે એટલે કુદરત જેમ બને તેમ જલ્દી આ વરસાદ બંધ કરે એવી સર્વના હિતમાં પ્રાર્થના કરીએ.
ગોડાદરા, સુરત        – પ્રવિણ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top