એક બાળક એવું વિચારતો હશે કે મને આ દુનિયાના બધા માતા-પિતાને ફરીથી શાળાએ મોકલવા છે. એવી શાળા જ્યાં સાચા માતા-પિતા બનવાનું શિક્ષણ મળતું હોય, જ્યાં એ માતા-પિતાને સંમોહિત કરીને હું એમને એમનું બાળપણ યાદ કરાવું. રોજ એમની પાસેથી પચાસ વાર લખાવું કે વરસાદમાં નાહવાથી શરદી થતી નથી કે તડકે રમવાથી લૂ લાગતી નથી કે ધૂળમાં રમવાથી કોઈ બિમારી થતી નથી. માતા-પિતાને ખબર હોવી જોઈએ કે હોળીનાં તાપણે, ઉત્તરાયણમાં અગાશીએ કે જન્માષ્ટમીની રાતે અને દિવાળીની આતશબાજી વચ્ચે બાળપણ પાંગરે છે. અમારા માતા-પિતા પાસે મારાથી ય વજનદાર એવું મારું દફતર ઉચકાવું છે.
એક હાથમાં નાસ્તાનો ડબ્બો બીજા હાથમાં પાણીની બોટલ પકડાવી છે. મારે માતા-પિતાને કહેવું છે કે જૂઠુ બોલવુ એ પાપ છે. વારંવાર મારા પર હાથ ઉપાડતા મારા માતા-પિતાને સંતાકુકડી રમાડવી છે. મારા માતા-પિતાને એવી સજા કરવી છે જે સમય પહેલા બીજાને પાસેથી તેનું મહામૂલુ બચપણ છીનવી લઈ હાથમાં સ્લેટ પેન પકડાવી દે છે. બાળકની રસ, રૂચિ અને શક્તિને ઓળખીને જ આગળ વધવું જોઈએ. પોતે ક્યારે શાળા કોલેજમાં 50/55 ટકાથી આગળ ગયા ના હોય અને 95 થી 98 ટકા આવવા જ જોઈએ માનનાર મારા માતા-પિતાને શું કરવું? પોતાને બાળકની ઈચ્છા શું છે? બાળક શું ચાહે છે? એ પૂછવાની તકલીફ કેટલા માતાપિતા લે છે?
આંબાવાડી, સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.