Charchapatra

પક્ષ માટે કેટલી વફાદારી

રાજકીય નેતાઓ પોતાના પક્ષને વધુ બેઠક મળે તે માટે ભારતની અને દુનિયાની સૌથી મોટી લોકશાહીમાં કેવાં કાવા-દાવા પ્રપંચ કરી પ્રજાને ગેરમાર્ગે દોરે છે. હમણાંજ ચુંટણી પહેલા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ દ્વારા સહકારી સંમેલનમાં જણાવામાં આવ્યું કે બંધ પડેલ વ્યારા સુગર ફેકટરી માટે 30 કરોડ મંજુર કરાવ્યા અને વ્યારા સુગર ચાલુ કરાવી. અને હાલમાં ગોળના કોલાવાળાઓ પાસેથી ખેડૂતો ને જે ભાવ 700 થી 800 રૂા. મળતા તે  હવે 2800 થી 3000 રૂા. મળતા થયા છે. સાચી હકીકત એ છે કે વ્યારા સુગર ફેકટરીનાં તો હજી ભાવ પણ નક્કી નથી થયા.

અને એમની બેલેન્સ સીટ મુજબ રૂા. 1820/- જ આપી શકાય એમ છે. પ્રજા કેમ મૂર્ખ બની જાય તેનો સત્ય પુરાવો છે.  હાલમાં જ એક ભાજપી નેતાએ મહિલા કોર્પોરેટર પાસે બિભત્સ માંગણી કરી, હાથ પણ પકડી લીધો. શું ભાજપ પાસે શરમ જેવી કોઈ ચીજ છે ખરી ! સુરતમાં લોકસભાના કોંગ્રેસી ઉમેદવારનું ફોર્મ રદ થયું. સાત અપક્ષો એ પણ ઉમેદવારી ખેંચી લીધી. ભાજપ ઉમેદવાર બીનહરીફ થયા.

આ બાબતે ઈડી. સીબીઆઈ ને તપાસનાં આદેશ થયા?  ગુજરાતને મોડેલ કહેવાના શર્મશાહ બનાવ ગુજરાતમાં બન્યા છે. બનાવટી વડાપ્રધાનનાં P.O., CM નાં P.O.બનાવટી, ક્લેક્ટર, પીએસઆઈ બનાવટી ઈરીગેશન કચેરી બનાવટી જકાત નાકું, બનાવટી નકલી ઘી-તેલ-જીરૂ આવા તો અનેક કિસ્સાઓ સામે આવ્યા છે એમ બની રહ્યા છે. કોઈક સ્થળે વાંચ્યું છે કે ભારતની લોકશાહીની 582 બેઠકોમાંથી 400 જેટલા મંત્રીઓ કે પ્રધાનો સામે કોર્ટ કેસો થયા છે. જેમાં ચોરી-લૂંટફાટ, બળાત્કાર, મનીલોડરીંગ, મારા-મારી ઉચાપટ વિ. શું ભાજપ પવિત્ર ગંગા નદીનું વહેણ છે જેમાં ડૂબકી લગાવવાથી ભાજપનેતાઓના પાપ ધોવાય જાય છે ! ઈડી-સીબીઆઈ નો આજદિન સુધી છાપા મારવાનો રેકોર્ડ જુઓ. પ્રજાનાં હિત માટે તો કામ કરતું નથી.

ફક્ત વિરોધ પક્ષના નેતાઓને અપંગ બનાવવામાં કોઈ જ કસર છોડતી નથી. ઈલેક્ટ્રોલ બોન્ડની વાત કરીએ તો વિરોધપક્ષ કરતાં ફક્ત ભાજપને જ સૌથી મોટી અને વધુ રકમ મળી છે. બોલો ! હવે આમાં ચુંટણીપંચ અથવા યોજના બનાવનાર ચોક્કસ ભાજપનો જ હિતેચ્છી હશે ! બેકારી વધે. અરે : 30 લાખ જેટલી સરકારી ખાતામાં જગ્યા ખાલી હોવા છતાં ભરતી નથી થતી અને આ ચુંટણી દરમ્યાન કોઈપણ  નેતાએ આ વાત ઉછાળી છે ખરી ? ગરીબની ગરીબાઈ ઘટી નથી પરંતુ ભાજપનાં કાર્યકર્તાઓ માલા-માલ થઈ ગયા છે.
નવસારી   – એન. ગરાસીયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top