સરકાર…. સરકાર…. કયાં સુધી પ્રજાજનોના લોહી ચૂસશો. તમારી ભૂલોને કારણે પ્રજા દુ:ખી દુ:ખી થઇ ગઇ છે. આપઘાત કરવાના વારા આવ્યા છે. માંડમાંડ ગાડી પાટા પર હતી તેને તમારી ચૂંટણીને કારણે સુધારેલી ગાડી પાટા પરથી ઉતારી દીધી. પ.બંગાળમાં ચૂંટણી છે. લાખો લોકોની સભાઓ થાય છે.
જો જો, ચૂંટણી પતે એટલી વાર છે. ફુગ્ગો ફૂટવાની જ વાર છે. સભાઓ થાય છે. પ્રચાર (સરઘસો) નીકળે છે. ત્યાં સુધી ત્યાં પણ કરોનાને તિજોરીમાં મૂકીને બંધ કરી દીધો છે. પતે એટલે તિજોરી ખોલી દેશે અને કરોનાના આંકડાઓની ભરમાર ચાલુ થઇ જશે ત્યાં પણ બંધની પરિસ્થિતિ સર્જાશે.
આ જ શુટીંગ ગુજરાતમાં ચૂંટણીના સમયે ચાલતું હતું પરંતુ હવે કરોનાનો આંકડો તમારી આ જ બેદરકારીને કારણે ઊભો થયો છે. મહેરબાની કરીને તમારા જેવા સમજદાર નેતાઓ તો આંખ ખોલે! શું કામ ચૂંટણીઓ યોજી? દિવાળી બાદ માંડમાંડ થાળે પડેલા જનજીવનને તમારા ચૂંટણીને કારણે વેરવિખેર કરી દીધું? અને વાંક તમામ પ્રજાજનો પર કાઢો છો?
યોગ્ય લાગે છે? શહેરના તમામ ચાલતા શોખીનો માટેનાં સ્થળો બંધ કરાવી દીધાં. તમારી ભૂલોને કારણે? જો પાછી કોર્પોરેશનની ચૂંટણીનું બીગુલ ફુંકાય તો આ તમામ કરોના પાછો તિજોરીમાં બંધ થઇ જાય. જયાં સુધી ચૂંટણી પતે નહીં ત્યાં સુધી. આ એક મોટી ગેમ ખેલાઇ ગઇ છે. એક તરફથી સત્તાનું શાસન (દાદાગીરી) હવે ખુદ પ્રજા ભોગવી રહી છે.
પ્રજાજનો આ રીતે આપને આપની જાતને જ ભોગવી રહ્યા છે તે સહન ના થાય જાગો…. પ્રજાજનો જાગો અને આવા શાસન કરી રહેલા સત્તા પર બેઠેલાને સબક શીખવાડો. ભૂલો કરે નેતાઓ, કોર્પોરેશનના મોભ્ભીઓ અને સહન કરવાનું તમામ રહેતા પ્રજાજનોને આ તે કેવો અન્યાય? સત્તાજનોમાં તાકાત હોય તો હવે તેમના દરેક કાર્યક્રમો પર પણ પ્રતિબંધ લાવો.
કોઇ પણ ભાષણો, સરઘસો, જન્મ દિવસ ઉજવવાનું બંધ કરે અને તમને ચૂંટણીમાં ચુંટાઇ આવે ને સત્તા પર બેસાડીને પ્રજાજનો જે ખુરશી આપે છે તેનો દુરુપયોગ બંધ કરે અને ગરીબો, અમીરો જે કોઇ હોય તેનું ધ્યાન રાખી તેમની રોજીરોટી પર લાત ન મારે.’ રાત્રે કરફયુ છે તો દરેક ધંધાઓ દિવસના કેમ બંધ કરાવો છો? સમજાતું નથી. તમારો પ્રોગ્રામ થાય તો દિવસના બધું ચાલુ રહે. પ્રજાજનો માટે બંધ રહે.
વાહ રે વાહ કહેવું પડે. આ જ રીતે જો ચાલશે તો બીજી વાર પ્રજાજનોની આંખ વધારે ખૂલી જશે તો ભારે પડી જશે. નાટકગૃહમાં નાટક ચાલતા હોય તેમ તમો પણ પ્રજાજનોને નાટક કરી છેતરવાનું બંધ કરો. હવે શહેરીજનોએ વિચારવાનું રહ્યું છે. કોણ ગેઇમ ખેલે છે. ને કોણ નહીં.
સુરત – ચેતન અમીન- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.